Book Title: Agam Satik Part 13 Bhagavati Sutra Gujarati Anuwad 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ ૨૫/-/૬/૯૧૫ થી ૧૮ આશ્રીને સ્વસ્થાન. પુલાકને પુલાક ઈત્યાદિ. તેનો સંનિકર્ષ-સંયોજન. તે સ્વસ્થાન સંનિકર્ષ. ઊન - વિશુદ્ધસંયમ સ્થાન સંબંધીત્વથી વિશુદ્ધતર પર્યવ અપેક્ષાએ અવિશુદ્ધતર સંયમ સ્થાન સંબંધીપણાથી અવિશુદ્ધતર પર્યવો હીન છે, તેના યોગથી સાધુ પણ હીન છે. ૧૩૧ તુલ્ય- તુલ્યશુદ્ધિક ધર્મવ યોગથી તુલ્ય. - - અધિક-વિશુદ્ધતર પર્યવ યોગથી અધિક. અશુદ્ધ સંયમ સ્થાન વર્તીત્વથી કદાચ હીન. એક સંયમ સ્થાનવર્તીત્વથી કદાચ તુલ્ય. વિશુદ્ધતર સંયમ સ્થાનવર્તીતત્વથી કદાચ અધિક અસદ્ભાવ સ્થાપનાથી પુલાકના ઉત્કૃષ્ટ સંયમસ્થાન પર્યવ અગ્ર ૧૦,૦૦૦ છે. તે સર્વ જીવ અનંતક વડે સો પરિમાણતાથી કલ્પિત ભાગથી ભાંગતા ૧૦૦ થાય. ઈત્યાદિ કાલ્પનિક દૃષ્ટાંત જાણવું. - ૪ - ૪ - ૪ - [વૃત્તિકારશ્રીએ અહીં કાલ્પનિક ગણિત દ્વારા અનંતભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાતભાગ હીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, અનંતગુણહીન એ છ સ્થાન પતિતને વિસ્તારથી દર્શાવેલ છે. અમે અહીં તે ગણિત નોંધેલ નથી. જિજ્ઞાસુઓ મૂળ વૃત્તિ દ્વારા જાણી શકે છે. પરસ્થાન સંનિકર્ષ એટલે વિજાતીય યોગને આશ્રીને. પુલાકને વિજાતીય તે બકુશ આદિ. તેમાં પુલાક, બકુશથી હીન છે, કેમકે તેવા પ્રકારની વિશુદ્ધિનો અભાવ છે - - જે પ્રકારે સ્વસ્થાનમાં પુલાકને બીજા પુલાકની અપેક્ષાથી જેમ બતાવ્યો, તેમ કષાયકુશીલ અપેક્ષાએ પણ કહેવું. તેમાં પુલાક, કષાયકુશીલથી હીન પણ હોય, અવિશુદ્ધ સંયમ સ્થાન વૃત્તિત્વથી અથવા સમાન સંયમ સ્થાન વૃત્તિપણાથી તુલ્ય છે. અથવા શુદ્ધતર સંયમ સ્થાન વૃત્તિત્વથી અધિક હોય. જે કારણે પુલાક અને કાયકુશીલના સર્વજઘન્ય સંયમ સ્થાનો છે, તેથી તે બંને યુગપદ અસંખ્યાત થાય છે કેમકે અધ્યવસાનની તુલ્યતા છે. પછી પુલાકને હીન પરિણામત્વથી વ્યવચ્છેદ કરાય છે. પુલાક વ્યવચ્છિન્ન કરાતા કષાયકુશીલ એકેક જ અસંખ્યાત સંયમસ્થાનોમાં શુભતર પરિણામત્વથી જાય છે. પછી કાયકુશીલ-પ્રતિસેવના કુશીલ બકુશ યુગપદ્ અસંખ્યાત સંયમસ્થાન જાય છે. પછી બકુશનો વ્યવચ્છેદ કરાય છે. પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ અસંખ્યાત સંયમ સ્થાનો જતાં પછી પ્રતિસેવના કુશીલનો વ્યવચ્છેદ કરાય છે. કષાયકુશીલ અસંખ્યાત સંયમ સ્થાન જાય છે. પછી તે પણ વ્યવચ્છેદ કરાય છે. પછી નિગ્રન્થ અને સ્નાતક એક સંયમ સ્થાનને પામે છે. પુલાક, નિગ્રન્થથી અનંતગુણહીન છે, માટે બકુશવત્ કહ્યા. પુલાકની બાકીના સાથે વિચારણા કરી, હવે બકુશની વિચારણા કરીએ છીએ – બકુશ, પુલાથી અનંતગુણ અધિક જ વિશુદ્ધ પરિણામત્વથી છે. બકુશો વિચિત્ર પરિણામત્વથી હીન આદિ છે. પ્રતિસેવના અને કષાય કુશીલ બંનેથી પણ હીન આદિ જ છે. નિન્સ-સ્નાતકો કરતાં પણ હીન જ છે. બકુશની વક્તવ્યતા મુજબ પ્રતિસેવના કુશીલને કહેવા. કાયકુશીલ પણ બકુશવત્ કહેવા. કેવલ પુલાકથી બકુશ અધિક ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ જ કહ્યા છે. સકષાયને હીન આદિ પર્ સ્થાનપતિત કહેવા. કેમકે તેના પરિણામની પુલાકની અપેક્ષાએ હીન સમ અધિક સ્વભાવત્વી છે. ૧૩૨ હવે પર્યવ અધિકારથી તેના જ જઘન્યાદિ ભેદોનો પુલાક આદિ સંબંધીના અલ્પત્વાદિ પ્રરૂપવા કહે છે – äિ i૰ આદિ. યોગદ્વારમાં - શૈલેશીકરણમાં અયોગીપણું જાણવું. ઉપયોગદ્વાર સુગમ હોવાથી કંઈ લખેલ નથી. કાયદ્વારમાં - પુલાકના કષાયોના ક્ષયોપશમના અભાવથી સકાયી હોય તેમ કહ્યું. ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણીમાં સંજ્વલન ક્રોધ ઉપશાંત કે ક્ષીણમાં બાકીના ત્રણ કપાય હોય. એ રીતે ‘માન’ ચાલ્યા જતાં બે કષાય, ‘માયા’ ચાલી જતાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં માત્ર એક લોભ જ રહે છે - હવે લેશ્યાદ્વારમાં— - સૂત્ર-૯૧૯,૯૨૦ : [૧૯] ભગવન્ ! પુલાક, સલેશ્મી હોય કે અલેશ્મી ? ગૌતમ ! સàી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્તી હોય તો હે ભગવન્ ! તે કેટલી વેશ્યામાં હોય છે ? ગૌતમ ! ત્રણે વિશુદ્ધ લેશ્યામાં હોય છે તેજોલેશ્યા, પાલેશ્યા અને શુલલેશ્યામાં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ છે. કાકુશીલમાં પ્રગ્ન ? ગૌતમ ! સલેશ્તી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્મી હોય, તો હે ભગવન્ ! તે કેટલી વેશ્યામાં હોય ? ગૌતમ ! છ એ લેશ્યામાં હોય. તે આ - કૃષ્ણલેશ્યા યાવત્ શુકલલેશ્યામાં. ભગવન્ ! નિર્પ્રન્ગ વિશે પ્રશ્ન ? ગૌતમ ! સલેક્ષી હોય, અલેશ્મી નહીં. જો સલેશ્મી હોય, તો હે ભગવન્ ! તે કેટલી લેશ્યામાં હોય? ગૌતમ ! એક જ શુલલેશ્યામાં હોય. - - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સલેશ્ત્રી હોય કે અલેશ્તી હોય. જો સલેશ્તી હોય તો કેટલી લેશ્યામાં હોય ? ગૌતમ ! એક જ પરમશુકલ લેશ્મામાં હોય. - [૨૦] ભગવન્ ! મુલાક, વર્ધમાન પરિણામી હોય, ડ્રીયમાન પરિણામી હોય કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! વર્ધમાન-ટ્રીયમાન-અવસ્થિત ત્રણે પરિણામી હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું. નિર્પ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ ! વર્ધમાન કે અવસ્થિત પરિણામી હોય, હીયમાન પરિણામી નહીં. એ પ્રમાણે સ્નાતક પણ જાણવા, ભગવન્ ! મુલાક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી તમુહૂર્ત. કેટલો કાળ હ્રીયમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત. કેટલો કાળ વસ્થિત પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સાત સમય. એ પ્રમાણે કષાય કુશીલ સુધી જાણવું. ભગવન્ ! નિગ્રન્થ, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય ?

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104