Book Title: Atmanand Prakash Pustak 017 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શ્રી આત્માનંદ પ્રકાશ. સુસ્ત અને દુર્બળ હોય છે કે કઈ મુશ્કેલીની સામે થવાની અથવા તે સહન કર વાની વાત તે દૂર રહી, પણ પિતે પિતાનાં શરીરને ભાર પણ ઉપાડી શકતા નથી અને હેજસાજ સૂર્યની ગરમી પણ સહન કરી શકતા નથી. આ પ્રકારના મનુષ્યો કેવળ ભેગવિલાસમાં પિતાનું જીવન વહન કરે છે અને જગમાં કંઈ પણ ઉપયેગી કાર્ય કરી શકતા નથી. જે સમયે ઈરાનને પાદશાહ નાદિરશાહ દિલ્હી સુધી પહોંચે અને તેણે લુંટફાટ શરૂ કરી તે સમયે દિલ્હીને પાદશાહ મહમ્મદશાહ પોતાના મહેલમાં મેજ કરી રહ્યો હતો. જ્યારે નાદિરશાહ શાંતિ ધારણ કરીને દિલ્હીના સમ્રાટ્રને મળવા આપે તે સમયે બન્ને વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ અત્ર અસ્થાને નહિ ગણાય. ઉન્હાળાની રૂતુ હેવાથી મમ્મદશાહે બારીક મલમલનું પરણ પહેર્યું હતું, તેની બન્ને બાજુએ પંખા ચાલી રહ્યા હતા અને ગુલાબજળ છંટાતું હતું આવી રીતે મહમ્મદશાહ નાદિરશાહને સત્કાર કરવા માટે દરવાજા સુધી આવ્યા હતા. ગરમી સપ્ત હતી છતાં નાદિરશાહે જાડે ડગલો પહેર્યો હતો. જ્યારે મહમ્મદશાહે નાદિરશાહને આવા પોશાકમાં જે ત્યારે તેને આશ્ચર્ય થયું અને તેણે કહ્યું કે-“આપ આવી સખ્ત ગરમીમાં આ જડે ડગલે કેવી રીતે પહેરી શકે છે?” નાદિરશાહે જવાબમાં જણાવ્યું કે-પાદશાહ સલામત, આ ડગલો પહેરીને હું ઈરાનથી હિંદુસ્તાન સુધી આવ્યો છું, જ્યારે આપ આ બારીક પેરણ પહેરીને દરવાજા સુધી પણ મહા મુશીબતે પહોંચી શકયા છે તે જોઈ મને આશ્ચર્ય થાય છે.” આનું તાત્પર્ય એ છે કે કષ્ટ અથવા મુશીબતો સહન કરનાર મનુષ્ય સઘળું કરી શકે છે, પરંતુ નાજુક યાને મુલાયમ તબિયતવાળા મનુષ્યથી કંઈ પણ કાર્ય થઈ શકતું નથી. તેથી જ જે કોઈ પણ મનુષ્યને ઉચ્ચ પદે પર પહોંચવા ! અભિલાષા હોય તો તેણે પોતે પોતાના ઉપર નિર્ભર રહેવું જોઈએ. જે બાબતમાં ઉચ પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેમાં બીજા ઉપર કદિ પણ નિર્ભર રહેવું જોઈએ નહિ. અત્રે એક વાત સમરણમાં રાખવાની છે કે હું સર્વ કાંઈ કરી શકું છું એ ખોટે ઘમંડ રાખવે તેનું નામ આત્મનિર્ભરતા નથી. પ્રત્યેક કાર્ય કરવાની શક્તિને જ આત્મનિર્ભરતા કહેવામાં આવે છે. આમનિર્ભર મનુષ્ય એક મજબૂત સ્તંભ સમાન ગણાય છે. આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે એ જરૂરનું છે કે મનુષ્ય બીજાઓને સહાયતા કરવાને તૈયાર રહેવું, પરંતુ પોતે કોઈની સહાયતાની શોધમાં રહેવું જોઈએ નહિ. જીવનના આરંભકાળથી પ્રત પેક મનુષ્ય એમજ માનવું કે આ જીવન એક એવા પ્રકા રનુ યુદ્ધ છે કે જેમાં મારે પોતાને જ લડવાનું છે અને દ્ધા બનવાનું છે. આ યુદ્ધ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32