Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 308
________________ શ્રાવિકા કથા ૩૦૭ ત્યારપછી કર્મના લયોપશમથી તે પુનઃ રોગમુક્ત બન્યો. તો પણ પ્રત્યાખ્યાનનો ભંગ ન કર્યો. પ્રવજ્યા ગ્રહણ કરી, શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. આ રીતે અનુધરી શ્રાવિકા અને અમિત્ર શ્રાવકની માફક (જિનદેવની માફક) આત્મદોષોનો ઉપસંહાર કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૧૩૦૮ + : આવપૂ.ર- ૨૦૨; - અશ્વિની શ્રાવિકાની કથા - ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંના એક એવા નંદિનીપિતા શ્રાવકની પત્નીનું નામ અશ્વિની હતું. તેણીએ ભગવંત મહાવીરની સમીપે શ્રાવિકાના બાર વ્રતો ગ્રહણ કર્યા હતા – યાવત્ – તેણી શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અને એષણીય અશન આદિથી પ્રતિલાભતા. વિચરણ કરતી હતી. (આ કથા શ્રાવક કથા વિભાગમાં નંદિનીપિતા શ્રાવકની કથામાં અપાઈ ગયેલ છે. ત્યાંથી જોવી) ૦ આગમ સંદર્ભ :ઉવા. ૫૭; ૦ ઉત્પલા શ્રાવિકાની કથા - ભગવંત મહાવીરના ૧,૫૯,૦૦૦ શ્રાવકોમાં મુખ્ય એવો શ્રાવસ્તીમાં રહેતો શંખ નામે શ્રાવક થયો. તેની પત્નીનું નામ ઉત્પલા હતું. તેણી સુકુમાલ હાથ–પગવાળી – ચાવત – સુરૂપા અને જીવાજીવ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા હતી – યાવત્ – યથાપરિગૃહિત તપોવિધિથી આત્માને ભાવિત કરતી વિચરણ કરતી હતી. (આ કથા શંખ શ્રાવકની કથામાં આવી ગયેલ છે. તેથી શ્રાવક કથા વિભાગમાં જોવી) ૦ આગમ સંદર્ભ:ઠા ૮૭૦ ની વૃ; ભગ. ૫૩૦, ૫૩૧; - * - - * ૦ ઉપકોસા ગણિકાની કથા - પાટલિપુત્રની એક ગણિકાનું નામ ઉપકોશા હતું. તે કોશાગણિકાની બહેન હતી. સ્થૂલભદ્રસ્વામીના ઉપદેશથી કોશાગણિકા જ્યારે શ્રાવિકા બની ત્યારે ઉપકોશા પણ પ્રતિબોધ પામેલી. વરરુચી તેણીની સમીપે વસતો હતો. પણ સ્થૂલભદ્રના પિતાના મૃત્યુનું તે વરરુચી કારણ બનતા સ્થૂલભદ્રમાં અનુરક્ત એવી કોશાના કહેવાથી તેની બહેન ઉપકોશા વરરચી પરત્વે રાગરહિત બની. (એક મત પ્રમાણે) આ ઉવકોસા ગણિકાએ શ્રમણ ધર્માનુરાગની બુદ્ધિથી ચારિત્રથી વિચલિત બનેલા એવા સિંહગુફાવાસીને પ્રતિબોધ પમાડીને પુનઃ શ્રમણ ધર્મમાં સ્થિર કરેલા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322