Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 319
________________ ૩૧૮ આગમ કથાનુયોગ-૫ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આનંદ શ્રાવકના વચનને વિનયપૂર્વક સ્વીકાર્યું. ત્યારપછી શિવાનંદા – ૪ – ૪ – ૪ – યાવત્ – શ્રેષ્ઠ ધાર્મિક યાનમાં બેસીને દાસીથી પરિવરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે ગઈ – ૮ – ૮ – ૮ – ધર્મદેશના સાંભળી – ૮ – ૮ – ૮ – ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો ગૃહીધર્મ–શ્રાવકધર્મ અંગીકાર કર્યો. (આ સંપૂર્ણ કથા વિસ્તારપૂર્વક આનંદશ્રાવકની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ આનંદ શ્રાવક. ૦ આગમ સંદર્ભ :ઉવા. ૫, ૧૧, ૬૩; ૦ સુભદ્રા અથવા ઘારિણી શ્રાવિકાની કથા : (આ કથાનક ઉજવાઈ સૂત્રમાં કોણિક રાજાની કથા અંતર્ગત્ આવે છે. કથાના આરંભે કોણિક રાજા અને ધારિણી રાણી એવો ઉલ્લેખ છે. કથા આગળ વધ્યા પછી શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે જવાનું જે અતિ વિસ્તૃત વર્ણન છે. ત્યાં સુભદ્રા રાણી નામ આવે છે શક્ય છે કે ધારિણી અને સુભદ્રા બંને પાત્ર એક પણ હોય – આ અંગે વિશેષ સ્પષ્ટીકરણ કોણિક રાજાની કથામાં – “શ્રાવકવિભાગમાં કરેલ છે. રાજા શ્રેણિક અને રાણી ચેલણાનો એક પુત્ર કોણિક હતો. તેની એક પત્ની સુભદ્રા અને/અથવા ધારિણી હતી. તે કાળે, તે સમયે ચંપા નામની નગરી હતી – ૮ – ૮ – ૮ – તેને ધારિણી અથવા સુભદ્રા નામે રાણી હતી – ૪ – ૪ – ૪ – શ્રમણ ભગવંત મહાવીર સમોસર્યા – ૮ – ૮ – ૪ – કોણિક રાજા વંદનાર્થે નીકળ્યો. – ૮ – ૮ – ૪ - ત્યારપછી સુભદ્રાએ પણ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું. કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. સર્વ અલંકારોથી વિભૂષિત થઈ અનેક દેશ-વિદેશની – ૮ – ૮ – ૪ – દાસીઓથી પરિવૃત્ત થઈને – ૪ – ૪ – અંતઃપુર રક્ષકોથી ઘેરાયેલી તે બહાર નીકળી – ૪ – ૪ – ૪ – તેણીના માટે તૈયાર કરાયેલા શ્રેષ્ઠ ધાર્મિક રથ પર આરૂઢ થઈ – ૮ – ૮ – ૮ – તીર્થકરના છત્ર આદિ અતિશયોને જોયા, જોઈને રથને રોકાવ્યો, નીચે ઉતરી, ભગવંતની નજીક જતાં પાંચ અભિગમો સાચવવા પૂર્વક આવી. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી વંદનનમસ્કાર કર્યા. યથોચિત સ્થાને ભગવંત સન્મુખ બે હાથ જોડી, મસ્તક નમાવીને પર્યપાસના કરવા લાગી. – ૮ – ૮ – ૮ - ધર્મદેશના સાંભળી – ૮ – ૮ – ૮ – હર્ષિત, સંતુષ્ટ થઈને – યાવત્ જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ફરી. (વિસ્તૃત વર્ણન માટે કથા જુઓ કોણિક રાજા) ૦ આગમ સંદર્ભ :ઉવ. ૨૯, ૩૦, ૩૩, ૩૪, ૪૦, ૪૧; – ૮ – ૮ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322