Book Title: Anuyogdwar Sutra Part 02 Author(s): Kanhaiyalal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 7
________________ દીપથી દીપ જલે યાને બાટવીયા કુટુંબની જીવનઝરમર કઈ પણ કુટુંબ કે સંપ્રદાયમાં નિહાળતાં તુરત જ સ્વાભાવિક રીતે આપણી દ્રષ્ટિ કુટુંબ કે સંપ્રદાયના વડા તરફ દેડી જાય છે તે વ્યક્તિનું ચારિત્ર, જ્ઞાન વિગેરે આખા કુટુંબપિ તરુવરના મૂળરૂપ હોય છે આ બાટવિયા કુટુંબની આટલી ધર્મ પરાયણ વૃત્તિ જોતાં તુરત જ તે કુટુંબના વડાના વ્યક્તિત્વને જાણવા આપણું મન ઉસુક બની જાય છે. તે કુટુંબના વ વડે છે, શ્રી ગિરધરભાઈ તએનું તથા તેમનાં કુટુંબીજનેના જીવન વિષે કંઈક જાણીએ. ખાખિજાળીયા નામનું નાનકડું ગામ તે સૌરાષ્ટ્રમાં આવેલી એક સુંદર મજ નદીને કિનારે આવેલું છે ત્યાં બાટવિયા કુટુંબ ધાર્મિક પ્રવૃત્તિમાં ખુબ જ આગળ પડતું છે. તે કુટુંબમાં સંવત ૧૯૪૦ માં શ્રી ગિરધરભાઈને જન્મ થયા. તેઓ શ્રી શિવકાળથી જ ધર્મના રંગે રંગાયેલા હતા આ ગામના લોકો તેમના સદ્વર્તનને અને ધર્મપરાયણ જીવનને જોઈ અને જાણી શક્યા હતા. ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારના જ્ઞાને તેમના જીવનમાં સુંદર સમન્વય સાધ્યું હતું, તેઓ શ્રી સાધનસંપન્ન હોવા છતાં પિતાનું શેષ જીવન ઘણુ સાદાઈથી અને ધાર્મિક કાર્યોમાં વ્યતીત કરી રહ્યા છે. શ્રાવકના બારે વ્રતના પાલનથી તેમના આત્માની ઉજજવલ પ્રગતિ થઈ રહી છે. તેઓશ્રી કહે છે કે, દુનિયાની વ્યથાઓ કયાં કમ છે? ઈચ્છાને વધારે શા માટે મન હાય! ન જાણે વહેરે છે, એ સાપને ભારે શા માટે તેઓ આરંભ સમારંભથી ઘણું જ ડરતા રહ્યા છે, અને આજે પણ રહે છે. છતાં પણ એ તો સવાભાવિક છે કે સાંસારિક જીવન જીવતા હોવાથી અમુક દે તે થાય અને તે દેશના નિવારણાર્થે તેઓ બંને સમય પ્રતિક્રમણ કરે છે. અને ૮૫ વર્ષની વૃદ્ધવયે પણ આયંબિલ અને ઉપવાસ જેવી તપશ્ચર્યા કરીને કર્મોને બાળવા તપની ભદ્દી પ્રગટાવે છે. વળી અન્ન-વસ્ત્ર તથા દિશાઓની મર્યાદા બાંધીને તેમના વ્યક્તિત્વને વધારે ઉચ્ચ અને આદર્શ બનાવી રહેલ છે. આ રીતે તેમનામાં તપ અને ત્યાગને નિષિ અખૂટ અને અદભૂત છે હાલમાં શ્રી ગિરધરભાઈ તેમના પુત્રો અને પૌત્રો સાથે બહાળા કુટુંબમાં તેમનું જીવન વ્યતીત કરી રહ્યા છે. તેમનું આવું ઉચ્ચતમ જીવન બંગલરમાં ઘણા જ લોકોના ઉદ્ધાર માટે પ્રેરણાદાયી બન્યું છે. તેમના સુપુત્ર શ્રી અમીચંદભાઈ પણ પિતાની માફક શ્રાવક ધર્મથી રંગાયેલા છે. તેઓશ્રી ખરેખર જાણે છે કે, ધમ સિવાય આપણી સાથે કંઈ આવવાનું નથી આથી તેમનું આચરણ પણ એ પ્રકારનું છે. તેઓશ્રી પોતાના વિશાળ ધંધામાંથી સારે સમય કાઢીને ઘણાજ ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યો કરી રહેલ છે. તેમના ધર્મપત્ની અ.સૌ. વ્રજવર બહેન ઘણુંજ ધર્મિષ્ટ તેમજ શાંત અને સરળ સ્વભાવી છે. તેઓ પણ પોતાનું જીવન સાદાઈથી વ્યતીત કરી રહ્યા છે. શ્રી અમીચંદભાઈને ત્રણ પુત્રને અને એક પુત્રીરત્ન પ્રાપ્ત થયેલાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 295