Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 267
________________ આગમ કથાનુયોગ-૫ શ્રેણિક સાથે ભાગી નીકળી, એ રીતે શ્રેણિકના ચેક્ષણા સાથે વિવાહ થયા. છત્યાદિ વૃત્તાંત માટે કથા જુઓ સુજ્યેષ્ઠા) ૦ શ્રેણિકનો પુત્ર કોણિક : (આ પૂર્વે કોણિક રાજા શ્રાવકની કથા વિસ્તારથી લખાયેલી છે. તે કથામાં શ્રેણિક અને કોણિકનું વર્ણન આવી ગયેલ છે. પૂર્વભવે સેનક બાલતપસ્વીએ નિયાણું કરેલ કે હું સુમંગલ રાજાનો ભાવિમાં વધ કરનારો થાઉં. ત્યારપછી સુમંગલ રાજા શ્રેણિક રૂપે જન્મ્યો. નિયાણાના પ્રભાવથી સેનક બાલતપસ્વી શ્રેણિકનો પુત્ર કોણિક થયો. ચેલણા માતાના ગર્ભમાં કોણિકના આવતાની સાથે જ ચેક્ષણાને રાજા શ્રેણિકના ઉદરનું માંસ ખાવાનો દોહદ થયો, જે દોહદ અભયકુમારે પોતાની બુદ્ધિથી પૂર્ણ કર્યો. – યાવત્ – કોણિકનો જન્મ થયો. જન્મતા જ ચેક્ષણાએ તેને પિતાનો (શ્રેણિકનો) પૂર્વભવનો બૈરી સમજી ઉકરડામાં ફેંકી દીધો, શ્રેણિક તે પુત્રને પાછો લાવ્યા. કુકડાના પીછાનો ખૂણો લાગવાથી કે કૂકડાના કરડવાથી તે બાળકની આંગળીમાંથી લોહી અને પરુ નીકળતા હતા. શ્રેણિકે કોણિક પરત્વેના અત્યંત સ્નેહાનુરાગથી તે બાળકની આંગળી મુખમાં રાખી ફર્યા કર્યું, કોણિકના મુખમાંથી નીકળતા લોહી અને પરુને ચૂસી ચૂસીને શ્રેણિક થુંકવા લાગ્યો અને કુકડાના પીંછાના કોણ (ખૂણા)થી કરડાયેલ આંગળી વાળો હોવાથી તે બાળકનું કોણિક નામ પાડ્યું અથવા તો તે બાળકની આંગળીનો વિકાસ ન થતો હોવાથી તે કૂણી રહેતી હતી માટે તે બાળકનું કોણિક નામકરણ થયું) એ રીતે શ્રેણિકનો પૂર્વભવનો પૈરી એવો આ ભવે તેનો પુત્ર કોણિક થયો જે ચેલણા રાણીથી થયેલ પુત્ર હતો ઇત્યાદિ કથા માટે જુઓ કોણિક શ્રાવકની કથા. ૦ શ્રેણિક - ધારિણીરાણી – મેઘકુમાર : . ૨૬૬ (આ પૂર્વે મેઘકુમારની કથા કે જે મુખ્યત્વે જ્ઞાતાધર્મકથા આગમના સૂત્ર—૧૧થી ૩૩માં આપેલ છે. તેમાં મેઘકુમારનો સંપૂર્ણ વૃત્તાંત પૂર્ણ વિસ્તારથી અપાઈ ગયેલ છે. – જુઓ મેઘકુમાર શ્રમણની આ કથાનો કિંચિત્ સાર ભાગ જ અહીં રજૂ કરેલ છે. કેમકે સમગ્ર કથા પૂર્વે એક વખત શ્રમણ કથા વિભાગમાં આવી ગયેલ છે.) કથા - - – રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તેને નંદા, ચેન્નણા ઇત્યાદિ ઘણી જ રાણીઓ હતી. તે રીતે તે શ્રેણિક રાજાને ધારિણી દેવી નામે એક રાણી હતી. તે રાણી સુકુમાર હાથ–પગવાળી હતી. તેના શરીરની પાંચે ઇન્દ્રિયો અહીન, શુભ લક્ષણોથી સંપન્ન અને પ્રમાણયુક્ત હતી. તેણી કાંત, પ્રિય, મનોજ્ઞ, અતીવ મનોહર, ધૈર્યનું સ્થાન, વિશ્વાસપાત્ર, સંમત, બહુમત, અનુમત, આભૂષણોની પેટી સમાન, સાવધાનીથી સાર સંભાળ કરાતી તે રાણી ધારિણી શ્રેણિક રાજા સાથે વિપુલ ભોગ ભોગવતી હતી. તે રાણી કોઈ સમયે પોતાના ભવનમાં સૂતી હતી એક હાથીને આકાશતલમાંથી ઉતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો શ્રેણિક રાજાએ કહ્યું કે, તને ઉત્તમ રત્ન સમાન પુત્રનો લાભ થશે ધારિણી રાણીને અકાળે મેઘનો દોહદ થયો * * * - * - બુદ્ધિથી અને પૂર્વભવના મિત્રદેવની મદદથી પોતાની લઘુમાતા ધારિણીનો દોહદ પૂર્ણ કર્યો - * - * - * – પુત્રનો જન્મ થયો. ત્યારે x = x = માતાના દોહદ અનુસાર * - * - X x = Jain Education International - × - - For Private & Personal Use Only × - X × અભયકુમારે પોતાની યાવત્ – મેઘકુમારે દીક્ષા લીધી. ઇત્યાદિ વર્ણન મેઘકુમારની કથાથી જાણવું. x = * - * - * × – × - × – તે પુત્રનું મેઘકુમાર નામ રાખ્યું X* * www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322