Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 305
________________ ૩૦૪ આગમ કથાનુયોગ-૫ ૦ આગમ સંદર્ભ :ઠા ૩૬૦ની , બહ.ભા. ૬૧૮૧ની વૃ; વવ.ભા. પ૬રની જ આવ.નિ. ૧૫૫૦ + ; આવ.યૂ.ર–પૃ. ૨૬૯, ૨૭૦; ક્સ ચૂપૃ. ૪૮; — x –– » – ૦ સુલસા શ્રાવિકા કથા : ભગવંત મહાવીરના ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓમાં સુલસા (અને રેવતી) મુખ્ય શ્રાવિકા હતી. તેણી ભગવંત મહાવીર પરત્વે અનન્ય શ્રદ્ધાવાનું અને અનુરાગી શ્રાવિકા હતી. તેણી આવતી ચોવીસીમાં સોળમાં તીર્થકરરૂપે જન્મ લેશે. અર્થાત્ આગામી ચોવીસીમાં તીર્થંકર થઈને ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરીને તીર્થંકરસિદ્ધ થશે. ભગવંત મહાવીરના શાસનમાં જે નવ જીવોએ તીર્થંકર નામકર્મ બાંધ્યાનો ઉલ્લેખ સ્થાનાંગ સૂત્રમાં આવે છે તેમાંનું એક નામ આ સુલસા શ્રાવિકાનું છે. ૦ સુલતાની પુત્ર રહિતતા અને અડોલ સમ્યકત્વ : જ્યારે શ્રેણિક રાજા ચેલણાને ભગાડીને વૈશાલી નગરીથી આવતા હતા ત્યારે તેના સુભટ સમા બત્રીશ કુમારો, જેઓ સગા ભાઈઓ હતા. તે એક સાથે મૃત્યુ પામ્યા. તેનું શ્રેણિકને અત્યંત દુઃખ હતું. પછી જ્યારે કોઈક સમયે તે પુત્રોનો શોક અલ્પ થયો. ત્યારે શ્રેણિકે નાગ સારથીને કહ્યું કે, હે નાગ ! તમારા બત્રીશે પુત્રો સરખા આયુષ્યવાળા હતા. આ વાતને પરમાર્થથી વિચારવી. ત્યારે સુલસા શ્રાવિકાના પતિ નાગસારથી કહેવા લાગ્યા કે, મનોહર શ્રાવક ધર્મો અતિ નિશ્ચલ ચિત્તવાળી, નિગ્રંથ પ્રવચનમાં અતિશય પ્રવિણ અને લીન મનવાળી મારી તુલસા નામની પ્રાણપ્રિયા છે. માત્ર તે પુત્ર (સંતાનરહિત હતી. તેનું મને ઘણું જ દુઃખ હતું. હું કુલ દેવતા, ક્ષેત્ર દેવતા, સ્કંદ આદિને આદરથી આરાધતો હતો. પણ મારું ભવન પુત્રથી રહિત જ રહેતું હતું. કોઈ વખતે મેં મારી પત્ની સુલતાને કહ્યું કે, તું પુત્રના વિષયમાં કેમ કંઈ પ્રયત્ન કરતી નથી. ત્યારે તેણી બોલી કે જો પૂર્વે આપણે તેવા પ્રકારના શુભ કર્મો કર્યા હશે. તો અવશ્ય સંતાન થશે. દેવતાદિકો પણ આપણા પૂણ્ય વગર કંઈ આપી શકે નહીં. માટે તમે બીજી સ્ત્રીને પરણીને પુત્ર પ્રાપ્ત કરો. ત્યારે કોઈ વૈદ્યના કહેવાથી તે નાગસારથીએ ત્રણ લાખ સુવર્ણમુદ્રાથી ત્રણ તૈલકૂપક પકાવ્યા. કોઈ સમયે ઇન્દ્રએ દેવ પર્ષદામાં સુલતાના નિષ્કપ-નિશ્ચલ સમ્યક્ત્વની પ્રશંસા કરતા કહ્યું કે, મેરુ પર્વત ચલાયમાન થાય પણ સુલસા પોતાના સમ્યકત્વથી કદાપિ ચલાયમાન ન થાય. ત્યારે કોઈ દેવ નાગસારથીની પત્ની સુલસા શ્રાવિકાની પરીક્ષા કરવાને આવ્યો. તેણે સુંદર શરીરવાળા સાધુનું રૂપ ધારણ કર્યું. સુલતાને ત્યાં નિસીડી કરીને પ્રવેશ કર્યો. ત્યારે સુલસાએ સાધુનું આગમન જાણીને ઊભા થઈને વંદના કરીને પૂછયું, હે ભદંત ! આપના આગમનનું પ્રયોજન જણાવો અર્થાત્ આપને શું ખપ છે ? તે કહો. ત્યારે સાધુએ કહ્યું કે, મને વૈદ્ય લક્ષપાક તેલનો ઉપયોગ કરવાનું કહ્યું છે. જો આપની પાસે હોય તો મને તેનો ખપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322