Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 68
________________ ૨૫/-/૬/૯૦૧ ૧૨૧ • વિવેચન-૯૦૧ : પ્રજ્ઞાપના દ્વાર કહે છે – નિયંત્ર - બાહ્ય, અાંતર ગ્રંથી રહિત તે નિર્ગુન્ય અર્થાત્ સાધુ. આ બધાંએ સર્વવિતી સ્વીકારી હોવા છતાં વિચિત્ર ચાસ્ત્રિ મોહનીય કર્મ ક્ષયોપશમથી નિર્ઝન્સના આ ભેદો જાણવા. પુત્તાવ - પુલાક, નિસ્સાર ધાન્તકણ, સંયમ સારની અપેક્ષાએ નિસ્સાર એવા તે પુલાક. તે સંયમવાળા હોવા છતાં નાના દોષથી તેને અસાર કરે છે, માટે પુલાક કહેવાય છે. - - - - વડÇ - બકુશ-શબલ કે કર્બુર. બકુશ સંયમના યોગથી બકુશ. - ધુલીન - જેનું શીલ-ચાત્રિ કુત્સિત છે તે. - - - નિયંક - મોહનીયકર્મ નામક ગ્રંથીથી નીકળેલ તે. નિર્પ્રન્ગ. - સિળાત્ - ઘાતિકર્મ લક્ષણ પટલના ક્ષાલન (ધોવા)થી સ્નાત (ન્હાયેલ). તેમાં પુલાના બે ભેદ – (૧) લબ્ધિપુલાક, લબ્ધિ વિશેષવાળા. કહ્યું છે કે – સંઘ આદિના કાર્યમાં જેનાથી ચક્રવર્તીનો પણ ચૂરો કરી નાંખે તેવી લબ્ધિથી યુક્ત તે લબ્ધિપુલાક જાણવો. બીજા કહે છે કે – આસેવનાથી જે જ્ઞાનપુલાક છે, તેને આવી લબ્ધિ હોય, તે જ લબ્ધિપુલાક છે, બીજો કોઈ નહીં. આસેવન પુલાકને આશ્રીને કહે છે – [તે પાંચ ભેદે છે, તે આ −] (૧) જ્ઞાનપુલાક - જ્ઞાનને આશ્રીને પુલાક - તેની અસારતા કરનાર, વિરાધક તે. એ રીતે દર્શનપુલાક જાણવો. કહ્યું છે કે – સ્ખલિતાદિ દૂષણથી જ્ઞાન, શંકાદિ વડે સમ્યક્ત્વ, મૂલોતગુણની વિરાધનાથી ચાસ્ત્રિ, કારણ વિના અન્યલિંગને ધારણ કરે તે લિંગપુલાક, અકલ્પિત દોષોને મનથી સેવે તે યથાસૂક્ષ્મ. ચલુસ - બે પ્રકારે - ઉપકરણથી અને શરીરથી. તેમાં વસ્ત્ર, પત્ર આદિ ઉપકરણ વિભૂષામાં વર્તવાના સ્વભાવવાળો તે ઉપકરણ બકુશ અને હાથ, પગ, નખ, મુખાદિ શરીરના અવયવની વિભૂષામાં વર્તે તે શરીર બકુશ. તે બે ભેદો હોવા છતાં પાંચ ભેદ પણ છે. તે આ રીતે – - (૧) આભોગ બકુશ - સાધુને માટે આ શરીર, ઉપકરણ વિભૂષા અકૃત્ય છે, એવું જ્ઞાન હોવા છતાં, જે દોષને લગાડે તે. એ રીતે બીજા પણ કહેવા. કહ્યું છે . જાણવા છતાં દોષ લગાડે, તે આભોગ. ન જાણતો હોય તે અનાભોગ. મૂલ ઉત્તર ગુણમાં પ્રગટ દોષ સેવી તે અસંવૃત્ત. અપ્રગટ દોષ સેવી તે સંવૃત્ત હાથ-મુખ ધુએ અને અંજન લગાડે તે ચચાસૂક્ષ્મ બકુશ જાણવો. પ્રતિસેવના કુશીલ - તેમાં સેવના તે સમ્યગ્ આરાધના, તેનો પ્રતિપક્ષ તે પ્રતિસેવના, તે વડે કુશીલ.. કાયકુશીલ - કષાય વડે કુશીલ. જ્ઞાનપ્રતિસેવના કુશીલ - જ્ઞાનની વિરાધનાથી કુશીલ. આ રીતે બીજા-દર્શનાદિ પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કહ્યું છે કે – જ્ઞાનાદિ વડે આજીવિકા કરતા આ જ્ઞાનાદિ કુશીલ થાય છે. યથાસૂક્ષ્મ એટલે - જેમકે - “આ તપસ્વી છે” એમ કોઈ કહે તો પ્રશંસાથી ખુશ થાય તે. જ્ઞાનને આશ્રીને કષાય કુશીલ, તે જ્ઞાનકષાય કુશીલ. એ રીતે બીજા પણ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જાણવા. જે