________________
૧૨૦
જીવ-અધિકાર
[ પ્રથમ માટે સૈદ્ધાનિકોનું કહેવું એ છે કે તેમ કરવા માટે જોઈએ તેટલો સમય નથી, એની સ્થિતિ અલ્પ છે. આથી કરીને ઓપશમિક સમ્યકત્વને ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલે કાળ અને જઘન્યથી એક સમય જેટલો કાળ બાકી રહે ત્યારે તે પ્રાણી મિથ્યાદ્રષ્ટિ અવસ્થાને જ પામે છે. આ સંબંધમાં તેઓ ઈલિકા (ઈયળ)નું દષ્ટાન્ત રજુ કરે છે. ક૫ભાગમાં કહ્યું પણ છે કે
"'आलंवणमलहंती, जह सट्ठाणं न मुंचए इलिया।
एवं अकयतिपुंजी, मिच्छं चित्र उवसमी एइ ॥१॥" (૩) ક્ષાપશમિક સભ્યત્વની પ્રાપ્તિને માર્ગ–
પ્રાથમિક ક્ષાપશમિક સભ્યત્વની પ્રાપ્તિનો માર્ગ સિદ્ધાન્તકારે એ બતાવે છે કે અનાદિ મિથ્યાદ્રષ્ટિ પ્રથમ તો યથાપ્રવૃત્તિકરણને અધિકારી બને છે. ત્યાર પછી અપૂર્વકરણના સામર્થ્ય વડે તે ગ્રન્થિને ભેદે છે અને એ જ કરણને લઈને (નહિ કે અનિવૃત્તિકરણ દ્વારા) મિથ્યાત્વ–મોડનીયના તે ત્રણ પુજે કરે છે. ત્યાર બાદ અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરી એ કરણની મદદથી ( નહિ કે અન્ડરકરણની સહાયતાથી) આ શુદ્ધાદિ ત્રણ પુંજોમાંથી તે શુદ્ધ પુજને જ અનુભવ કરે છે અર્થાત્ તે ક્ષાપથમિક સમ્યક્ત્વ પામે છે. આથી કરીને પથમિક સમ્યક્ત્વને સ્વામી થયા વિના જ તે એકદમ ક્ષાપથમિક સમ્યક્ત્વને અધિકારી થાય છે.
આ મત-ભિન્નતા પરત્વે એ નિવેદન કરવું આવશ્યક સમજાય છે કે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ શ્રેણિ વિનાનું પરામિક સભ્યત્વ પામે છે એટલે અનાદિ મિથ્યાષ્ટિ જીવ જે
પશમિક સમ્યકત્વ પામે તે શ્રેણિ વિનાનું જ હોવું જોઈએ, એ પરત્વે તે સિદ્ધાન્તિકે અને કર્મગ્રન્થકારે વચ્ચે મતભેદ નથી. (૪) ક્ષાપશમિક સમ્યકત્વીની ગતિ
વિચારભિન્નતાનું એ પણ એક સ્થળ છે કે જે મનુષ્ય ક્ષાપશમિક સમ્યકત્વ સહિત મરણ પામે, તે ચાર ગતિમાંથી કઈ ગતિમાં જાય. કર્મગ્રન્થકારે તે એમ જ કહે છે કે તે દેવ-ગતિમાં જ જાય અને તેમાં પણ વળી તે વૈમાનિક દેવ તરીકે જ ઉત્પન્ન થાય. સેદ્રાન્તિકેનું આ સંબંધમાં એમ કહેવું છે કે સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પૂર્વે જ આયુષ્યને બંધ થઈ ગયો હોય તે જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં તે સમ્યકત્વધારી જીવ જાય અને સમ્યક્ત્વ પણ તેની સાથે જાય; નરક ગતિમાં પણ સાત નરકે પૈકી છેક છઠ્ઠી નરક સુધી સમ્યક્ત્વને સાથે લઈને જવાય છે.
૧ છાયા
आलम्बममलभमाना यथा स्वस्थानं न मुश्चति इलिका ।
एवं अकृतत्रिपुञ्जी मिथ्यात्वं एव उपशमी एति ॥ અર્થાત જેમ આશ્રય નહિ મળતાં ઇયળ પિતાનું સ્થાન છેડતી નથી, તેમ જેણે ત્રિપુંજ કર્યો નથી એ ઉપશમી જીવ મિથ્યાત્વને જ પામે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org