Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અપભ્રા વ્યાકરણ
ચતિકાવ્ય
પુષ્પદન્તનાં બીજાં એ કાવ્ય, નયકુમારિય (સ.. નાળમારિત) અને નસફરિય (માં, યશોધરરિત) પરથી જોઈ શકાય છે કે વિશાળ પૌરાણિક વિષયા ઉપરાંત જૈન પુરાણ, અનુશ્રુતિ કે પર ંપરાગત ઋતિહાસની પ્રસિદ્ધ વ્યક્તિઓનાં મેધક જીવનચરિત આપવા માટે પણ સધિબંધ વપરાતા. વિસ્તાર અને નિરૂપણની દૃષ્ટિએ આ ચરિતકાવ્ય કે થાકાવ્યા સંસ્કૃત મહાકાવ્યોની પ્રતિકૃતિ જેવાં ગાય. આમાં પણ પુષ્પદન્ત પાસે કેટલાંક પૂર્વ'દૃષ્ટાંત હાવાં જોઈએ. અછડતા ઉલ્લેખ પરથી આપણે પુષ્પદન્તની પહેલાંના એછામાં ઓછાં એ ચરિતકાવ્યેના નામ જાણીએ છીએ એક તે સ્વયંભૂકૃત સુદ્યય અને બીજું તેના પુત્ર ત્રિભુવનકૃત ૫ ચમીરરિય. ગાયમાત્તરિય નવ સંધિમાં તેના નાયક નાગકુમાર( જૈન પુરાણક્યા પ્રમાણે ચાવીશ કામદેવમાં એકનાં પરાક્રમા વણુવે છે અને સાથે તે ફ્રાગણુ શુદ્ધિ પાંચમને દિવસે શ્રીપ ંચમીનું વ્રત કરવાથી થતી ફળપ્રાપ્તિનું ઉદાહરણ પૂરું પાડે છે.
=
પુષ્પદન્તનું ત્રીજુ કાળ્યે જ્ઞસહષરિય ચાર સંધિમાં ઉજ્જયિનીના રાજા ચશેાધરની કથા આપે છે અને તે દ્વારા પ્રાણિવધના પાપનાં કડવાં ફળે! ઉદાહત કરે છે. પુષ્પદંતની પહેલાં અને પછી આ જ સ્થાનકને ગૂ થતી પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને અર્વાચીન ભાષાએમાં મળતી અનેક રચનાએ એ વિષય જેમાં અતિશય લાકપ્રિય હોવાની સૂચક છે.
પુષ્પદ તનું પ્રશિષ્ટ કાવ્યરીતિ પરનું પ્રભુત્વ, અપભ્રંશ ભાષામાં અનન્ય પાર'ગતતા, તેમ જ બહુમુખી પાંડિત્ય તેને ભારતના કવિઓમાં માનવંતુ સ્થાન અાવે છે. એક સ્થળે કાવ્યના પોતાના આદર્શોના આછે ખ્યાલ આપતાં તે કહે છે કે ઉત્તમ કાવ્ય શબ્દ અને અર્થના અલંકારથી તથા લીલાયુક્ત પદાવલિથી મંડિત, રસભાવનિરંતર, અથની ચારુતાવાળું, સર્વ વિઘાકલાથી સમૃદ્ધ, વ્યાકરણુ અને છેદી પુષ્ટ અને આગમથી પ્રેરિત હાવુ જોઈએ, ઉચ્ચ કૅટિનું અપભ્રંશ સાહિત્ય આ આદના સાક્ષાત્કાર કરવામાં પ્રયત્નશીલ રહ્યુ છે, પણ તેમાં સૌથી વધુ સફ્ળતા પુષ્પદન્તને મળી છે એમ કહેવામાં કશી અત્યુતિ નથી.
પુષ્પદંત પછીનાં ચરિતકાવ્ય
પુષ્પદન્ત પછી આપણને સંધિબદ્ધ ચરિતકાવ્યા કે કથાકાવ્યેાના પુષ્કળ નમૂના મળે છે. પણ તેમાંના બણાંખરા હજી માત્ર હસ્તપ્રતરૂપે જ રહ્યાં છે. જે કાંઈ થેાડાં પ્રકાશિત થયાં છે, તેમાં સૌથી મહત્વની ધનપાલકૃત મત્તિ દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org