ક્રોધ, માનાદિ વડે જ્ઞાન-દર્શન-લિંગાદિને જોડે છે, તે કષાય વડે જ્ઞાનાદિ કુશીલ થાય છે. જે કષાય વડે શાપ આપે તે ચાસ્ત્રિકુશીલ મનથી ક્રોધાદિ કષાય સેવે તે યથાસૂક્ષ્મકષાય કુશીલ અથવા જે કષાય વડે જ્ઞાનાદિને વિરાધે છે તે જ્ઞાનાદિ કુશીલ જાણવો. ૧૨૨ પ્રથમ સમય નિગ્રન્થાદિ. ઉપશાંત મોહ કે ક્ષીણમોહને છાસ્થ માટે અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાળ, તેમાં પહેલા સમયમાં વર્તતો તે પ્રથમ સમય નિગ્રન્થ, બાકીના અપ્રથમ સમયનિગ્રન્થ. એ રીતે નિર્ણન્યતા કાળે ચરમ સમયમાં વર્તતો ચરમ સમય નિર્પ્રન્ગ. બાકીના અચરમ સમય નિગ્રન્થ. સામાન્ય તે યથાસૂક્ષ્મ, એ પારિભાષિકી સંજ્ઞા છે. અહીં કહ્યું છે કે – અંતર્મુહૂર્ત પ્રમાણ નિર્ણન્યકાળમાં પહેલા સમયે વર્તતો પ્રથમ સમય નિગ્રન્થ, અન્ય કાળે તે અપ્રથમ સમય, તે કાળના છેલ્લા સમયે વર્તતે તે ચરમ સમય, બાકીના તે અચરમ સમય, વિશેષણ રહિત સામાન્ય તે યથા સૂક્ષ્મ. अच्छवी- - અવ્યથક, ચિ - એટલે શરીર, તેના યોગ નિરોધથી જેને શરીર ભાવ નથી, તે અચ્છવિ અથવા ક્ષા - સખેદ વ્યાપાર, તેના અસ્તિત્વથી ક્ષી, તેના નિષેધથી અક્ષપી, અથવા ઘાતિ ચતુષ્ટ્ય ક્ષપણ પછી કે તેના ક્ષપણના અભાવથી અક્ષપી કહેવાય છે. अशबल અતિચાર પંકના અભાવે એકાંત વિશુદ્ધ ચરણ. અમાંશ - ઘાતિકર્મરહિત, સંશુદ્ધજ્ઞાનવર્ણનધર - કેવળજ્ઞાનદર્શનધારી, અહીં અહમ્, જિન, કેવલી એ એકાર્થક ત્રણે શબ્દો, ચોથા સ્નાતક ભેદાર્થને જણાવે છે. અપરિાવ - આશ્રવ, કર્મને બાંધવાના સ્વભાવવાળો તે પરિશ્રાવી, તેના નિષેધ થકી અપરિશ્રાવી - અબંધક, નિરુદ્ધ યોગ. આ પાંચમો સ્નાતક ભેદ છે. જો કે ઉત્તરાધ્યયનમાં “અર્હમ્ જિન કેવલી’' એ પાંચમો ભેદ છે, અપરિશ્રાવી ભેદ ત્યાં કહેલ નથી. આ ભેદો અવસ્થા ભેદને આશ્રીને છે. - ૪ - ૪ - - હવે ઘેર દ્વાર પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલોને ઉપશમ અને ક્ષેપક શ્રેણીના અભાવથી સ્ત્રી વેદ નથી. સ્ત્રીને પુલાક લબ્ધિ ન હોય તથા પુરુષ હોવા છતાં, જે નપુંસક વેદક - ખસી કરવા આદિ કારણે થાય છે, તે પુરુષ-નપુંસક વેદક છે, પણ સ્વરૂપથી નપુંસક વેદક નથી. કષાયકુશીલ, સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક સુધી હોય. તે પ્રમત્ત અપ્રમત્ત પૂર્વકરણમાં સવેદ છે, અનિવૃત્તિ બાદરમાં ઉપશાંત કે ક્ષીણમાં વેદોમાં અવેદ થાય. - x - ઉપશાંત કે ક્ષપક બંને શ્રેણીમાં નિર્ણનૃત્વ ભાવથી ઉપશાંત કે ક્ષીણવેદક હોય છે. ક્ષપક શ્રેણીમાં સ્નાતકત્વના ભાવથી ઉપશાંત વેદક ન હોય, પણ ક્ષીણવેદક હોય છે - હવે રાગદ્વાર કહે છે– - • સૂત્ર-૯૦૨ થી ૯૦૫ : [૨] ભગવન્ ! મુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવું. ભગવન્ ! નિર્પ્રન્ગ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ ન હોય, વીતરાગ હોય. જો વીતરાગ --

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104