________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
તાને દોષારેપ બીજાને માથે મુકે છે. તેને હમેશાં એમજ થયા કરે છે કે લોકો મારી કદર બરાબર કરતા નથી, મારૂં કાંઈ માન જાળવતા નથી અને મને તુચ્છ સમજે છે. તે પિતાના મનમાં સમજે છે કે જનસમાજ મારા માટે પ્રતિકૂળ વિચારે કર્યા કરે છે. પોતાના દે શેાધી કાઢીને તે દૂર કરવા માટે કદિ પણ તે પ્રયત્નશીલ બનતું નથી, અને હમેશા અન્ય લોકોને પોતાના દ્રષી અને શત્રુ માન્યા કરે છે. આવા માણસોને શાંતિ અપ્રાપ્ય અથવા દુપ્રાપ્ય છે. તેને શાંતિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? તેને તે હમેશાં એજ ચિંતા રહ્યા કરે છે કે સંસારમાં મારી જે કઈ માણસ દુઃખી નહિ હોય, કે મારા જેટલે દરિદ્ર નહિ હોય અને કેઈને પોતાનાં કાર્યમાં મારા જેટલી નિષ્ફળતા મળી નહિ હોય.
આથી ઉલટું, જે મનુષ્યોમાં આત્મ-નિર્ભરતા હોય છે તેના વિચારે જુદા જ પ્રકારના હોય છે. તેને તે હમેશાં એ જાણવાની ધુન લાગેલી હોય છે કે મારામાં કયા કયા ગુણે રહેલા છે અને હું એ સર્વને કેવી રીતે દૂર કરી શકું. તેને આ વાતનું સંપૂર્ણ ભાન થયું હોય છે કે બાહ્ય પ્રભાવને જીતવાની મારામાં શક્તિ રહેલી છે. તે સારી રીતે જાણતા હોય છે કે જીંદગીમાં અનેક કઠિનતાઓ ઉપસ્થિત થાય છે. જે જે મહાપુરૂ થઈ ગયા છે તે સર્વને અનેક વિપત્તિઓ અને મુશ્કેલીઓની સામા થવું પડ્યું હતું. આપત્તિઓથી ડરવું એ કાયર પુરૂષનું કામ છે. આપત્તિઓની સામા થવામાં અને તે સહન કરવામાં જ ખરું વીરત્વ રહેલું છે. તે એમ સમજે છે કે પોતાને જે નિષ્ફળતા મળી છે તે સ્થાયી નથી, પરંતુ ક્ષણમાત્રને માટે જ છે. તેથી નિષ્ફળતાથી નિરાશ થવું જોઈએ નહિ. સતત ઉધોગપરાયણ રહે. વાથી એક દિવસ સફળતા મળશે જ. જેવી રીતે રેલવેની મુસાફરી કરતાં કોઈ કોઈ સ્થળે બન્ને બાજુએ ટેકરીઓ હોવાથી અલ્પ સમયને માટે અંધારું થઈ જાય છે, પરંતુ તે રસ્તામાંથી નિકળ્યા પછી ઉજવળ પ્રકાશ નીકળે છે તેવી જ રીતે આપણું જીવનમાં પણ તેમજ બને છે. નિષ્ફળતાનું અંધારું અપ સમયપર્યત પ્રવર્તમાન રહે છે, પરંતુ તે પછી સફળતાનું ઉજવળ તેજ પ્રકાશમાન થાય છે.
તે મનુષ્યો જ સૈથી અધિક બલવાન ગણાય છે કે જેમાં આત્મનિર્ભરતાના ગુણેને સંચાર થયેલો હોય છે. જે ગુણમાં સર્વ આવશ્યકીય ગુણેન સમા વેશ થઈ જાય છે. અને જે એમ નથી હોતું તો તે મનુષ્યને બળહીન લેખવામાં આવે છે. આવા મનુષ્યનું અધ:પતન થવામાં એક ક્ષણની પણ વાર લાગતી નથી. આવા પ્રકારના મનુષ્યથી વસાવેલો દેશ સર્વદા શત્રુઓના પંજામાં દબાયલે રહે છે, જેથી શત્રુઓ તેઓનો નાશ ક્ષણવારમાં કરી શકે છે. આ દેશ કદિ પણ પરતંત્રતાની ધુસરીથી મુક્ત થઈ સ્વતંત્રતા ભોગવી શકતો નથી, અને સર્વદા
For Private And Personal Use Only