________________
૧૪૪ જીવ-અધિકાર
[ પ્રથમ તેમજ તે જીવ પોતે પણ સમ્યકત્વી છે કે નહિ તેને નિશ્ચય કરી શકે ? આને ઉત્તર એ છે કે શુદ્ધ ધર્મ ઉપર રાગ થયો એટલે સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયું છે એમ નથી. સર્વ પ્રરૂપેલાં પદાર્થોના એક અંશને જ વિષે અવિશ્વાસ હોય, બાકી બધાએ અશે વિષે સુદઢ વિશ્વાસ હોય તે પણ શાસ્ત્રકારે તેને મિથ્યાષ્ટિ કહે છે. કહ્યું પણ છે કે
" सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरः। . मिथ्यादृष्टिः सूत्रं हि नः प्रमाणं जिनाभिहितम् ॥१॥
વળી સર્વ વાત ઉપર વિશ્વાસ હોય, પરંતુ જ્યાં સુધી દર્શન–મેહનું આવરણ ખસ્યું ન હોય ત્યાં સુધી તે ખરી રીતે વિચારતાં સમ્યકત્વને અભાવ છે. બાપદાદાથી–પેઢીધર પેઢીથી જૈન ધર્મ ઉતરી આવેલ હોય એવા કુળમાં જન્મ થયે એટલે સમ્યક્ત્વનું સંપાદન થઈ ગયું કે મુનિને વેષ પહેરી લીધે તેથી સમ્યકત્વને સદ્ભાવ થઈ ગયે એમ માનવા કેઈએ લલચાવું નહિ, કેમકે મેરૂ પર્વત જેટલે રજોહરણ અને મુખ-વસ્ત્રિક (ઓઘા અને મુહપત્તી)ને ઢગલે થાય એટલા કાળ સુધી સાધુ–વેષ ગ્રહણ કર્યો હોય તે પણ તે અભવ્ય સંભવી શકે છે એમ શાસકારે કહે છે.
જેમ જે કઈને તાવ આવ્યો હોય તે આ તાવ સુસાધ્ય, દુઃસાધ્ય કે અસાધ્ય છે તે જાણવા સમર્થ નથી, પરંતુ એ તે સુધ જ તેની ચિકિત્સા કરી કહી શકે, તેમ જિનેશ્વરનાં વચને વિષેને દઢ રાગ સમ્યકત્વની પ્રાપ્તિ જેટલી હદે પહોંચ્યો છે કે નહિ એને નિર્ણય અનુભવીસર્વજ્ઞ વિના કણ કરી શકે?
જે સમ્યકત્વને ઉદ્દેશીને આટલું વિવેચન કરવામાં આવ્યું છે. તેનું શું કારણ હશે એ વિદ્વાન પાઠકથી અજાણ્યું રહે તેમ નથી, પરંતુ બાળબુદ્ધિને તે સ્કુટ ભાવેને તે માટે આપણે એનું ગૌરવ વિચારી આ પ્રકરણ પૂર્ણ કરીશું. સમ્યકત્વનું માહાત્મ્ય –
સમ્યકત્વ સમસ્ત ધર્મનું મૂળ છે, આત્માર્થિક જીવને તે અખૂટ ખજાને છે, મિથ્યાવરૂપી રેગને નષ્ટ કરનારું રામબાણ ઔષધ છે, સંસારસાગરને તરી જવાનું અત્યુત્તમ નાવ છે,
૧ આ ભાવને વ્યક્ત કરનારી નિમ્નલિખિત ગાથા આવશ્યકસવની શ્રીહરિભદ્રીય ટીકા ( પત્રાંક ૮૧૪ )માં ટાંચણરૂપે જોવાય છે –
" पयमक्खरं च एकं जो न रोएइ सुत्तनि दिटुं।
सेसं रोयतो वि ह मिच्छद्दिद्री मुणेयम्यो ॥१॥" [ पदमक्षरं चैकं यो न रोचयति सूत्रनिर्दिष्टम् ।
शेष रोचयन्नपि खल मिथ्यादृष्टितिव्यः ॥ ] ૨ આ મારા ઘરના વિચાર નથી. આ વાત નવતપ્રકરણવિરતાર્થ (પૃ. ૩૧૮-૩૧૯)ના આધારે લખવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org