________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
આત્માનંદ પ્રકાશ, * * *&
Ex.x
.st: ૩ જૈન ધર્મની ઉન્નતિ કરવાને છે; જ્ઞાન ભંડાર તથા તીર્થનું ર ક્ષણ કરવાનો છે. ધર્મના પવિત્ર નામને આપણું સ૬ વર્તનથી દીપાવવાને છે, ટુંકમાં જેથી આપણું આ ભવ પરભવનું હિત થાય, જેથી આપણને મળેલા અમુલ્ય મનુષ્ય દેહનું સાર્થક થાય તેવી - જના રચી તેને અમલમાં લાવવાનો છે. સંપ વસ્તુ ઘણુ બળવાન છે તે વડે મનુષ્ય ઉત્તમ પ્રકારનાં કાર્યો કરી શક્યા છે તે ઐતિહાસિક પ્રમાણ સિદ્ધ વાત છે જે આપ પણ કબુલ કરશો કે સંપથી ધારેલા કાર્યને સર્વથા જય થાય છે માટે માહરા બંધુઓ, આપણે સંપ સાથે જોડાઈ તેને વળગી રહી ચાલીશું તો આપણા ધારેલા કાર્યો ફતેહમંદ થશે અને તેથી આપણને તથા આપણે હવે પછીની પ્રજાને મે લાભ થશે.
શ્રી વીર પરમાત્માના શાસનમાં પાંચમા ગણધર સુધર્મા રવામનું આ શાસન વરતે છે. તેમની પરંપરામાં ઘણા આચાર્યો થયા છે. તેમાં શ્રી ભદ્રબાહુ સ્વામીજી જેઓ સિદ્ધાંત ઉપર નિર્યુકિાના કર્તા છે. ઉમાસ્વાતી વાચકજી જેઓ તત્વાર્થ વિગેરે
થના કર્તા છે. શ્રી વિક્રમાદિત્યના વખતમાં શ્રી સમિતિતક દિ ગ્રંથના કર્તા શ્રી સિદ્ધસેન દિવાકર સુરિ થયેલા છે. શ્રી હ. રિભદ્રસુરીજી, જેઓ ચિદશે ચુંમાળીસ ગ્રંથના કર્તા છે. તથા શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી હીરવિજય સૂરિ, ઉપાધ્યાય શ્રી મ યશોવિજયજી વીગેરે એ અનેક ગ્રંથની રચના કરી છે. જે હાલ મોજુદ છે–એકલા હેમચંદ્રાચાર્યજીએ ત્રણ કરોડ બ્લેડની રચના કરી છે. જૈન શાસનમાં વ્યાકરણ, કેષ, કાવ્ય, છંદ, અલંકાર, નીતિ, ન્યાય, નિમિત્ત, અને દિક ઉપર ઉંચા પ્રકારના
For Private And Personal Use Only