Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
અપભ્રંશ વ્યાકરણ
છે : ધવલે (ઈસવી અગીઆરમી શતાબ્દી પહેલાં ૧૨૨ સંધિમાં રિવ્રપુરાન રચ્યું. ઉપયુક્ત યશકીર્તિ ભટ્ટારકે ૩૪ સંધિમાં giદુપુરાણ (સં. પાંડુપુરા) (ઈ. સ. ૧પર ૩) તથા તેના સમકાલીન પંડિત રધુ અપરનામ સિંહસેને ૧૧ સંધિમાં રામાયણ વિષયક વદપુરાણ (સં. રામપુરા) તેમ જ વિનારિય (સં. નેમિનાથવરિત) રચ્યાં. એ જ સમય લગભગ શ્રુતકીર્તિએ ૪૦ સંધિમાં ) હરિવંતપુરાણ સં. હરિવરપુરા) (ઈ. સ. ૧૫૫૧) પુરૂ કર્યું. આ કૃતિઓ સ્વયંભૂ પછી સાત સો જેટલાં વરસે પણ રામાયણ અને હરિવંશના વિષયોની જીવતા જૈન પરંપરા અને કપ્રિયતાના પુરાવારૂપ છે.
પુષ્પદંત પુષ્પદન્ત (અપ. પુણવંત) અપરના મમ્મય (ઈ. સ. ૯પ૭ ૯૭રમાં વિદ્યમાનની કૃતિઓમાંથી આપણને સંધિબંધમાં ગૂંથાતા બીજા બે પ્રકારની જાણ થાય છે. પુષ્પદંતનાં માતાપિતા બ્રાહ્મણ હતાં. તેમણે પાછળથી દિગંબર જૈન ધર્મ સ્વીકારેલે. પુષ્પદંતનાં ત્રણેય અપભ્રંશ કાવ્યની રચના માન્યખેટ ( = હાલના આંધ્રપ્રદેશમાં આવેલું માલ ખેડ)માં રાજ્ય કરતા રાષ્ટ્રફિટ રાજા કૃષ્ણ ત્રીજા (ઈ. સ. ૯૩૯-૯૬૮) અને દિગદેવ (ઈ. સ. ૯૬૮-૯૭૨)ના પ્રધાને અનુક્રમે ભરત અને તેના પુત્ર નન્નના આશ્રય નીચે થઈ હતી. સ્વયંભૂ અને તેને પુરેગામીઓએ રામ અને કૃષ્ણપાંડવનાં કથાનકને ઠીકઠીક કસ કાઢવ્યો હતો. પુષ્પદન્તની કવિપ્રતિભાએ જેને પુરાણકથાના જુદા–અને વિશાળતર–પ્રદેશોમાં વિહરવાનું પસંદ કર્યું. જૈન પૌરાણિક માન્યતા પ્રમાણે પૂર્વાના સમયમાં ત્રેસઠ મહાપુરુષો (કે શલાકા પુરુષા) થઈ ગયા. તેમાં વીશ તીર્થકર, બાર ચક્રવતી, નવ વાસુદેવ (=અર્ધચક્રવતી) નવ બલદેવ (તે તે વાસુદેવના ભાઈ) અને નવ પ્રતિવાસુદેવ (એટલે કે તે તે વાસુદેવના વિરોધીને સમાવેશ થાય છે. લક્ષ્મણ, પદ્મ (= રામ). અને રાવણ એ આઠમા બલદેવ, વાસુદેવ ને પ્રતિવાસુદેવ, તથા કૃષ્ણ, બલભદ્ર અને અને જરાસંધ એ નવમાં ગણાય છે. આ ગેસઠ મહાપુરુષોને જીવનવૃત્તાંત આપતી રચનાઓ “મહાપુરાણ” અથવા “ત્રિષ્ટિમહાપુરુષા કે શલાકા પુરુષ–ચરિત'ને નામે ઓળખાય છે. આમાં પહેલા તીર્થકર ઋષભ અને પહેલા ચક્રવતી ભરતનાં ચરિતને વર્ણવતો આરંભને અંશ “આદિપુરાણ, અને બાકીના મહાપુરુષોનાં ચરિતવાળો અંશ “ઉત્તરપુરાણું કહેવાય છે.
મહાપુરાણ પુષ્પદન્ત પહેલાં પણ આ વિષય પર સંસ્કૃત અને પ્રાકૃતમાં કેટલીક પઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org