Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 317
________________ ૩૧૬ આગમ કથાનુયોગ-૫ પ્રકારે પાત્રમાં વહોરાવી દીધો. - રેવતી ગાથાપત્નીએ તે દ્રવ્યશદ્ધિ, દાતાશુદ્ધિ અને પાત્રશુદ્ધિથી યુક્ત – યાવતું – પ્રશસ્ત ભાવોથી અપાયેલ દાન વડે સિંહ અણગારને પ્રતિલાભિત કરવાથી દેવાયુનો બંધ કર્યો – યાવત્ – રેવતી ગાથાપત્નીએ જન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત કર્યું. રેવતી ગાથાપતિએ જન્મ અને જીવન સફળ કર્યું. રેવતીએ આ રીતે તીર્થકર નામકર્મ બાંધ્યું. તેણી આગામી ચોવીસીમાં આ જ ભરતક્ષેત્રમાં સત્તરમાં તીર્થકર ચિત્રગુપ્ત નામે જન્મ લઈ મોક્ષે જશે. (આ કથાનક તીર્થકર ચરિત્રમાં ભગવંત મહાવીરના કથાનકમાં અપાયેલ છે અને સિંહ અણગારની કથામાં શ્રમણ વિભાગમાં પણ આવે છે.) ૦ આગમ સંદર્ભ:ઠા ૮૭૦ + ; ભિગ ૬૫૫; ૦ રુસોમા શ્રાવિકાની કથા - (આ કથા શ્રમણ વિભાગમાં આર્યરલિતસૂરિની કથામાં આવી ગયેલ છે. અત્રે માત્ર પરીચયાત્મક નોધ આપેલી છે.) તે કાળે, તે સમયે દશપુર નામે નગર હતું ત્યાં સોમદેવ નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ કસોમાં હતું તે શ્રમણોપાસિકા હતી. તેના એક પુત્રનું નામ (આર્ય) રક્ષિત હતું અને બીજો પુત્ર ફલ્યુરક્ષિત હતો. – ૪ – ૪ – ૪ – જ્યારે આર્યરહિત ચાર વેદો અને ચૌદ વિદ્યાના પારગામી થઈને નગરમાં પધાર્યો. ત્યારે રાજા આદિ સમગ્ર નગરે તેનો ભવ્ય આદરસત્કાર કર્યો – ૪ – ૪ – ૪ – તે વખતે કસોમાં માતા તેમાં ક્યાંય ન આવી. આર્યરક્ષિત ઘેર જઈને જોયું ત્યારે પણ રસોમાં મધ્યસ્થ ભાવે જ સ્થિત રહ્યા. ત્યારે આર્યરક્ષિતે પૂછયું કે, હે માતા ! હું ભણીને આવ્યો તેનાથી તમે સંતુષ્ટ નથી? – ૮ – ૮ - ૪ – રુસોમા માતાએ કહ્યું કે, તું ઘણાં જીવોનો વધ કરનાર શાસ્ત્રોને ભણીને આવ્યો છે, સંસારવૃદ્ધિના શાસ્ત્રોને ભણીને આવ્યો છે. તેમાં મને કઈ રીતે આનંદ થાય? જો તું દષ્ટિવાદ ભણીને આવે તો મને સંતોષ થાય. – ૪ – ૮ – ૮ – (માતા જાણતા હતા કે દૃષ્ટિવાદ ભણવા માટે દીક્ષા લેવી પડે – અર્થાત્ પુત્ર શ્રમણ બને, સાધુ બને, નિગ્રંથ બને અને પછી વિદ્વાનું થાય તો તેને હર્ષ થાય). પછી તો આર્યરક્ષિતની દીક્ષા થઈ, તેઓ યુગપુરુષ આચાર્ય બન્યા, બીજા પુત્ર ફલ્લુરક્ષિતની પણ દીક્ષા થઈ. તેના પતિ સોમદેવની પણ દીક્ષા થઈ – ઇત્યાદિ – ૦ આગમ સંદર્ભ :આવનિ ૭૭૫ની વૃ આવ.પૂ.૧–૫ ૩૯૭, ૦ સાધુદાસી શ્રાવિકાની કથા - મથુરાના ગાથાપતિ જિનદાસની પત્નીનું નામ સાબુદાસી હતું. તે શ્રમણોપાસિકા હતી. પરિગ્રહ પરિમાણ વ્રત અંતર્ગત્ તેણીએ ચતુષ્પદના પ્રત્યાખ્યાન કરેલા હતા. – ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322