Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 275
________________ આગમ કથાનુયોગ–૫ સુખોચિત સાધુને જોયા. સાધુના અનુપમ રૂપને જોઈને રાજાને તેના પરત્વે ઘણું ઘણું અતુલનીય વિસ્મય થયું. અહો ! શું વર્ણ છે !, શું રૂપ છે !, આ આર્યની કેવી સૌમ્યતા છે !, કેવી ક્ષાંતિ છે !, કેવી મુક્તિ છે !, ભોગો પ્રત્યે કેવી અસંગતતા છે ! ૨૭૪ (ત્યારપછી) મુનિના ચરણોમાં વંદના અને પ્રદક્ષિણા કર્યા પછી રાજા શ્રેણિક તેનાથી બહુ દૂર નહીં, બહુ નીકટ નહીં તેવા સ્થાને ઊભા રહીને અને હાથ જોડીને પૂછયું, હે આર્ય ! તમે હજી યુવાન છો, તો પણ ભોગકાળમાં દીક્ષિત થયા છો, શ્રામણ્યમાં ઉપસ્થિત થયા છો. તેનું શું કારણ છે, તે હું સાંભળવા ઇચ્છું છું. - (અનાથમુનિએ કહ્યું–) હે રાજન્ ! હું અનાથ છું, મારો કોઈ નાથ નથી. મારા પર અનુકંપા રાખનાર કોઈ સુદ્ પ્રાપ્ત કરી શકતો નથી. (ઇત્યાદિ વર્ણન અનાથમુનિ કથામાં શ્રમણ વિભાગમાં આવી ગયેલ છે. કથા જુઓ ‘અનાથમુનિ'' = x = X - X - x એ પ્રમાણે રાજસિંહ શ્રેણિક રાજા અનગારસિંહ મુનિની પરમ ભક્તિથી સ્તુતિ કરીને અંતઃપુર તથા અન્ય પરિજનોની સાથે ધર્મમાં અનુરક્ત થઈ ગયો. ૦ શ્રેણિકનું નરકગમન અને ક્ષાયિકદર્શન : કોઈ વખતે ભગવંત મહાવીર રાજગૃહી પધાર્યા. તેમનું આગમન સાંભળીને શ્રેણિક રાજા તેમના ચરણમાં વંદના કરવાને દેવાધિદેવ પાસે ગયા. ભગવંતે ધર્મકથા કહેવાનો આરંભ કર્યો. ચાલુ ધર્મકથાએ કોઈ દેવ પરુ ઝરતા કુષ્ઠ રોગીનું રૂપ ધારણ ફરીને આવ્યો. ભગવંતને નમસ્કાર કરીને તે બેઠો. તે સમયે ભગવંતને છીંક આવી. તે સાંભળીને પે'લો કુષ્ઠી બોલ્યો, “તમે મૃત્યુ પામો.'' એટલામાં શ્રેણિકે છીંક ખાધી એટલે તે કુષ્ઠી બોલ્યો કે, હે રાજનૢ તમે જીવતા રહો. અભયને છીંક આવી એટલે બોલ્યો, મરો કે જીવો અને કાલસોકરિકને છીંક આવી ત્યારે કહ્યું કે, મર પણ નહીં કે જીવ પણ નહીં. ભગવંત પરત્વેના આશાતના વચનથી ક્રોધિત થયેલ શ્રેણિક રાજાએ પોતાના સૈનિકને સૂચના આપી કે ધર્મોપદેશ પૂર્ણ થતાં જ તમારે આ કુષ્ઠિને પકડી લેવો. ધર્મકથા પૂર્ણ થતાં તે કુષ્ઠી ઉઠીને ચાલ્યો, સૈનિકો દોડ્યા તેટલામાં તે દેવરૂપ વિકુર્તીને ઉડી ગયો. આશ્ચર્યચકિત શ્રેણિકે ભગવંતનો તેનું રહસ્ય પૂછ્યું ભગવંતે કહ્યું કે, હે રાજાનૂ ! તે કુષ્ઠી ન હતો પણ દેવ હતો. ત્યારે શ્રેણિકે પૂછયું કે, હે ભગવન્ ! આપને ‘મરી જાઓ’’ એવું નિષ્ઠુર વચન કેમ કહ્યું ? તેણે મને ભક્તિ બુદ્ધિથી કહ્યું કે, ભવમાં શ્રમ આદિ ભોગવીને શા માટે રહેવું જોઈએ ? માટે મૃત્યુ પામીને એકાંત સ્વરૂપ મોક્ષમાં પધારો. હે શ્રેણિક ! મોટા રાજ્યના ઉપાર્જન કરેલ સુખ તું અહીં જીવીને ભોગવ કારણ કે મૃત્યુ પામ્યા પછી તો તારી નરકની દુર્ગતિ થવાની છે. માટે “તું જીવ'' એમ કહ્યું. ઇત્યાદિ X × - * - ક્ષાયિક દર્શની હોવા છતાં શ્રેણિક નરકગતિમાં જશે. શ્રેણિકે ભગવંતને પૂછયું કે હે પ્રભુ ! હું આપનો સેવક છતાં નરકમાં જઉં તો આપની શી શોભા રહેશે ? ત્યારે ભગવંતે કહ્યું કે, હે શ્રેણિક ! તેં પૂર્વે નારકાયુષ્ય બાંધેલું છે. તેથી નક્કી તારી તે ગતિ For Private & Personal Use Only - Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322