Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 314
________________ શ્રાવિકા કથા ૩૧૩ ૦ ફલ્ગશ્રી શ્રાવિકાની કથા : પાંચમાં આરાને અંતે ચતુર્વિધ સંઘમાં ફક્ત ચાર વ્યક્તિ રહેશે. દુષ્પસહ અણગાર, વિષ્ણુશ્રી સાધ્વી, જિનદત્ત શ્રાવક અને ફલ્યુશ્રી શ્રાવિકા. આ ફલ્ગથી શ્રાવિકાના ગુણો ઘણાં દિવસો સુધી વર્ણવી ન શકાય તેવા હશે. તેણીનું આયુષ્ય સોળ વર્ષનું હશે. તેણી આઠ વર્ષનો શ્રાવિકા પર્યાય પાળશે. પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બનીને એક ઉપવાસ ભક્ત ભોજન પ્રત્યાખ્યાન કરવાપૂર્વક સૌધર્મકલ્પ દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી તેમનું નીચે મનુષ્ય લોકમાં આગમન થશે. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૮૧૧; ૦ બહુલા શ્રાવિકાની કથા - આલભિકા નગરીમાં ચુલશતક નામનો શ્રાવક રહેતો હતો. જે ભગવાનું મહાવીરના દશ ઉપાસકોમાંનો એક ઉપાસક હતો. તેને બહુલા નામે પત્ની હતી. ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી તે બહુલા જીવ–અજીવ તત્ત્વોની જ્ઞાતા એવી શ્રમણોપાસિકા થઈ ગઈ – થાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભિત કરતી વિચારવા લાગી. જ્યારે ચુલશતક શ્રાવક દેવકૃત્ ઉપસર્ગથી કોલાહલ કરવા લાગ્યો. તે સાંભળીને, અવધારીને ચુલશતક પાસે આવી - યાવત્ – તેણીએ ચુલશતક શ્રાવકને યથોચિત પ્રાયશ્ચિત્ત કરીને તપ કર્મને સ્વીકારવા પ્રેરણા કરી પુનઃ વ્રતમાં સ્થિર કર્યા. (આ કથા યુદ્ધશતક શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે, ત્યાં જોવી). ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩૪ થી ૩૬, ૬૩; ૦ ભદ્રા શ્રાવિકાની કથા - ચંપાનગરીમાં ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંનો એક ઉપાસક કામદેવ હતો. આ કામદેવ શ્રમણોપાસકની પત્નીનું નામ ભદ્રા હતું. જ્યારે ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરીને કામદેવે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યારે ભદ્રા ભાર્યા પણ બાર વ્રતધારી, શ્રમણોપાસિકા બની. જીવ–અજીવ આદિ તત્ત્વોની જ્ઞાતા થઈ ગઈ – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભેષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા અને સંસ્કારકથી પ્રતિલાભિત કરતા વિચરવા લાગી. (આ કથા શ્રાવક કથા વિભાગમાં કામદેવ શ્રાવકની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :ઉવા. ૨૦, ૬3; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322