Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 290
________________ શ્રાવક કથા ૨૮૯ પાર્શ્વના અનુયાયી હતા. કલ્પસૂત્ર વૃત્તિકારના મતે રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતીના લગ્ન પાર્થ સાથે થયા હતા. આ પ્રસેનજિત શ્રાવકની વિશેષ કથા રાજા શ્રેણિકની કથામાં આવી ગયેલ છે. તેથી અહીં તેનો વિસ્તાર કરેલ નથી. કથા જુઓ રાજા શ્રેણિક. ૦ આગમ સંદર્ભ :આવનિ. ૯૪રની જ આવપૂ.૧–પૃ. ૫૪, –પૃ. ૧૫૮; નંદી. ૯૮ની , કલ્પસૂત્ર–પાશ્ચંચરિત્રની વૃત્તિ — — — — — ૦ બલભદ્ર શ્રાવક કથા : રાજગૃહમાં મૌર્યવંશમાં જન્મેલ બલભદ્ર નામે એક રાજા હતો, તે શ્રાવક હતો. તેણે જ્યારે જાણ્યું કે, આષાઢ નામના આચાર્યના શિષ્યો અવ્યક્ત મતવાદી નિલવ થયા છે. ત્યારે તે ત્યાં ગયો. તેમને પ્રતિબોધ કરવા માટે રાજપુરુષોને આજ્ઞા કરી કે, તે સાધુઓને પકડીને અહીં લઈ આવો. પછી રાજપુરુષોને આજ્ઞા કરી કે હાથીના કટક દ્વારા આ બધાંનું મર્દન કરી નાંખો. ત્યારપછી હાથીનું કટક ત્યાં બોલાવવામાં આવ્યું. ત્યારે તે સાધુઓ બોલ્યા કે, અમે જાણીએ છીએ કે, તમે શ્રાવક છો, તો પછી તમે અમને કેમ મરાવી રહ્યા છો ? રાજાએ કહ્યું કે, તમે ચોર કે જાસુસ નથી તેની કોઈ ખાતરી છે ? તેઓએ કહ્યું કે, અમે સાધુઓ છીએ, રાજાએ કહ્યું તમે શ્રમણ છો તેમ કેમ માનવું? જ્યારે તમે અવ્યક્ત નિલવતાથી પરસ્પર પણ વંદન કરતા નથી. તો પછી તમે શ્રમણ છો કે જાસૂસ ? એ રીતે બલભદ્ર શ્રાવકે તેમને પ્રતિબોધ કરીને સ્થિર કર્યા. વિસ્તૃત વર્ણન માટે કથા જુઓ નિલવ અષાઢાચાર્યના શિષ્ય – નિલવ કથામાં તે લખાઈ ગયેલ છે. ૦ આગમ સંદર્ભઃઠા. ૬૮૮ની વૃ; નિસી ભા. ૧પ૯૯ + ૨; આવ.ભા. ૧૩૦; આવ.ભા. ૧૨૯ની વૃ: આવ.૧–પૃ. ૪૨૧; ઉત્ત.નિ. ૧૬૯ + ૬ – ૪ – ૪ – ૦ મિત્રશ્રી શ્રાવકની કથા : ભગવંત મહાવીરના શાસનમાં તિષ્યગુપ્ત નામે બીજા નિભવ થયા. તેમણે “જીવપ્રદેશિક” નામનો મત કાઢે લો. આ મતની સ્થાપના તેણે (રાજગૃહમાં) ઋષભપુરમાં કરેલી. – ૮ – ૮ – ૮ – તે વિહાર કરીને આમલકલ્પા નગરીએ જઈને ત્યાં આમ્રશાલ વનમાં રહ્યા. ત્યાં મિત્રશ્રી નામે એક શ્રાવક હતો. મિત્રશ્રી જાણતો હતો કે આ નિલવ છે. – ૪ – ૪ – ૪ – તેણે આહાર, વસ્ત્ર, પાન, વ્યંજન આદિના એક એક કણીયો આપ્યો ઇત્યાદિ કરી તિષ્યગુપ્તને પ્રતિબોધ કરીને પુનઃ ભગવંત મહાવીરના માર્ગમાં સ્થિર કર્યા. (મિત્રશ્રીની કથા વિસ્તારપૂર્વક જોવા માટે કથા જુઓ – નિલવતિષ્યગુપ્તની કથા 1પ/૧૯ Jain Edilationnternational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322