________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૩૧૩ તિયંગ-કમાં કયાં? મનુષ્ય-ક્ષેત્રમાં. મનુષ્ય-ક્ષેત્રમાં ક્યાં? જંબુદ્વીપમાં. ત્યાં કયાં ? ભરત ક્ષેત્રમાં, ભરતક્ષેત્રમાં કયાં? મુંબઈ ઇલાકામાં. મુંબઈ ઇલાકામાં કયાં ? મુંબઈમાં. મુંબઈમાં કયાં ? ભૂલેશ્વરમાં. ભૂલેશ્વરમાં કયાં? ભગતવાડીમાં. ભગતવામાં ક્યાં? નવી ચાલીમાં. નવી ચાલીમાં
ક્યાં? ત્રીજે માળે. ત્રીજે માલે કયાં? ૪૩ મા અંકવાળી કોટીમાં. ત્યાં ક્યાં? આકાશ-પ્રદેશમાં. કયા આકાશ-પ્રદેશમાં ? જ્યાં આત્મા છે ત્યાં. આ ઉત્તરોત્તર વિશદ્ધતા સૂચક પ્રકારે છે અને તે નૈગમ નયને માન્ય છે.
પ્રસ્થકનું ઉદાહરણ
અનાજ માપવાને માટે લાકડાનું બનાવેલું પાત્ર “પ્રસ્થક’ કહેવાય છે. આવું પાત્ર બનાવવા માટે કેઈ સુથાર જંગલમાં લાકડું કાપતે હોય અને તેને પૂછવામાં આવે કે ભાઈ! તમે શું કરે છે? તે એના પ્રત્યુત્તરમાં તે કહે કે પ્રસ્થક કાપું છું. આ લાકડું કાપીને તેને ખાંધે ચડાવીને તે ઘર ભણી જતું હોય એવામાં કે તેને પૂછે કે તમારી ખાંધે શું છે તે તે કહેશે કે પ્રસ્થક. આ પ્રમાણે આ લાકડાને ચીરતાં, ઘડતાં, છેલતાં, સુંવાળું કરતાં ‘માન ” તૈયાર થતાં અનાજ તે માપતું હોય તે વેળા પણ-આ સઘળી અવસ્થાઓમાં તે આને ‘પ્રસ્થક” તરીકે ઓળખાવે છે. આ પ્રકારના તેનાં કથને ઉત્તરોત્તર વિશુદ્ધતાથી અંકિત નિગમ નયને અનુસરે છે.
ગ્રામનું ઉદાહરણ–
સીમા પર્વતની જમીન તે ગામ; અથવા પ્રજાથી યુક્ત ઘર-બગીચા-વાવ-મંદિર વગેરે રૂપ જે કિલ્લા સુધીને ભાગ તે ગામ; અથવા કેવળ પ્રજાને સમુદાય તે ગામ; અથવા કે મુખ્ય પુરુષ તે ગામ. આ નિગમ નય અનુસારની કલ્પનાઓ છે.
સંગ્રહનું લક્ષણ
सामान्यवस्तुसत्तासङ्ग्राहकाध्यवसायविशेषरूपत्वम् , नेगमायुपगतार्थसङ्ग्रहप्रवणत्वे सति अध्यवसायविशेषरूपत्वं वा सङ्ग्रहस्य ક્ષમા ”(૫૪)
અર્થાત્ સામાન્યરૂપ જે વસ્તુની સત્તા છે, તેને ગ્રહણ કરવામાં તત્પર એવા અધ્યવસાયવિશેષને “સંગ્રહ” કહેવામાં આવે છે. અથવા તે નિગમાદિક ના દ્વારા જાણેલા અર્થનો સંગ્રહ કરવામાં કુશળ એ અધ્યવસાય પણ “સંગ્રહુ” કહેવાય છે.
આ લક્ષણગત “સંગ્રહ-પ્રવણત્વ” એટલે શું તે વિચારીએ તે પૂર્વે સંગ્રહના લક્ષણ પરત્વે વિશેષામાં નિમ્ન લિખિત ઉલેખ જોઈ લઈએ –
40.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org