________________
૪૮૪
જીવ–અધિકાર.
[ પ્રથમ
નીચે તનવાત અને તનવાતની નીચે આકાશ છે. આ આકાશની પછી બીજી નરક-ભૂમિ છે. આ પ્રમાણે છેક સાતમી ભૂમિ સુધી બધી ભૂમિઓની નીચે આ કમપૂર્વક ઘને દધિ વગેરે રહેલા છે. આ પ્રમાણે જે સાત ભૂમિઓ પૈકી પ્રત્યેકની નીચે જે ઘને દધિ છે તેની જાડાઈ એક સરખી એટલે વીસ વીસ હજાર યોજન જેટલી છે. પરંતુ ઘનવાત, તનુવાત અને આકાશ સંબંધી આવી સ્થિતિ નથી. અર્થાત્ જે કે સાત ધનવાત અને સાત તનુવાતની જાડાઈ સામાન્યતઃ અસંખ્યાત જન પ્રમાણે છે છતાં તે બધે સરખી નથી એટલે કે પ્રથમ ભૂમિની નીચેના ઘનવાત અને તનવાતની અસંખ્ય જન જાડાઈથી બીજી ભૂમિની નીચેના ઘનવાન અને તનવાતની જાડાઈ અધિક છે. એ પ્રમાણે બાકીની ભૂમિઓ માટે તેમજ આકાશ પરત્વે પણ સમજી લેવું. રત્નપ્રભા વગેરે નામની સહેતુકતા–
પહેલી ભૂમિમાં રત્નની અધિકતા હોવાથી એને રત્નપ્રભા ” કહેવામાં આવે છે. એ પ્રમાણે શર્કરા એટલે કાંકરાની પ્રધાનતાને લક્ષ્મીને બીજીને “શર્કરામભા , વાલુકા એટલે રેતીની બહલતાને લીધે ત્રીજને વાલુકા પ્રભા", પંક એટલે કાદવની પ્રચુરતાથી ચેથીને “પંકપ્રભા', ધૂમ એટલે ધૂમાડાની વિશેષતાથી પાંચમીને “ધૂમપ્રભા', તમ એટલે અંધકારની મુખ્યતાને લઈને છઠ્ઠીને “તમપ્રભા ” અને મહાતમ એટલે ઘોર અંધકારની અધિકતાથી સાતમીને “મહાતમપ્રભા” કહેવામાં આવે છે.
રત્નપ્રભાના ત્રણ કાંડ
રત્નપ્રભા ભૂમિના ત્રણ કાંડ યાને વિભાગ છે. પહેલા કાંડમાં રત્નની અધિકતા છે. એમાં સેળ જાતનાં રને હેવાથી એ સેળ પ્રકારને ગણાય છે. એ સૌથી ઉપર છે અને એની જાડાઈ ૧૬,૦૦૦ જનની છે. એની નીચેના કાંડમાં કાદવની બહુલતા છે અને તેની જાડાઈ ૮૪,૦૦૦ જનની છે. આના આધારે પહેલ કાંડ છે. એની નીચેના ત્રીજા કાંડમાં પાણીની બહુલતા છે અને તેની જાડાઈ ૮૦,૦૦૦ જનની છે. એના આધારે બીજો કાંડ રહેલ છે. ત્રણે કાંડાની જાડાઈને સરવાળે ૧,૮૦,૦૦૦ એજનને આવે છે કે જેટલી “રત્નપ્રભા” ની જાડાઈ છે. આ પછીની બાકીની એક પણ ભૂમિમાં આવા કાંડે નથી, કેમકે એમાં શર્કરા, વાલુકા વગેરે છે જે જે પદાર્થો છે તે બધી જગ્યાએ સરખા છે. નરકાવાસાનું સ્વરૂપ–
રન પ્રભામાં આવેલા “ સીમંતક' નરકવાસથી માંડીને તે મહાતમ પ્રભાગત ‘અપ્રતિષ્ઠાન” નરકાવ સ સુધીના બધા નરકાવાસો છરાના જેવા વાનાં તળિયાંવાળા છે, કિન્તુ એ બધાને આકાર કંઈ એક સરખે નથી. કેઈકને આકાર ગોળ, તે કેઈકને ત્રિકેણ, તે વળી કેઈકને ચતુષ્કોણ છે. વળી કેટલાક હાંકલા જેવા તે કેટલાક લેઢાના ઘડા જેવા છે. આ પ્રમાણે નરકાવાસોની આકૃતિમાં ભિન્નતા છે.
૧ તનાતની જેમ તનેદધિ જેવો કે પદાર્થ નથી. ૨ જુઓ ઋષભ પંચાશિકા (પૃ. ૧૪૧–૧૪૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org