Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ પ્રાસ્તાવિક ૧૯૧૮ સુધી અપભ્રંશ સાહિત્ય ખાસ પ્રકાશમાં આવ્યું ન હોવાથી ત્યાં સુધી માત્ર વ્યાકરણવિષયક અને ભાષાદષ્ટિએ માહિતી આપવા પૂરતા જ પ્રયત્ન થયા હતા. એ પછી હસ્તપ્રતની યાદીઓનું અને મહત્ત્વની કૃતિઓનું સંપાદન વધતી ઝડપે થવા લાગ્યું, અને ભાષા તથા સાહિત્યની દૃષ્ટિએ પણ અધ્યયન વિસ્તૃત અને સૂક્ષ્મ બનતું ગયું. અપભ્રંશસંબંધી પ્રાચીન વ્યાકરણના સંપાદન વગેરેના વિષયમાં હેલે, પિશેલ, પંડિત, ગ્રિઅન, ત્રિવેદી, ગુલેરી, દેસાઈ, વૈદ્ય, નીતી-દોત્રી, ઘેષ વગેરેએ; વ્યાકરણના વિષયમાં પિશેલ, યાકોબી, આડેફ, એજન, ગ્રે, તગારે, નીતી-દેત્રી, સેન, ભાયાણી, સ્વાત્સશીટ, વ્યાસ વગેરેએ ભાષાસ્વરૂપની દૃષ્ટિએ હેલે, ભાંડારકર, બીમ્સ, ગ્રિઅન, બ્લેખ, ટર્નર, તેસ્સિરી, ચેટ, ટર્નર, નરસિંહરાવ, દેશી વગેરેએ; શબ્દકોશના વિષયમાં પિશેલ, ખુલર, બેનજી, રામનુજસ્વામી, શેઠ, એજન, આપ્ટે, યાકેબી, ભાયાણી વગેરેએ; સાહિત્યકૃતિઓના સંપાદનના વિષયમાં પંડિત, યાકોબી, શહીદુલ્લા, મોદી, ગાંધી, શાસ્ત્રી, આસ્ટેફ, શેષ, વેલણકર, જૈન, વૈદ્ય, ઉપાધે, જિનવિજયજી, સાંકૃત્યાયન, ભાયાણી, શાહ વગેરેએ; સાહિત્યને લગતી માહિતી, ઇતિહાસ અને ઇતર ચર્ચાનો વિષયમાં દલાલ, યાકેબી, ગાંધી, પ્રેમી, ગુણે, આસ્ટેફ, જૈન, દેસાઈ, જિનવિજયજી, શાસ્ત્રી, ભાયાણી, કાછડ, ઘોષાલ, કાત્રે, દ ત્રીસ વગેરેએ કામ કર્યું છે. અપભ્રંશના પ્રાચીન વ્યાકરણસાહિત્યમાંથી જે છૂટકટક આપણી પાસે જળવાઈ રહ્યું છે, તેમાં હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમ' વ્યાકરણને અપભ્રંશ વિભાગ સૌથી વધુ વિસ્તૃત અને મહત્ત્વ છે, ગુજરાતી, હિંદી વગેરેના ઉદ્દગમની દષ્ટિએ જેમ તેનું ઘણું મૂલ્ય છે, તેમ તેમાં આપવામાં આવેલાં ઉદાહરણ પદ્યોની સાહિત્યિક ગુણવત્તા પણ જેવી તેવી નથી. હેમચંદ્રાચાર્યના વ્યાકરણના અપભ્રંશવિભાગ (કે ખાલી ઉદાહરણ)નું, અલગ સ્વરૂપે કે પ્રાકૃતવિભાગ સાથે, ઉદયસૌભાગ્યગણિએ સંસ્કૃતમાં, પિશેલે જમનમાં, વૈદ્ય અંગ્રેજીમાં, ગુલોરીએ હિન્દીમાં અને મો. ૬. દેસાઈ, હી. ૨. કાપડિયા, કે. કા. શાસ્ત્રી તથા જ. પટેલ અને હ. બૂચે ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે. કેટલાક પદ્યને અર્થ ચર્ચાતા કે ઘટાવતા છૂટક પ્રયાસ પણ આÖોફ, બેચરદાસ, દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 278