Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 302
________________ શ્રાવિકા કથા ૩૦૧ ખંડ-૫ શ્રાવિકા કથાનક આગમ કથાનુયોગનો આ પાંચમો ખંડ છે. જેમાં શ્રાવિકાઓની કથાઓ અથવા તે કથાનો નામોલ્લેખ અને સંદર્ભ સ્થાનોની નોદ કરેલી છે. શ્રાવિકા માટે વપરાતો આગમિક શબ્દ "શ્રમણોપાસિકા” છે. અલબત્ત શ્રાવિકા શબ્દ પણ આગમમાં સ્વીકૃત જ છે. શ્રાવિકા શબ્દની વ્યાખ્યા તો શ્રાવક શબ્દ અનુસાર જ થાય છે. તેથી અહીં અલગ નોંધ કરી નથી. કેમકે શ્રાવકનું સ્ત્રીલિંગરૂપ એ જ “શ્રાવિકા” એટલું સમજવું પર્યાપ્ત છે. કથા રજૂઆત પદ્ધતિ – ખંડ-૨ શ્રમણ કથા, ખંડ–૩ શ્રમણી કથા અને ખંડ–૪ શ્રાવક કથામાં સ્વીકૃત કથા પદ્ધતિ કરતા અહીં થોડો ફેરફાર કરવો જરૂરી બન્યો છે. અહીં માત્ર એક જ પદ્ધતિએ કથા રજૂ કરી છે. તે છે અ–કારાદિ નામનો ક્રમ – કેમકે (૧) મૂળ આગમમાં આવતી શ્રાવિકા કથા ક્યાંતો શ્રાવકો સાથે આવી જાય છે અથવા તો બીજી–બીજી કથામાં આ કથાઓ સમાવિષ્ટ થઈ ગયેલ છે. (૨) જે સંપૂર્ણ સ્વતંત્ર કથાનક છે. તે મુખ્યત્વે નિયુક્તિ, ભાગ, ચૂર્ણિ અથવા વૃત્તિ આધારિત છે. માટે આગમના ક્રમમાં તેની રજૂઆત થતી નથી. (૩) “ધર્મકથાનુયોગ"માં તો શ્રાવિકાની કથાનો કોઈ સ્વતંત્ર વિભાગ જ નથી...... ઉક્ત કારણે અમોએ પ્રાકૃત–(અર્ધ માગધી) નામોને જ અકારાદિક્રમ સ્વરૂપે સ્વીકારી અહીં શ્રાવિકાઓની કથા કે કથાનો ઉલ્લેખ કરેલ છે. વિશેષ માત્ર એટલું કે – ગ્રંથારંભ જ કથા ઉલ્લેખ કે માત્ર સંદર્ભવાળો હોય તો પુસ્તકની શરૂઆત નબળી કે રસક્ષતિ ઉત્પન્ન કરનારી ન બને તે માટે પ્રથમ બે કથાનું આલેખન અકારાદિક્રમ તોડીને મોટી કથા રૂપે પ્રરૂપ્ત થતી હોય તેવી કથા દ્વારા કરેલ છે. જેથી પુસ્તક ખોલતા જ શરૂઆતની સળંગ અને મોટી કથા મળે, પછીપછીથી અકારાદિ ક્રમે નાની કથા કે માત્ર નામોલ્લેખ અને સંદર્ભયુક્ત કથા આવે. જેથી પુસ્તક ખોલતાં જ તેની મહત્તા અને મૂલ્યને જાળવી શકાય તેમજ વાચકવર્ગને આકર્ષિત કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322