Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 320
________________ શ્રાવિકા કથા ૩૧૯ ૦ સુભદ્રા શ્રાવિકાની કથા : ભગવંત ઋષભદેવના ૫,૫૪,૦૦૦ શ્રાવિકાઓમાં સુભદ્રા મુખ્ય શ્રાવિકા થયા. (જો કે તીર્થ પ્રવર્તન અવસરે સુંદરી મુખ્ય શ્રાવિકા હતી તેવો ઉલ્લેખ પણ છે.) તેણી ભરત ચક્રવર્તીની ૬૪,૦૦૦ રાણીઓમાં મુખ્ય રાણી અર્થાત્ સ્ત્રીરત્ન હતી અને વિનમી વિદ્યાધરની પુત્રી હતી. તેના દેહ સૌદર્ય આદિનું અતિ વિસ્તૃત વર્ણન ચક્રવર્તી ભરતની કથામાં લખાઈ ગયેલ છે. મૃત્યુ પામીને સુભદ્રા છઠી નરકે ગઈ (કેમકે કોઈપણ ચક્રવર્તીની સ્ત્રીરત્ન છઠી નરકે જાય તેવો નિયમ છે.) સુભદ્રાની કથા વિસ્તારથી જોવા માટે – કથા જુઓ ભરત ચક્રવર્તી ૦ આગમ સંદર્ભ :સમ. ૩૨૦ જંબૂ. ૪૪, ૧૦૩, ૧૨૧ થી ૧૨૩; આવ૨.૧–૧૫૮, ૨૦૦; કલ્પસૂત્ર-ઋષભચરિત્ર વૃત્તિ – ૪ – ૪ – મુનિ દીપરત્ન સાગર સંકલિત–અનુવાદિત શ્રાવિકા કથા વિભાગ પૂર્ણ થયો. | આગમ કથાનુયોગ ભાગ-૫ પૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322