Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ભૂમિકા
કૃતિઓ રચાયેલી પણ અપભ્રંશમાં પહેલવહેલાં એ વિષયનું મહાકાવ્ય બનાવનાર પુષદન્ત હેવાનું જણાય છે. મહાપુરાણ કે તિરસ્ટમહાપુરિસપુર (સં. ત્રિષ્ટિ મહાપુરુષ[ળાસર) નામ ધરાવતી તેની એ મહાકૃતિમાં ૧૦૨ સંધિ છે, જેમાંથી પહેલા સાડત્રીસ સંધિ આદિપુરાણને અને બાકીના ઉત્તપુરાણને ફાળે જાય છે.
પુષ્પદન્ત કથાનક પુર જિનમેન-ગુણભદ્રકૃત સંસ્કૃત ત્રિષષિટપ્રદાપુરુષIntaging (ઈ. સ. ૮૮૮માં સમાપ્ત)ને અને કવિ પરમેષ્ઠીની લુપ્ત કૃતિને આધાર લીધે જણાય છે આ વિષયમાં પણ પ્રસંગે અને વિગતે સહિત કથાનકોનું સમગ્ર કલેવર પરંપરાથી રૂઢ થયેલું હતું, એટલે નિરૂપણમાં નાવિન્ય અને ચારુતા લાવવા કવિને માત્ર પિતાની વર્ણનની અને શૈલી સજાવટની શક્તિઓ પર જ આધાર રાખવાને રહેતે વિષયે કથાનાત્મક સ્વરૂપના ને પૌરાણિક હોવા છતાં જૈન અપભ્રંશ કવિઓ તેમના નિરૂપણમાં પ્રશિષ્ટ સંસ્કૃતના આલંકારિક મહાકાવ્યની પર પરા અપનાવે છે અને આછાપતળા કથાનકકલેવરને, અલંકાર, છંદ અને પાંડિત્યના ઠઠેરાથી ચઢાવે બતાવે છે તેનું એક કારણ એ પણ છે. રિટ્ટોનિચરિયમાં સ્વયંભૂ આપણને સ્પષ્ટ કહે છે કે કાવ્યરચના કરવા માટે તેને વ્યાકરણ ઈ દીધું, રસ ભરતે, વિસ્તાર વ્યાસે. છંદ પિંગલે, અલંકાર ભામહ અને દંડીએ, અક્ષરડ બર બાણે, નિપુણત્વ શ્રીહર્ષ અને છણી દ્વિપદી ને વકથી મંડિત પદ્ધડિકા ચતુમુખે આપ્યાં. પુષ્પદન્ત પણ પરોક્ષ રીતે આવું કહે છે, વિદ્યાનાં બીજાં કેટલાંક ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવાં શેડાંક નામ ઉમેરે છે અને એવી ઘેષણ કરે છે કે પિતાના મહાપુરામાં પ્રાકૃતલક્ષણે, સકલ નીતિ, છંદભંગી, અલંકારે, વિવિધ રસો તથા તસ્વાર્થને નિર્ણય મળશે સંસ્કૃત મહાકાવ્યોને આદર્શ સામે રાખી તેની પ્રેરણાથી રચાયેલાં અપભ્રંશ મહાકાવ્યોનું સાચું બળ વસ્તુના વૈચિય કે સંવિધાન કરતાં વિશેષ તે તેના વર્ણન કે નિરૂપણમાં રહેલું છે.
સ્વયંભૂની તુલનામાં પુપદત અલંકારની સમૃદ્ધિ, છ દેવૈવિધ્ય અને પત્તિ ઉપર વિશેષ આધાર રાખે છે. છ દે ભેદની વિપુલતા તથા સંધિ અને કડવકની દીઘતા પુષ્પદન્તના સમય સુધીમાં સંધિસંબંધનું સ્વરૂપ કાંઈક વધુ સંકુલ થયું હોવાની સૂચક છે. મહાપુરાનના ચેથા, બારમા, સત્તરમાં, બેંતાળીસમા, બાવનમા ઇત્યાદિ સંધિઓના કેટલાક અંશે પુષ્પદાની અસામાન્ય કવિત્વશક્તિનાં ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંકી શકાય. મહાપુરાણના ૬૯થી ૭૯ સંધિમાં રામાયણની સ્થાને સંક્ષેપ અપાવે છે, ૮૧થી ૨ સંધિ જૈન હરિવંશ આપે છે. જ્યારે અંતિમ અંશમાં ગ્રેવીશમાં તથા વીસમા તીર્થંકર પાશ્વ અને મહાવીરનાં ચરિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org