Book Title: Apbhramsa Vyakarana Gujarati
Author(s): H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ ઉપક્રમ શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલ પ્રાકૃત વ્યાકરણ (સિદ્ધહેમચન્દ્ર-શબ્દાનુશાસનને આઠમો અધ્યાય) ગત “અપભ્રંશ વ્યાકરણ” તે ગુજરાતી વગેરના ઐતિહાસિક અધ્યયન અને વિકાસની દૃષ્ટિએ તથા અપભ્રંશ કા વગેરે રૂ૫ સાહિત્યના અધ્યયનમાં ઘણું ઉપયોગી છે. સંસ્કૃત અને પ્રાકૃતની સરખામણીમાં અપભ્રંશનું અધ્યયન કરનારો વર્ગ ઘણે વિરલ છે, અને અપભ્રંશ કિલષ્ટ તથા ન સમજાય તેવું–આવી ધારણા સામાન્ય અભ્યાસી વર્ગમાં ઘણી વાર જોવા મળે છે. આ સ્થિતિમાં, આ ધારણું બ્રાન્ત છે અને અસ્થાને છે તેવું પુરવાર કરે તે એક મજાને ગ્રંથ પ્રકાશિત કરતાં અમને ઘણો આનંદ થાય છે. આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ઈ. ૧૯૬૦માં ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ તરફથી પ્રગટ થઈ, ત્યારે પ્રાકથન'માં તે સભાને માનાર્હ મંત્રી શ્રી જતીન્દ્ર હ. દવેએ નૈધેલી વાતનું પુનરાવર્તન અહીં ઉચિત ગણાશે: પ્રાચીન સાહિત્ય ને ભાષાશાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી ભાયાણીએ ખૂબ પરિશ્રમ લઈ વિદ્યાર્થીઓને તેમજ ઇતર અભ્યાસીઓને ઉપયોગી બને એ દષ્ટિએ આ પુસ્તક તૈયાર કરી આપ્યું છે. ખાસ કરીને ભૂમિકામાં આપેલી અપભ્રંશ સાહિત્ય અને ભાષા વિશેની મૂલ્યવાન સામગ્રી આટલા વ્યવસ્થિત રૂપમાં ગુજરાતીમાં પહેલી જ વાર અપાઈ છે.” ઘણા સમયથી સાવ અપ્રાપ્ય બનેલા આ અભ્યાસગ્રંથનું આ સંવધિત ત્રીજુ સંસ્કરણ છે. આનું મુદ્રણ કરવાની સંમતિ આપવા બદલ હૈં. હરિવલ્લભ ભાયાણુના અમે અત્યંત આભારી છીએ. આ ગ્રંથના મુદ્રણની જવાબદારી, ડૉ. ભાયાણીની દૃષ્ટિ હેઠળ શ્રી હરજીભાઈ પટેલે (ક્રિશ્ના પ્રિન્ટરી) સંભાળી છે, તે બદલ તેમના પણ અમે આભારી છીએ. આ ગ્રંથનો લાભ અભ્યાસીઓ વધુ ને વધુ લે તેવી શુભેચ્છા, તેમ જ આવાં ઉત્તમ પ્રકાશને કરવાનો લાભ અમારી સંસ્થાને વારંવાર મળતો રહે તેવી ભાવના. લિ. તા. ૨૮-૮-૯૩ અમદાવાદ કલિકાલ સવજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિને ટ્રસ્ટીગણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 278