Book Title: Apragat Stavanadi Sangraha
Author(s): Devchandra Gani, Buddhisagar Gani
Publisher: ZZZ Unknown
View full book text
________________
: ૧૦ : શ્રી નેમિનાથ-સ્તવન. (રાગ-સારંગ) આ રી ઘન ઘેર ઘટા કરકે (૨) • • રહત પપીતા પિઉ પિઉ પિક પિલ, (પિલ પિઉ) સર ધરકે. આ૦૧ વાદર ચાદર નભ પર છાઈ, દામિની દમકતી ઝરકે; મેઘ ગંભીર ગુહિર અતિ ગાજે, વિરહિની ચિત્ત થરકે. આ૦ ૨ નીર છટા વિકટ સી લાગત, મંદ પવન ફરકે, નેમિનાથ પ્રભુ વિરહ વ્યથા તવ, અંગ અંગ કરકે. આ૦ ૩ દકુર મેર શિર ભર સાલત, રાજુલ દિલ પરકે, દેવચંદ્ર સંયમ સુખ દેતાં, વિરહ ગયે ટરકે. આ૦ ૪
(૨) રાગ કેદાર. ( સુવિધિ જિનેશ્વર પાય નમીને ) વાલાજી વીનતડી એક મારી, ધીરું બેલે રાજુલ નારી રે, હું દાસી છું શ્રી પ્રભુજીની, પ્રભુ છો પર ઉપકારી રે. વા. ૧ પ્રેમ ધરી મુજ મંદિર આવે, પૂરવ નેહ સંભારી રે; સજજન પ્રીતિ મધુરતા સ્વાદે, અમૃત દીધ ઉવારી રે. વા૦ ૨ એક વાર જે વચન નિવાહી, દેતા જે કરતાળી રે, તોરણથી ચાલ્યા રથ વાળી, એ શી પ્રીતિ સંભાળી ? રે.વા. ૩ લેક કહે જે પ્રીત ન પાળી, એ સાચી પ્રીત નિહાળી રે, મેહવિભાવઉપાધિથી ટાળી,આત્મ સમાધિ દેખાળી રે. વા. ૪ અષ્ટ ભ લગી નેહ નિવાહ્યો, નવમે ભવ પલટાય રે, ગુણ રાગે હે રાગ ઉપાયે, પરમ તત્વ નિપજાયે રે. વી. ૫ રસપી રસ લેહને વેધે, કંચનતા પ્રગટાવે રે, નેમ પ્રેમ રસ વેધી રાજુલ,ભવ ભય વ્યાધિ મિટાવે રે. વા૬ સાચી પ્રીત રાજીમતી રાખી, અવિહડ રંગ સદાઈ રે,
દેવચંદ્ર આણું તપ સંયમ, કરતાં સિદ્ધિ નિપાઈ રે. વા૦ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52