Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 286
________________ શ્રાવક કથા ૨૮૫ તેમને ચતુષ્પદના પ્રત્યાખ્યાન હતા. તો પણ આભીરો આગ્રહપૂર્વક ત્યાં કંબલ–શંબલ બળદને બાંધીને ગયા. ત્યારે તે શ્રાવકદંપતિએ વિચાર્યું કે, જો આમને છૂટા મૂકી દઈશું તો લોકો તેમને વહન કરાવશે. તેના કરતા અહીં જ રહેવા દઈએ. ત્યારપછી પ્રાસુક ચારો ખરીદીને તે બળદોને આપવા લાગ્યા. એ પ્રમાણે તેમનું પોષણ કર્યું. તે શ્રાવક દંપતી આઠમ–ચૌદશે ઉપવાસ કરતા અને પુસ્તક વાંચન કરતા. તે બળદો પણ તે જોઈને – સાંભળીને ભદ્રક પરિણામી થયા. બંને સંજ્ઞાવાળા થયા. જે દિવસે તે શ્રાવક જમતો નહીં તે દિવસ કંબલ–શંબલ બળદો પણ જમતા ન હતા. ત્યારે જિનદાસ શ્રાવકને એવો ભાવ ઉત્પન્ન થયો કે, આ બળદો ભવ્ય અને ઉપશાંત છે. ત્યારે જિનદાસને તેમના પ્રત્યે અધિક સ્નેહ થયો. કંબલ-શંબલ બંને રૂપવાન થયા. જિનદાસનો મિત્ર હતો. તેને ત્યાં ભંડી રમણયાત્રા હતી. તે માટે તેમની પાસે એવા પ્રકારના બળદો ન હતા. ત્યારે તેઓ જિનદાસને પૂછયા વિના જ બળદને લઈ ગયા અને સ્પર્ધામાં – યાત્રામાં જોડી દીધા. ત્યાં બીજા–બીજા બળદો સાથે દોડ કરતા તેમના અસ્થિ આદિ ભંગ થઈ ગયો. તે મિત્ર આવીને ચુપચાપ બળદ બાંધીને ચાલ્યો ગયો. ત્યારપછી તે કંબલ–શંબલ ચારો ચરતા ન હતા અને પાણી પણ પીતા ન હતા. જ્યારે બંને બળદોએ સર્વથા ખાવા-પીવાનું ઇચ્છવું નહીં, ત્યારે તે જિનદાસ શ્રાવકે તેમને ભક્તપ્રત્યાખ્યાન કરાવી દીધું. પછી નમસ્કાર મંત્ર સંભળાવ્યો. મૃત્યુ પામીને બંને બળદો નાગકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. (આ કથા તીર્થકર ચરિત્રમાં – ભગવંત મહાવીરની કથામાં આવી ગયેલ છે.) ૦ આગમ સંદર્ભ :આવ નિ ૪૭૦ + 4 આવ રૃ.૧–. ૨૮૦, કલ્પસૂત્ર ભામહાવીર કથા; – ૪ – ૪ – ૦ જિનદાસ શ્રાવક કથા : (આ દષ્ટાંત આવશ્યક નિર્યુક્તિ ૯૧રની વૃત્તિ અને ચૂર્ણિમાં લોભના વિષયમાં લુબ્ધનંદની કથામાં આવે છે.) પાડિલુપુત્રમાં લુબ્ધનંદ નામે એક વણિક રહેતો હતો. ત્યાં જિનદત્ત નામે શ્રાવક અને જિતશત્રુ રાજા હતો. કોઈ સમયે રાજાએ કોશ વડે તળાવ ખોદાવવાનું કાર્ય શરૂ કર્યું. ત્યાં પૂર્વ કાળે કોઈએ કોશ દાટ્યા હતા. તે જોવામાં આવ્યા. પણ તેના પર કાટ ચડી ગયો હોવાથી તે લોઢાના જ લાગતા હતા. કર્મકરો – સેવકો તેને લઈને જિનદત્ત શ્રાવકને ત્યાં વેચવા આવ્યા. શ્રાવકે તે લેવાની ના પાડી. પછી તેઓ લોભીનંદને ત્યાં લઈ આવ્યા. તેણે કાટ ખાધેલા ચરુ ખરીદી લીધા અને કહ્યું કે, અન્ય પણ આવા કળશો હોય તો લેતા આવજો. હું ખરીદી લઈશ. - ત્યારપછી રોજેરોજ તે આવા કાટ ખાઈ ગયેલા કોશના કળશો ખરીદવા લાગ્યો. કેમકે તે જાણી ગયો હતો કે આ સુવર્ણના ચર છે. ત્યારે થયું કે પેલા જિનદાસ શ્રાવકે કેમ ખરીદેલ નહીં હોય? તે શ્રાવકને પરિગ્રહ પરિમાણ વ્રત હતું. તેથી વ્રત ભંગ ન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WW

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322