Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ 44 ઓહનિજુત્તિ (33) સવારમાં જ બીજે ગામ જાય. ઉપાશ્રયમાં પેસતા ખિસીહિ કહે. ત્યાં રહેલા સાધુ નિસીહિ સાંભળી સામા આવે. વાપરતાં હોય તો મોંમાં મૂકેલો કોળીયો વાપરી લે, હાથમાં લીધેલો કોળીયો પાત્રામાં પાછો મૂકી દે, સામે આવી આવેલા સાધુનું સન્માન કરે, આવેલા સાધુ સંક્ષેપથી આલોચના કરી. તેમની સાથે આહાર વાપરે. જો આવેલ સાધુઓએ વાપરેલું હોય, તો ત્યાં રહેલાં સાધુઓને કહે કે “અમે વાપર્યું છે તમે વાપરો.” આવેલા સાધુઓને વાપરવાનું હોય તો જો ત્યાં લાવેલો આહાર પૂરતો હોય તો બધા સાથે વાપરે, ઓછો હોય તો તે આહાર આવેલા સાધુઓને આપી દે અને પોતાના માટે બીજા આહાર લાવીને વાપરે. આવેલા સાધુઓની ત્રણ દિવસે આહાર પાણી આદિથી ભક્તિ કરવી. શક્તિ ન હોય તો બાલ વૃદ્ધ આદિની ભક્તિ કરવી. આવેલા સાધુ તે ગામમાં ગોચરીએ જાય અને ત્યાં રહેલા સાધુમાં તરૂણા બીજ ગામમાં ગોચરીએ જાય. ૩૩૭-૩પપ વસતિ - ત્રણ પ્રકારની હોય. ૧.મોટી, 2 નાની, ૩.પ્રમાણયુક્ત. સૌથી પહેલાં પ્રમાણયુક્ત વસતિ ગ્રહણ કરવી, તેવી ન હોય તો નાની વસતિ ગ્રહણ કરવી, નાની પણ ન હોય તો મોટી વસતિ ગ્રહણ કરવી. જો મોટી વસતિમાં ઉતર્યા હોય તો ત્યાં બીજા લોકો દંડપાસકો, પારદારિકા, આદિ આવીને સૂઈ જાય, તેથી ત્યાં પ્રતિક્રમણ, સૂત્રપોરિસી અર્થપોરિસી કરતાં તથા જતાં આવતાં લોકોમાં કોઈ અસહિષ્ણુ હોય તો તે બૂમાબૂમ કરી મુકે, તેથી ઝઘડો થાય, પાત્ર આદિ તૂટી જાય, ઠલ્લા માત્રાની શંકા રોકે તો રોગ આદિ થાય, દૂર જઈ નહિ એલી જગ્યામાં શંકા ટાળે તો સંયમ-આત્મવિરાધના થાય. બધાના દેખતાં શંકા ટાળે તો પ્રવચનની લઘુતા થાય. રાત્રે વસતિમાં પૂજતાં પૂંજતાં જાય, તો તે જોઈને કોઈને ચોરની શંકા થાય, અને કદાચ મારી નાંખે. સાગારિક-ગૃહસ્થને સ્પર્શ થઈ જાય અને તે જાગી જાય તો, તેને શંકા થાય કે આ નપુંસક હશે. કોઈ સ્ત્રીને સ્પર્શ થઈ જાય તો તે સ્ત્રીને થાય કે આ મારી ઈચ્છા કરે છે.” તેથી બીજાને કહે કે 'આ મારી ઈચ્છા કરે છે સાંભળી લોકો કોપાયમાન થાય. સાધુને મારે, દિવસે કોઈ સ્ત્રી કે નપુસંક સુંદરરૂપ જોઈને સાધુ ઉપર રાગવાળા થયા, હોય, તેથી રાત્રે ત્યાં સૂઈ જાય અને સાધુને બળાત્કારે ગ્રહણ કરે ઈત્યાદિ દોષો મોટી વસતિમાં ઉતરવામાં રહેલા છે. માટે મોટી વસતિમાં ન ઉતરવું. નાની વસતિમાં ઉતરવાથી રાત્રે જતાં આવતાં કોઈના ઉપર પડી જવાય. જાગી જતાં તેને ચોરની શંકા થાય. રાત્રે નહિ દેખી શકવા થી યુદ્ધ થાય, તેમાં પાત્ર આદી તૂટી જાય તેથી સંયમ- આત્મવિરાધના થાય, માટે નાની વસતિમાં ન ઉતરવું. પ્રમાણસર વસતિમાં ઉતરવું તે આરીતે એક એક સાધુ માટે ત્રણ હાથ પહોળી જગ્યા રાખવી એક હાથને ચાર આંગળ પહોળો સંથારો, પછી વીસ આંગળ જગ્યા ખાલી પછી એક હાથ જગ્યામાં પાત્રાદિ મૂકવાં, ત્યાર પછી બીજા સાધુનાં આસન આદિ કરવાં. પાત્રાદી બહુ દૂર મૂકે તો બિલાડી, ઉંદર આદિથી રક્ષણ ન થઈ શકે. બહુ નજીક પાત્રાદિ રાખે તો શરીર ફેરવતાં ઉંચું નીચું કરતાં પાત્રાદિ ને ધક્કો લાગે તો પાત્રાદિ તૂટી જાય. માટે વીસ આંગળનું અંતર રાખવું જોઈએ. બે હાથ કરતાં વધારે અંતર હોય તો, કોઈ ગૃહસ્થ આદિ જોર કરીને વચમાં સૂઈ જાય, તો બીજા દોષો આવી પડે. તો તેવા સ્થાન માટે વસતિનું પ્રમાણ આ રીતે જાણવું. એક હાથ શરીર, વીસ આગળ ખાલી, આઠ આગળમાં પાત્રો, પછી વીસ આંગળ, ખાલી પછી બીજા સાધુ આ પ્રમાણે ત્રણ હાથે એક સાધુથી બીજો સાધુ આવે. વચમાં બે હાથનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63