________________
ઉલાસ ] આહંત દર્શન દીપક.
६२३ મહાવ્રતના સ્વીકારમાં સંપૂર્ણતા રહેલી છે. સંપૂર્ણતામાં વિવિધતાને અભાવ છે, એથી એમાં તરતમતા માટે સ્થાન નથી, પરંતુ જ્યારે તે અલ્પાંશે પણ સ્વીકારવાનાં હોય છે ત્યારે અલ્પતાની વિવિધતાને લઈને એ માટેની પ્રતિજ્ઞા પણ અનેક પ્રકારની સંભવે છે. આ વાતને ખ્યાલમાં રાખીને ગ્રન્થકારે જુદાં જુદાં લક્ષણોને નિર્દેશ કર્યો છે. અત્રે એ વાત ખાસ ધ્યાન ખેંચે તેવી છે કે શ્રાવકનાં બાર તે પૈકી ગમે તે એક વ્રતને ધારક પછી તે વ્રત અણુવ્રત હે, ગુણવત છે કે શિક્ષાત્રત છે તે પણ તે વતી અગારી છે જ. આ હકીકતને તત્વાર્થ (અ. ૭)નું નિમ્ન લિખિત
“ અપુત્રોડારી છે –પંદરમું સૂત્ર સમર્થન કરતું હોય એમ જણાય છે; કેમકે જે અણુવ્રતધારી હેય તે “અગારી વતી” કહેવાય છે એમ અત્ર સૂચવાયું છે, નહિ કે જે અણુવ્રતધારી હોય તે જ “ અગારી” કહેવાય છે. અનગારનું લક્ષણ
दीक्षादिवसादारभ्य तपश्चरणशीलत्वे सति सकलसावद्ययोगविरतियुक्तत्वे च सति गुरूपदेशस्वाध्यायादिकं यथाशक्तिकरणशीलत्वमनगारस्य लक्षणम् । (४४४) અર્થાત દીક્ષા ગ્રહણના દિવસથી જે તપશ્ચર્યા કરે અને ગુરુના ઉપદેશ અનુસાર, સ્વાધ્યાય વગેરે કાર્યો કરવામાં યથાશક્તિ તત્પર રહે તે “અનગાર' કહેવાય છે.
આ ઉપરથી સમજાય છે કે અણુવ્રતધારી “અગારી” જ છે, જ્યારે મહાવ્રતધારી અનગાર” છે. અણુવ્રત સંબંધી વિચાર–
આપણે અનગારનાં અહિંસાદિ પાંચ મહાવતે અને એ પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાઓ વિચારી ગયાં. અગારીના બધાં મળીને બાર બને છે. તેમાં દેશવિરતિના પાંચ પ્રકારે તે પાંચ અણુવ્રત હેવાથી તેનું સ્વરૂપ પણ આપણે ત્યાં જોઈ લીધું. હવે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતાનાં લક્ષણદિને પ્રસ્તાવ કરવો બાકી રહે છે. એ દિશામાં પ્રયાણ કરીએ તે પૂર્વે અણુવ્રતને ઉદ્દેશીને બે ત્રણ બાબતો નેંધી લઈએ. આપણે આ પૃષ્ઠમાં જોઈ ગયા તેમ મહાવતેમાં જ તારતમ્યને અભાવ છે, નહિ કે બાકીનાં વ્રતમાં. આથી અલ્પતાની વિવિધતાને લીધે અણુવ્રતમાં પણ તરતમતા સંભવે છે, છતાં એક અણુવ્રતની વિવિધતામાં ન ઉતરતાં સામાન્ય રીતે ગૃહસ્થના
૧ જુએ . ૮૮૨-૮૯૭,
૨ જુઓ પૃ. ૯રર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org