________________
જીવ-અધિકાર
[ પ્રથમ કરણથી ભિન્ન છે, તેવી જ રીતે “આત્મ જ્ઞાન વડે વસ્તુ જાણે છે તેમાં આત્મારૂપી કર્તા, જ્ઞાનરૂપી કરણથી ભિન્ન છે, એવી જે પ્રતીતિ થાય છે, તે જ્ઞાન અને આત્માને અભિન્ન માનતાં કેવી રીતે થાય, એ નેયાચિક તરફથી રજુ થતા પ્રશ્નનો વિચાર કરવામાં આવે છે.
પ્રથમતઃ આનું નિરાકરણ એમ થઈ શકે કે આ દષ્ટાન્ત વિષમ છે, અર્થાત્ તે અત્ર લાગુ પડતું નથી, કેમકે “વાંસલે ” તે બાહ્ય કરણ છે, જ્યારે “જ્ઞાન” તો આભ્યન્તર કરણ છે. અને કરણે આમ બે પ્રકારના છે એ વાત તે સ્યાદ્વાદમંજરી (પૃ. ૫૧)માં સાક્ષીરૂપે આપેલા નીચેના કલેકથી પણ જોઈ શકાય છે.
જાર ટ્રિવિધ સે, વાઇમારતાં યુ. यथा लुनाति दात्रेण, मेकं गच्छति चेतसा ॥१॥"
અર્થાત્ પડિતે કરણના આભ્યન્તર અને બાહ્ય એમ બે પ્રકારે જાણે છે. તેમાં (દેવદત્ત) દાતરડાથી કાપે છે અને મનથી મેરૂ જાય છે એમાં દાતરડું એ બાહ્ય કરણ છે, જ્યારે મન એ આભ્યન્તર યાને અંતરંગ કરણ છે.
આથી જે આભ્યન્તર કરણ તેના કર્તાથી ભિન્ન છે, એવું દષ્ટાન્ત આપે, તે તે આ વાત માન્ય થઈ શકે. વળી બાહ્ય કરણના સર્વ ધર્મો અંતરંગ કરણમાં રહેલા છે, એમ કહેવું ન્યાયવિરૂદ્ધ છે, કેમકે તેમ કરવાથી તે “દેવદત્ત દીપકની મદદથી નેત્ર વડે પદાર્થ જુએ છે ” એ સ્થળે જેમ દીપક દેવદત્તથી સર્વથા ભિન્ન છે તેમજ નેત્ર પણ દેવદત્તથી સર્વથા ભિન્ન છે, એમ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે.
વળી, વાંસલા અને સુથારનું દષ્ટાન સાધ્ય-વિકલ છે અર્થાત્ તે સાધ્યને સિદ્ધ કરી શકતું નથી. કેમકે વાંસલા અને સુથાર વચ્ચે પણ સર્વથા ભિન્નતા રહેલી નથી, પરંતુ કથંચિત્ અભિન્નતા પણ રહેલી છે. એટલે સુથાર કે વાંસલારૂપ એકલું સાધન લાકડું ઘડવારૂપ કાર્ય કરી શકે તેમ નથી. અર્થાત્ એ કાર્ય કરવામાં ઉભયના સહગની જરૂર છે. આથી લાકડું ઘડવાની કિયા કરનાર કોણ છે એ દષ્ટિએ વિચાર કરતાં-એ અપેક્ષાથી પ્રશ્ન તપાસતાં વાંસલા અને સુથાર વચ્ચે અભિન્નતા જોઈ શકાય છે.
વળી, સર્પ જેમ પિતા વડે પિતાને વટે છે, તેમ અભેદભાવમાં પણ અર્થાત્ આત્મા અને જ્ઞાનને (કથંચિત) અભિન્ન માનવા છતાં, કતૃકરણભાવ બરાબર ઘટી શકે છે. આ ઉપાંત “ચેતન” ને ભાવ ચૈતન્ય છે અર્થાત્ ચેતન્ય ચેતનનું સ્વરૂપ છે એ પણ શું આ અભેદભાવને પુષ્ટ કરતું નથી? કેમકે દાખલા તરીકે શું વૃક્ષથી વૃક્ષનું સ્વરૂપ સર્વથા ભિન્ન મનાય ખરું કે ?
આ વિવેચનમાંથી એ તાત્પર્ય નીકળે છે કે ચૈતન્ય (જ્ઞાન) આત્માથી ભિન્ન ભિન્ન છે. અર્થાત તે સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન નથી. ચેતન્યને આત્માથી સર્વથા ભિન્ન માનવા જતાં હું સુખી છું, દુઃખી છું, હું જાણું છું, ઇત્યાદિ જે અભેદ-પ્રતિભાસ થાય છે તે પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org