Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 295
________________ ૨૯૪ આગમ કથાનુયોગ-૫ તેના ફળથી રાજ્યાદિકની પ્રાપ્તિ થાય છે. આ વાતની ખાતરી થઈ ત્યારે “એમ જ છે – તે વાતમાં સંશય નથી” એમ કહ્યું. ત્યારે સંપ્રતિ રાજાએ પૂછ્યું કે, હે ભદંત ! આપ મને ઓળખો છો ? ત્યારે આચાર્ય ભગવંતે ઉપયોગ મૂકીને કહ્યું કે, હાં, હું બરાબર ઓળખું છું. ત્યારપછી કૌશાંબીનો વૃત્તાંત સંભળાવ્યો. આહાર આપ્યો, વિશુચિકા થઈ. મૃત્યુ થયું ઇત્યાદિ સર્વે કંઈ જણાવ્યું. ત્યારે હર્ષના વશથી વિકસિત મુખવાળો હર્ષાશ્રુથી ભિંજાયેલા નેત્રોવાળો, પૃથ્વીતલ વિશે લગાડેલા મસ્તક વાળો તે સંપ્રતિ ફરી ફરી આચાર્ય ભગવંતને પ્રણામ કરવા લાગ્યો. ત્યારપછી આચાર્ય ભગવંતે તેને જિનધર્મ કહેવાનું શરૂ કર્યું. ધર્મકથન બાદ કહ્યું કે, મેધાવી મનુષ્ય મોક્ષના અપૂર્વ ફળને આપનારો ચારિત્રધર્મ ગ્રહણ કરવો જોઈએ. ૦ સંપ્રતિ દ્વારા શ્રાવકઘર્મ પ્રતિપત્તિ : ત્યારે સંપ્રતિ રાજાએ આર્ય સુહસ્તિ પાસે ધર્મ શ્રવણ કરીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું કે, હે ભદંત ! હું સર્વવિરતી ગ્રહણ કરવા સમર્થ નથી. તેથી મને મારે ઉચિત એવો ધર્મોપદેશ આપો, જેથી હું આપનો શિષ્ય–અનુયાયી થઈને રહું. ત્યારે આચાર્ય સુહસ્તીએ તેમને શ્રાવકધર્મને યોગ્ય એવો ઉપદેશ આપ્યો. શ્રાવકના વ્રતો, જિનચૈત્ય અને સાધુ-શ્રાવકવર્ગ પરત્વે વાત્સલ્ય કરવાનું જણાવ્યું. ધર્મનો વિસ્તાર કરવા અને જિનશાસનની પ્રભાવના થાય તેવા કાર્યો કરવા ઉપદેશ આપ્યો. ત્યારે આચાર્ય સુહસ્તી પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરી, તેમના ઉપદેશને અવધારીને, વંદન–નમસ્કાર કરીને પોતાને કૃતાર્થ માનતો પોતાના મહેલમાં ચાલ્યો ગયો. ત્યારથી આરંભીને સંપ્રતિ રાજા ઉદારતાપૂર્વક અને વિધિસહિત જિનબિંબોની પૂજા–વંદન તથા વિનયપૂર્વક ગુરુના ચરણની પર્યપાસના કરવા લાગ્યો. દીન, અનાથ, અશક્તજનોને દાન આપતો, જીવદયાદિ કરવા લાગ્યો. ત્યારપછી તેણે અનેક મનોહર જિનાલયો બંધાવ્યા. સેંકડો – લાખો જિનપ્રતિમાની પ્રતિષ્ઠાપના કરાવી. સીમાડના સર્વે રાજાઓને બોલાવીને તેમને આ સુંદર જિનધર્મ સમજાવ્યો. તેમાંથી કેટલાંક સમ્યકત્વ પામ્યા. સુવિહિત સાધુ તેમજ અરિહંત ભગવંતોનાં બહુમાન કરતા અને માયારહિત માનસવાળા તેઓ પોતાના પરિવારસહિત શ્રાવકો બન્યા. ૦ સંપ્રતિ રાજા દ્વારા રથયાત્રા : કોઈ સમયે રાજાએ જિનગૃહમાં ધન્ય અને પુણ્યશાળીજનોને યોગ્ય ઘણી ઋદ્ધિ અને આડંબર સહિત મહામહોત્સવ આરંભ્યો. રથયાત્રામાં પોતાના શિખરથી જાણે આકાશને સ્પર્શતો હોય તેવો ઊંચો, મોટી દવજા-પતાકાયુક્ત એવો મોટો રથ યાત્રા નિમિત્તે આખા નગરમાં પરિભ્રમણ કરતો હતો. તેમાં ભેરીના નાદથી સમગ્ર આકાશ મંડલ પૂરિત થયું હોય તેવો જીવલોક બની ગયો. બધાં પોતાના ઘેરથી પુષ્કળ કિંમતી અનેક પ્રકારના અર્થ-સામગ્રી મેળવીને અનુક્રમે રાજાના ગૃહાંગણમાં તે રથયાત્રા પહોંચી. ત્યારે અતિ આદરપૂર્વક, અત્યુત્તમ પૂજા કરવા પૂર્વક રાજા પણ પોતાના પરિવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322