________________
ઉલાસ ]
આત દર્શન દીપિકા
કરતાં અલકમાં સિદ્ધ થયેલા સ પેય ગુણ અને એનાથી તિર્યશ્લેકમાં સિદ્ધ થયેલા સંવેય ગુણ છે. સૌથી ઓછા સમુદ્રમાં સિદ્ધ થયેલા છે. એનાથી દ્વીપમાં સિદ્ધ થયેલા સંખ્યય લુણા છે. જેમકે લવણુ–સમુદ્ર-સિદ્ધ થડા છે. એનાથી કાલેદ-સિદ્ધ સંખ્યય ગુણા, એનાથી પણ જબૂદીપ-સિદ્ધ સંવેય ગુણ અને વળી એનાથી ધાતકીખંડ-સિદ્ધ સંખ્યય ગુણા અને એનાથી પણ વળી પુષ્કરાઈ-સિદ્ધ સંખ્યય ગુણ છે.
કાલ–કાલના અવસર્પિણી, ઉત્સર્પિણી અને અનવસર્પિયુત્સર્પિણી એમ ત્રણ વિભાગે પડે છે. તેમાં ઉત્સપિરણમાં સિદ્ધ થયેલા ઓછા છે. એનાથી અવસર્પિણીમાં સિદ્ધ થયેલા વધારે છે અને અનવસર્પિષ્ણુત્સર્પિણીમાં એટલે કે મહાવિદેહમાં સિદ્ધ થયેલા એનાથી સંખ્યાત ગુણા છે.
ગતિ–જે મનુષ્ય-ગતિમાંથી સિદ્ધ થયા તેની પૂર્વની ગતિ વિચારતાં જણાશે કે તિર્યંચગતિમાંથી આવી સિદ્ધ થયેલા છે ઓછા છે. એનાથી મનુષ્ય-ગતિમાંથી, નરકગતિમાંથી અને દેવ-ગતિમાંથી આવી સિદ્ધ થયેલા જીની સંખ્યા અનુક્રમે સંખ્યાત ગુણ છે.
લિંગ–નપુંસકલિંગ સિદ્ધ થયેલા છે અલ્પ છે. એનાથી સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે અને વળી પુરુષ-લિગે સિદ્ધ થયેલા તે એનાથી પણ સંખ્યાત ગુણ છે. ગૃહસ્થલિંગ-સિદ્ધ ઓછા છે. એથી અન્યલિંગ-સિદ્ધ સંખ્યાત ગુણા છે અને સ્વલિંગ-સિદ્ધ તે એથી પણ સંખ્યાત ગુણ છે.
તીર્થ—અતીસિદ્ધ અલ્પ છે. એથી તીર્થસિદ્ધ અસંખ્ય ગુણ છે.
ચારિત્ર–અત્ર પ્રત્યુપન્નભાવપ્રજ્ઞાપનીય અને પૂર્વભાવપ્રજ્ઞાપનીય એ બંને રીતે વિચાર કરી શકાય તેમ છે. તેમાં પ્રથમ નય પ્રમાણે ચારિત્રી અને અચારિત્રી સિદ્ધ થાય. અહીં અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનયના અનંતપશ્ચાતકૃતિક અને પરંપરપશ્ચાતકૃતિક એવા બે ભેદે છે. તેમાં વળી પરંપરપશ્ચાત કૃતિકના વ્યજિત અને અવ્યંજિત એમ બે પ્રકારો છે. અત્યંજિતમાં પાંચ ચારિત્રવાળા સિદ્ધ સૌથી થોડા છે. ચાર ચારિત્રવાળા એનાથી સંખ્યાત ગુણ છે અને ત્રણ ચારિત્રવાળા તે એથી પણ સંખ્યાત ગુણ છે. વ્યંજિતમાં પાંચે ચારિત્રને સ્પર્શી સિદ્ધ થયેલા અહ૫ છે. એનાથી સામાયિક સિવાયનાં ચાર ચારિત્રને સ્પર્શી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે. એનાથી પરિહારવિશુદ્ધિ સિવાયનાં ચાર ચારિત્રને સ્પર્શી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે. એનાથી પણ છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ એ બે છે બાકીનાં ચારિત્રને સ્પર્શી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણા છે. એનાથી સામાયિક તેમજ પરિહારવિશુદ્ધિ છોધ બાકીનાં ચારિત્રને સ્પશી સિદ્ધ થયેલા સંખ્યાત ગુણ છે.
પ્રત્યેકબુદ્ધબોધિત-પ્રત્યેકબુદ્ધસિદ્ધ છેડા છે. એનાથી બુદ્ધાધિતસિદ્ધ–નપુંસક સંખેચ ગુણ છે. એનાથી બુદ્ધાધિતસિદ્ધ-સ્ત્રીની સંખ્યા સંખેય ગુણી છે. એનાથી બુદ્ધબેધિતસિંદ્ધ-પુરુષની સંખ્યા સંખેય ગુણી છે. સ્વયંબુદ્ધસિદ્ધની સંખ્યા તત્વાર્થભાષ્ય કે એની ટીકામાં દર્શાવાયેલી નથી. પરંતુ સિદ્ધમાત ( ગા. ૧૦૩)માં કહ્યું છે તેમ સ્વયંબુદ્ધસિદ્ધ સૌથી થડા છે અને પ્રત્યેકબુદ્ધાદિ ત્રણે વિક એનાથી સંખ્યાત સંખ્યાત ગુણ છે.
૧ વર્તમાન અવસ્થા આશ્રીને અને વ્યતીત અવસ્થા આશ્રીને. ૨ નામ દ્વારા સ્પષ્ટ કરેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org