Book Title: Anchalgacchiya Lekh Sangraha Author(s): Parshva Publisher: Anantnath Maharaj Jain Derasar View full book textPage 8
________________ છ પ્રકાશકનું નિવેદન છત્ર “શ્રી અંચલગચ્છીય લેખ સંગ્રહ” નામનું પુસ્તક પ્રસિદ્ધ કરતાં અમને અતિ હર્ષ થાય છે. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી નેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી મુલુન્ડના શ્રી અંચલગચ્છીય સંઘ તરફથી “શ્રી અંચલગચ્છ દિગદર્શન” નામને ગ્રંથ આ પુસ્તકના સંશોધક અને સંપાદક શ્રી “પાર્થ” લખી રહ્યા છે, જેની છપાનારી ૧૫૦૦ પ્રતેમાંથી ૨૫૦ પ્રતે શ્રી અનંતનાથજી મહારાજના ટ્રસ્ટ તરફથી ખરીદવાને નિર્ણય પણ કરવામાં આવ્યું છે. શ્રી અંચલગચ્છના પૂર્વાચાર્યોના સદુપદેશથી અંચલગચ્છના શ્રાવકે એ જે જે જિનબિંબ, પંચતીર્થીઓ, ચોવીશ ઘટ્ટાઓ ભરાવ્યા છે, પ્રતિષ્ઠિત કર્યા છે અગર જિનમંદિરે તેમજ ઉપાશ્રયે બંધાવ્યા છે તેની યાદી તૈયાર કરીને પુસ્તકરૂપે એક ગ્રંથ તૈયાર કરવામાં આવે તે ભૂતકાળમાં અન્ય ગચ્છના આચાર્યોની હરોળમાં અંચલગચ્છના પૂર્વાચાર્યોએ પણ શાસનની સેવામાં ભવ્ય ફાળો આપ્યો છે એની જાણ વર્તમાન અને ભાવી સમાજને કરવા સારૂં તેવા ઉપલબ્ધ શિલાલેખેની યાદી તૈયાર કરીને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવી જોઈએ એવી પૂજ્ય આચાર્યદેવની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા શ્રી “પાર્શ્વ અથાગ શ્રમ ઉઠાવી ખૂબ સંશોધન કરીને એવા લેખે એકઠા કર્યા અને તેને સંગ્રહ શ્રી અનંતનાથજી મહારાજના દહેરાસરજી તરફથી પ્રસિદ્ધ થાય તે તે આવકારદાયક ગણાય એવી પૂજ્ય આચાર્યદેવની ઈચ્છા હોવાથી અમે “શ્રી અંચલગર્ણય લેખ સંગ્રહ” પુસ્તક પ્રસિદ્ધ કરીને શ્રી સંઘ સમક્ષ રજૂ કરીએ છીએ. શ્રી અંચલગચ્છ (વિધિ પક્ષ ગ૭) ની સ્થાપના યુગપ્રધાન પૂજ્ય આચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજ સાહેબે સંવત ૧૧૬૯ માં કર્યા બાદ અંચલગચ્છને પ્રથમ ઉલેખ સંવત ૧૩૮૫ ના વર્ષને ખંભાતના શ્રી શાંતિનાથજી જિનાલયના પ્રતિમાજી નીચેને છે (લેખ નં. ૨). ત્યારબાદ સંવત ૧૯૨૧ સુધીના સમય દરમ્યાન સેંકડો જિનબિંબ અંગેના લેખને ઉલલેખ જોવામાં આવે છે. ત્યારબાદ શ્રી અંચલગચ્છ મુનિમંડળ અગ્રેસર પૂજ્ય દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની સંખ્યાબંધ પ્રતિમાજીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, પણ પાષાણમય જિનબિંબે વિશેષ પ્રમાણુમાં ખાસ કેઈએ ભરાવ્યા નથી. જ્ઞાતિબંધુ શ્રી જેઠાભાઈ નેણશી દેવશીએ એક પાષાણમય જિનબિંબ ભરાવ્યા હતા, જેની પ્રતિષ્ઠાવિધિ સંવત ૨૦૧૩ માં શ્રી પાવાપુરી મઘેનPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 170