________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૨૫ સભાવ માનવાથી તે અદ્વૈતવાદ ઊડી જાય છે. આને બચાવ એમ થઈ શકે તેમ નથી કે અમે અદ્વૈતવાદીઓ લોકોને પ્રતીતિ કરાવવાની ખાતર જ અનુમાનાદિ પ્રમાણેને વ્યવહાર કરીએ છીએ, કેમકે અદ્વૈતવાદીઓના મતમાં પરબ્રહ્મ સિવાયના કોઈ પણ પદાર્થને સારૂ સ્થાન જ નથી, તે પછી “ક” જેવી વાત કરવી તે ટાઢા પહોરના ગપ્પા કે બીજું કંઈ?
આપણે જોઈ ગયા તેમ અનિર્વચનીયતાને અર્થ નિઃસ્વભાવતા કરવાથી અદ્વૈતવાદીઓનું કાર્ય સરતું નથી. આથી જે અનિર્વચનીયતાને અર્થ “નિરૂક્તિને વિરહ' અથવા તે “નિરૂક્તિના નિમિત્તને વિરહ' એમ કરવામાં આવે (એટલે કે શબ્દ ભંડોળ ખૂટી ગયા છે અથવા તે શબ્દપ્રવેગ કરવાનું કોઈ પણ કારણ નથી) તો પણ તેમને બેડો પાર પડે તેમ નથી. કેમકે નિરૂક્તિને વિરહ છે એમ કહેવું એ અજ્ઞાન છે, કારણ કે દરેક વસ્તુને સારૂ ભાષામાં શબ્દ છે. હવે જે નિરૂક્તિના નિમિત્તનો વિરહ છે એમ કથન કરવામાં આવે તો તે પણ યુક્તિ-વિકલ છે, કારણ કે નિરૂક્તિનું નિમિત્ત ક્યાં તે “જ્ઞાન” છે યાને કયાં તે “ વિષય છે. ઘટપટાદિ પદાર્થનું જ્ઞાન તે આબાલગેપાલ પ્રસિદ્ધ હોવાને લીધે જ્ઞાન નથી, તેને અભાવ છે, એમ કહેવું એ મૂર્ખતા છે. વળી વિષય નથી એમ પણ કહી શકાય તેમ નથી, કારણ કે તે ભાવરૂપ કે અભાવરૂપ એ બેમાંથી એક તો હોવું જ જોઈએ અને તેમ માનવાથી અદ્વૈતવાદીઓને સત્-ખ્યાતિ કે અસ-ખ્યાતિ સ્વીકારવાને અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થાય છે.
આ અદ્વૈતવાદના સંબંધમાં બીજું ઘણું કહી શકાય તેમ છે, પરંતુ ગ્રન્થ–ગૌરવના ભયથી વિરમવામાં આવે છે. વિશેષ જિજ્ઞાસુઓએ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યે રચેલી શ્રીમહાવીર પ્રભુની સ્તુતિરૂપ અન્ય વ્યવછેદિકા દ્વત્રિશિકાની શ્રીમલ્લિકુસૂરિકૃત સ્યાદ્વાદમંજરી નામની વૃત્તિ (૧૩ મા લેકની ટીકા)નું અવલોકન કરવું યોગ્ય ગણાશે.'
આ પ્રકરણને સમાપ્ત કરવા પૂર્વે “સત્યં બ્રહ્મ વિઘા =” એ સૂત્રને વાસ્તવિક અર્થ શું ભાસે છે તે નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય. જગત્ મિથ્યા છે એને અર્થ કંઈ એમ કરવાને કે સમજવાનું નથી કે શશશૃંગની માફક જગના સમસ્ત પદાર્થો “અસત્ ” છે, પરંતુ એ પદાર્થો-સંસાર અસાર છે, એમ સમજવાનું છે અને આરાધના કરવા ગ્ય તો-સજજનોને હિતકારી ("સભ્યોહિતં સત્ય) એવો પદાર્થ તો ચૈતન્યસ્વરૂપી આત્મા છે, એ તરફ ખાસ લક્ષ્ય રાખવાનું છે. અનાદિ કાળની મેહ-વાસનાથી મુક્ત થવાનો આ એક અત્યુત્તમ ઉપાય છે, એ ધ્યાનમાં રાખવા જેવું છે. આ ઉપરથી આ સૂત્રની મહત્તા પણ સાથે સાથે જોઈ શકાશે. અને શશશૃંગ કે વધ્યાસુતની માફક જગને “અસત્ ” માનવાથી જે ફૂષણ, અડચણો કે નડતરે આવી પડે છે, તેનાથી ભયભીત રહેવાનું કંઈ કારણ રહેશે નહિ. સંસારની અસારતા, અનિત્યતા, ઇત્યાદિ બાબતો ઉપર જૈન મહર્ષિઓએ પણ પ્રકાશ પાડવામાં કંઈ પાછી પાની કરી નથી. આથી આ અર્થ “મિચ્યા’ શબ્દને વાસ્તવિક અર્થ હોવો જોઈએ એમ કહેવું એ વધારે પડતું નહિ ગણાય.
૧ ગૂર્જર ગિરામાં આ વાતની માહિતી મેળવવા ઈચ્છનારે તરવાખ્યાનને ૧૩મે પ્રસ્તાવ જે.
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org