________________
ઉલાસ ] આહત દર્શન દીપિકા.
૩૫૫ વસ્તુના રંગની સાથે હરીફાઈ કરી શકે તે પર્મલેશ્યાનો વર્ણ છે. શંખ, ચન્દ્ર, ગાયનું દૂધ, દહીં, સમુદ્ર ફીણ ઈત્યાદિના રંગ કરતાં પણ વધારે વેત વર્ણવાળી શુક્લ લેહ્યા છે.
કૃષ્ણ લેસ્યાને રસ કડવી તુંબ, લીંબડાનાં ફળ, લીંબડાની છાલ, ઇત્યાદિના રસને પણ હઠાવી દે તેમ છે. નીલ ગ્લેશ્યા રસમાં તે પીપર, આદુ, મરચાં, ગજપીપર ઇત્યાદિને છતવાને સમર્થ છે. કાપોત લેસ્થાને રસ કાચાં બીજોરાં, કઠ, બોર, ફણસ ઈત્યાદિના રસ કરતાં ચડે તેમ છે. પાકી કેરીના રસ જે રસ તેજલેસ્થાને છે. પદ્દમલેસ્થાને રસ તો દ્રાક્ષ (દાખ), ખજુર, મહુડા વગેરેના આસ તેમજ ચંદ્રપ્રભાદિ મદિરાને પણ હરાવી દે તેમ છે. શુલ લેસ્યા સાકર, ગેળ, ખાંડ, શેર ઇત્યાદિને મધુરતામાં તો બાજુએ મૂકી દે છે.
પ્રથમની ત્રણ વેશ્યાએ અતિદુર્ગધવાળી-મરેલી ગાયના મુડદા કરતાં પણ ખરાબ વાસવાળો છે, જ્યારે બાકીની છેલ્લી ત્રણ લેસ્યાઓ અતિસુગંધવાળી છે.
વળી પ્રથમની ત્રણ લેશ્યાઓનો સ્પર્શ ઠડે અને લુખો છે તેમજ તેઓ સંકિલષ્ટ હેઈ - કરીને દુર્ગતિ આપનારી છે, જ્યારે છેલ્લી ત્રણ લેસ્થાઓને સ્પર્શ ઊને અને ચિકણે છે તેમજ તેઓ અસંકિલષ્ટ હોઈ સુગતિ દેનારી છે. વળી વિશેષમાં પ્રથમની ત્રણ લેશ્યાઓ અપ્રશસ્ત અને મલિન છે, જ્યારે છેલ્લી ત્રણ પ્રશસ્ત અને નિર્મળ છે. લેયાઓની સ્થિતિ–
પ્રત્યેક વેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની સ્થિતિ છે. તેમાં પ્રત્યેકની જઘન્ય સ્થિતિ તે અંતર્મુહૂર્તની છે, જ્યારે કૃષ્ણાદિ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૩૩ સાગરેપમ ઉપરાંત બે અંતમુહૂત, દશ સાગરેપમ ઉપરાંત એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ, ત્રણ સાગરોપમ ઉપકાંત એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ, બે સાગરેપમ ઉપરાંત પાપમના અસંખ્યાતમા ભાગ, દશ સાગરોપમ ઉપરાંત બે અંતર્મુડત અને તેત્રીસ સાગરોપમ ઉપરાંત બે અંતર્મુહૂત જેટલી છે.
લેયાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ–
પહેલી લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમી નરકની ઉત્કૃષ્ટ સ્થિતિને અનુલક્ષીને બતાવાય છે. ધૂમપ્રભાના પ્રથમ પ્રતરગત નરકના ઉત્કૃષ્ટ આયુષ્યને લક્ષ્મીને બીજીની અને એ પ્રમાણે શૈલાના પ્રથમ પ્રતરમાં વસતા નારકના ઉત્કૃષ્ટ આયુષ્ય આશ્રીને ત્રીજીની, ઈશાન દેવલેકવાસી સુરના ઉત્કૃષ્ટ આયુષ્ય વિચારતાં ચોથીની, બ્રહ્મલેકના દેવના ઉત્કૃષ્ટ આયુષ્યને લક્ષ્યમાં રાખતાં પાંચમીની અને અનુત્તર સુરના પરમ આયુષ્યને અવલંબીને છઠ્ઠીની ઉત્કૃષ્ટ સ્થિતિ દર્શાવાય છે.
૧ એક અંતમુદતં પૂર્વના ભવ સંબંધીનું જાણવું અને બીજું આગળના ભાવ સંબંધીનું
સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org