Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 313
________________ ૩૧૨ આગમ કથાનુયોગ–પ – ૮ – તે વખતે ભગવંત મહાવીરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અભિગ્રહ ધારણ કરેલ હતો. – ૮ – ૮ – ૮ – ભિક્ષાર્થે ભ્રમણ કરતા ભગવંતને ચાર માસ કૌશાંબીમાં પસાર કર્યા. પરંતુ તેમનો અભિગ્રહ પૂર્ણ થયો ન હતો. પછી ભગવંતે નંદાના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. ત્યારે પરમ આદરપૂર્વક ભિક્ષા લાવીને મૂકી. ભગવંત મહાવીર નીકળી ગયા. ત્યારે નંદા શ્રાવિકા ઘણી જ ખેદ પામી. ત્યારે તેણીએ અમાત્યને કહ્યું કે, આ તમારું અમાત્યપણું શું કામનું ? આટલા લાંબા સમયથી ભગવંત ભિક્ષા લેતા નથી. તમારું વિજ્ઞાન પણ શું કામનું? જો તમે સ્વામીનો શો અભિગ્રહ છે તે પણ જાણી ન શકો. ઇત્યાદિ (આ કથા ભગવંત મહાવીરની કથામાં તેમજ મૃગાવતી શ્રમણીની કથામાં આવી ગયેલ છે ત્યાંથી જોવી) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. પર૦ થી પરર + વૃ આવ.પૂ.૧– ૩૧૬, ૩૧૭; – ૪ – ૪ – ૦ પૂષા શ્રાવિકાની કથા - કાંડિત્યપુર નગરમાં ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંના એક ઉપાસક કુંડકોલિક હતો. તે કુંડકોલિક શ્રાવકની પત્ની પૂષા બારવ્રતધારી શ્રાવિકા હતી. તેણી જીવ–અજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા હતી – ૮ – ૮ – ૮ – શ્રમણ નિગ્રંથોને – યાવત્ - સંસ્મારક આસન આદિથી પ્રતિલાભિત કરતી વિચરતી હતી. (ઇત્યાદિ સંપૂર્ણ કથા કુડંકોલિક શ્રાવકની કથામાં શ્રાવક કથા વિભાગમાં અપાઈ ગયેલ છે.) આગમ સંદર્ભ:ઉવા. ૩૭, ૬૨; ૦ ફાલ્ગની શ્રાવિકાની કથા : ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાં એક શ્રાવક સાલિદીપિતા હતો. જે લેતિકાપિતા નામથી પણ ઓળખાએલ છે, શ્રાવતી નગરીના આ શ્રાવકની પત્નીનું નામ ફાલ્ગની હતી. જે અહીન પ્રતિપૂર્ણ પાંચ ઇન્દ્રિયયુક્ત શરીરવાળી હતી – યાવત્ - મનુષ્ય સંબંધી કામભોગ ભોગવતી વિચરતી હતી. ભગવંત મહાવીરની ધર્મદેશના સાંભળી ફાલ્ગનીએ શ્રમણોપાસિકાપણાનો સ્વીકાર કરેલ. (ઇત્યાદિ કથા શ્રાવક કથા વિભાગમાં સાલિહીપિતા અથવા લેતિકાપિતાની કથામાં આવી ગયેલ છે.). ૦ આગમ સંદર્ભ :ઉવા. ૫૮, ૬3; – ૪ - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322