Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ભૂમિકા વયંભૂદેવ ઉપર્યુક્ત પ્રાચીન કવિઓમાંથી કોઈની કૃતિ ઉપલબ્ધ ન હોવાથી કવિરાજ -સ્વયં ભૂદેવ (ઈસવી નવમી શતાબ્દી)નાં મહાકાવ્યો એ સંધિબંધ વિશેની માહિતી માટે આપણે પ્રાચીનતમ આધાર છે. ચતુર્મુખ, સ્વયંભૂ અને પુષ્પદંત ત્રણે અપભ્રંશના પ્રથમ પંક્તિના કવિઓ છે, અને તેમાંયે પહેલું સ્થાન સ્વયંભૂને આ પવા પણ કોઈ પ્રેરાય. કાવ્યપ્રવૃત્તિ સ્વયંભૂની કુળપરંપરામાં જ હતી. તેણે નાસિક અને ખાનદેશની સમીપના પ્રદેશમાં જુદાજુદા જૈન શ્રેષ્ઠીઓના આયે રહી કાવ્યરચના કરી હોવાનું જણાય છે. સ્વયંભૂ યાપિનીયનામક જૈન પંથને હેય એ ઘણું સંભવિત છે. એ પંથને તેના સમય આસપાસ ઉક્ત પ્રદેશમાં ઘણા પ્રચાર હતે. સ્વયંભૂની માત્ર ત્રણ કૃતિઓ જળવાઈ રહી છેઃ ૧૩મા૩િ અને રિનિવરિ નામે બે પૌરાણિક મહાકાવ્ય અને સ્વમૂછનર નામને પ્રાકૃત અને અપભ્રંશ છંદોને લગત ગ્રંથ. पउमरिय ઘ૩મણિ (સં. પwવરિત) એ રામાયાપુરાણ એવા બીજા નામે પણ જાણીતું છે. એમાં પદ્મ એટલે રામના ચરિત પર મહાકાવ્ય રચવાની સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યની પરંપરાને સ્વયંભૂ અનુસરે છે. 13મન્વરિત માં રજૂ થયેલું રામકથાનું જૈન સ્વરૂપ વાલમીકિ રામાયણમાં મળતા બ્રાહ્મણ પરંપરા પ્રમાણેના સ્વરૂપથી પ્રેરિત હોવા છતાં તે તેનાથી અનેક અગત્યની બાબતમાં જુદુ પડે છે. સ્વયંભૂરામાયણને વિસ્તાર પુરાણની સ્પર્ધા કરે તેટલો છે. તે વિકાર (સં. વિચાર), ૩s#ા (સં. અયોદવા), સુંદર, ગુજ્ઞ (સં. યુદ્ધ) અને ઉત્તર એમ પાંચ કાંડમાં વિભક્ત છે. આ દરેક કાંડ મર્યાદિત સંખ્યાના “સંધિ' નામના ખંડોમાં વહેચાયેલું છે. પાંચે કાંડના બધા મળીને નેવું સંધિ છે. આ દરેક સંધિ પણ બારથી વીસ જેટલા “કડવક નામનાં નાનાં સુગ્રથિત એકમોને બનેલ છે. આ કડવક ( =પ્રાચીન ગુજરાતી સાહિત્યનું “કડવું') નામ ધરાવતો પદ્યપરિચ્છેદ અપભ્રંશની અને અર્વાચીન ભારતીય-આર્થના પૂર્વકાલીન સાહિત્યની વિશિષ્ટતા છે. ૨. માધ્યમિક ભારતીય-આર્ય છંદે માટે એક પ્ર ચીન અને પ્રમાણભૂત સાધન લેબની તેની અગત્ય ઉપરાંત દામૂછન્દ્રનું મહ વ તેમાં અપાયેલાં પૂર્વકાલીન પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યનાં ટાંચણેને અંગે છે. આથી આપણને એ સાહિત્યની લત સમૃદ્ધિને સ રે ખ્યાલ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 278