________________
ઉલાસ ] આહંત દર્શન દીપિકા.
૧૯૯૩ થવારૂપ-કંટાળે આવવારૂપ ખૂલના ઉદ્દભવે ત્યારે તેઓ રૂદ્ધ રીતે ધર્મની આરાધના કરવી જ જોઈએ એવું વિચારે તે તેમણે અરતિ–પરીષહ છ ગણાય. ટૂંકમાં કહીએ તો ચારિત્ર ગ્રહણ કર્યા બાદ દીક્ષા પાળવામાં અનેક મુશ્કેલીઓ ઊભી થતાં એનાથી કંટાળવાને પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તેમ ન કરતાં ધીરજથી તેમાં રસ લે તે અરતિ-પરીષહને જય ગણાય. સી-પરીષહ
કામિનીનાં અંગ, ઉપાંગ, સંસ્થાન, હાસ્ય, લવિત અને વિશ્વમાદિ ચેષ્ટાને વિચાર ન કરાય તેમજ કઈ પણ વેળા તેનાં અંગોપાંગનું કામબુદ્ધિથી અવલોકન ન કરાય તે સ્ત્રી પરીષહ જીત્યો ગણાય. કહેવાનું તાત્પર્ય છે કે સાધકે પોતાની સાધનામાં વિનરૂપ વિજાતીય આકર્ષણને વશ ન થવું. જેમકે કઈ સ્ત્રી તરફથી વિષયેચ્છા પૂર્ણ કરવા માટે અનેક ઉપસર્ગો કરાય તે સાધક પુરુષે તે સહન કરી લેવા, પરંતુ લેશ માત્ર વિકારને વશ ન થવું-એ સ્ત્રીને તાબે ન જ થવું. એ પ્રમાણે સાધક સ્ત્રી હોય તે તેને પુરુષ-પરીષહ સહન કરે. ચર્ચા-પરીષહ–
ગામ, શહેર, કુળ વગેરેમાં અનિયમિતપણે નિવાસ કરનાર તથા આળસને તેમજ મમતાને ત્યાગ કરનાર મુનિ દરેક મહિને વિહાર કરે તો તેમણે ચર્યા-પરીષહને પરાજિત કર્યો ગણાય. સ્વીકારેલા ધાર્મિક જીવનને પુષ્ટ કરવાના ઈરાદાથી નિઃ સંગતા પૂર્વક જુદાં જુદાં સ્થાને માં વિહાર કરે, પરંતુ કોઈ પણ એક સ્થળમાં અહો ન જમાવ તે ચર્યા–પરીષહનો વિજય છે. આ સંબંધમાં ઉત્તરા (અ. ૨)માં કહ્યું પણ છે કે ગૃહસ્થાદિની સાથે રાગને પ્રતિબંધ રાખ્યા વિના મુનિ જિનાજ્ઞા પ્રમાણે એક ગામથી બીજે ગામ વિચરે. નિષધા-પરીષહ– " - સ્ત્રી, પશુ અને નપુંસક જે સ્થાનમાં ન રહેતાં હોય તેવા સ્થાનમાં બેસીને ઇષ્ટ તેમજ અનિષ્ટ ઉપસર્ગોને ઉદ્વેગ રહિત પણે-સમભાવે સહન કરવાં તે નિષદ્યા-પરીષહને વિજય છે. કહેવાનો મતલબ એ છે કે સાધનાને અનુકૂળ એકાંત સ્થાનમાં અમુક વખત સુધી આસન લગાવી બેઠા બાદ કેઈ ભય આવી પડે તે પણ અડાળપણે આસન ઉપર સ્થિર રહેવું તે નિષવાપરીષહને પરાજય છે.
શણ્યાપરીવહ–
શયા, સંસ્કારક, પટ્ટિક ઇત્યાદિની મુદતા કે કઠોરતાને લીધે ઊંચા નીચા પ્રતિમય મળતાં કે ઉપાશ્રયમાં ધૂળ ઘણી હોય કે તેમાં બહુ શીતલતા કે ઉષ્ણતા રહેતી હોય તે પણ
- ૧ નવતર્વપ્રકરણ ( ગા. ૨૭ )માં આને બદલે “નૈધિકી-પરીષહ ને ઉલેખ છે, જે એનો અર્થ તે ઉપર મુજબ જ છે. જેમકે શૂન્ય ગૃહ, વૃક્ષ ઇત્યાદિ સ્થાનમાં નિર્ભયપણે બેસવું તેમજ બીજાને બીવડાવવા નહિ કે દુષ્ટ ચેષ્ટા ન કરવી તે “નધિક–પરીષહ' છે. ''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org