________________ 30 ઓહનિજુત્તિ-(૭૧) પગ પાણીમાં અને બીજો પગ ઊંચો રાખે. તેમાંથી પાણી નીતરી જાય એટલે તે પગ પાણીમાં મૂકે અને પહેલો પગ ઊંચો રાખે. એ રીતે સામા કિનારે પહોંચે. પછી (ઈરિયાવહી) કાયોત્સર્ગ કરે. જો નિર્ભય જલ હોય તો ગૃહસ્થ સ્ત્રી વગેરે ઉતરતાં હોય તો પાછળ-પાછળ જાય. લયવાળું પાણી હોય તો ચોલ પટ્ટને ઊંચો લઈ ગાંઠ બાંધી. માણસોની વચમાં ઉતરે કેમકે કદાચ પાણીમાં ખેંચાય તો લોકો બચાવી લે. કિનારે ગયા. પછી ચોલપટ્ટાનું પાણી નીતરી જાય ત્યાં સુધી ઉભો રહે. જો ભય હોય તો ભીનો ચોલપટ્ટો શરીરને ન અડે તે રીતે લટકતો રાખી આગળ જાય. નદી ઉતરતાં જો ત્યાં ગૃહસ્થ ન હોય તો શરીરથી ચાર આંગળ ઊંચી લાકડીથી પાણી માપે. જે ઘણું પાણી હોય તો. ઉપકરણો ભેગા કરી બાંધે અને મોટું પાત્ર ઊંધું કરી શરીર સાથે બાંધી તરીને સામે કાંઠે જાય. જો નાવમાં બેસીને ઉતરવું પડે તો સંવર અથતુ પચ્ચક્ખાણ કરે નાવમાં મધ્યમાં બેસે, નવકાર મંત્ર સ્મરણ કરે અને કાંઠે ઉતરી ઈરિયાવહી કરે. ઉતરતી વખતે પણ પહેલા કે પછી ન ઉતરે પણ મધ્યમાં ઉતરે અને પચીશ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ કરે. જે નાવ ન હોય તો લાકડા કે તુંબડાને આધારે નદી તરે. [77] રસ્તામાં જતા વનદવ લાગેલો હોય તો અગ્નિ આગળ હોય તો પાછળ જવું, સામો આવતો હોય તો તૃણ. રહિત ભૂમિમાં ઊભા રહેવું, તૃણ રહિત ભૂમિ ન હોય તો કામળી ભીની કરીને ઓઢી લે. જો ખૂબ જ અગ્નિ હોય તો ચામડું ઓઢી લે અથવા ઉપાનહ ધારણ કરીને જવું. [38] જો પવન ઘણો હોયતો ખીણમાં કે વૃક્ષની ઓથ લઈ ઊભા રહેવું. જો ત્યાં ઉભવામાં ભય હોયતો છિદ્રરહિત કામળી ઓઢી લે અને છેડા લટકે નહીં તેમ જવું. | [70] વનસ્પતિ ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત્ત, મિશ્ર. એ પણ પ્રત્યેક અને સાધારણ બે ભેદે છે. તે દરેક સ્થિર અને અસ્થિર ભેદ હોય છે. તેના પણ ચાર-ચાર ભેદ છે. કચડાયેલી-ભયરહિત, કચડાયેલી ભયયુક્ત, નહીં કચડાયેલી ભય રહિત અને નહીં કચડાયેલી ભયયુક્ત તેમાં સચિત્ત, પ્રત્યેક, સ્થિર, આક્રાંત અને ભયવિનાની વનસ્પતિમાં જવું. જો તેમ ન હોય તો સંજોગ અનુસાર વર્તવું. [80] બેઈન્દ્રિય જીવો સચિત્ત-અચિત્ત-મિશ્ર ત્રણ ભેદ કહ્યા છે. તેના સ્થિર સંઘયણ બે ભેદ તે દરેકના આક્રાંત, અનાક્રાંત, પ્રત્યયાય (ભાયુક્ત અને અપ્રત્યયાય (ભયરહિત) એવા ચાર ભેદો છે. એ જ રીતે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય વિશે સમજવું. તેમાં અચિત્ત ત્રસવાળી. ભૂમિમાં જવું. [81-83] પૃથ્વીકાય અને અપૂકાય વાળા બે માર્ગમાં પૃથ્વીકાયમાં જવું, પૃથ્વી અને વનસ્પતિ યુક્ત માર્ગ હોયતો પૃથ્વીકાયમાં જવું, પૃથ્વી-ત્રસ-વનસ્પતિ હોય તો ત્રસરહિત પૃથ્વી માર્ગે જવું અકાય-વનસ્પતિકાય વાળો માર્ગ હોય તો વનના માર્ગે જવું તેઉવાઉ સિવાયના પણ અન્ય સંજોગો છે તે માટે સંક્ષેપમાં કહીએ તો ઓછામાં ઓછી વિરાધનાવાળા માર્ગે જવું ૮૪-૮૫]બધે સંયમ રક્ષા કરવી. સંયમથી પણ આત્માની રક્ષા કરવી. કેમકે જીવતો રહેશે તો પુનઃ તપદીથી વિશુદ્ધિ કરી લેશે. સંયમ નિમિત્તે દેહને ધારણ કરેલો છે. જો દેહ જ ન હોય તો સંયમ કેમ પાળશે? સંયમ વૃદ્ધિ માટે શરીરનું પાલન ઈષ્ટ છે. [૮૬-૯૮]લોકો પણ કાદવ, શિકારી પશુ, કૂતરા, રેતાળ કંટકવાળો અને ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org