Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ 66 ઓહનિજુત્તિ- (91) [૯૧૬-૯૨૩અવિધિ ભોજન - ૧.કાકભુક્ત, ૨.શૃંગાલમુક્ત, ૩.દ્રાવિતરસ, 4, પરામૃ. કાકભુક્ત - એટલે જેમ કાગડો વિષ્ટા આદિમાંથી વાલ, ચણા આદિ કાઢીને ખાય છે, તેમ પાત્રામાંથી સારી સારી કે અમુક અમુક વસ્તુ કાઢીને વાપરે છે. અથવા ખાતાં ખાતાં વેરે, તથા મોંમાં કોળીયો નાખીને કાગડાની માફક આજુબાજુ જુવે. શુંગાલમુક્ત - શીયાળીયાની જેમ જુદે જુદેથી લઈને ખાય. દ્વારિતરસ - એટલે ભાત ઓસામણ ભેગાં કરેલામાં પાણી કે પ્રવાહી નાખીને એક રસરૂપ થયેલું પી જાય. પરાકૃષ્ટ - એટલે ફેરફાર ઉધું છતું- નીચેનું ઉપર અને ઉપરનું નીચે કરીને વાપરે. વિધિ ભોજનપ્રથમ ઉત્કૃષ્ટ દ્રવ્ય, પછી અનુકૂષ્ટ દ્રવ્ય પછી સમીકૃતરસ વાપરવું. એ વિધિ ભોજન અવિધિથી ગ્રહણ કરેલું અને અવિધિથી વાપરેલું બીજાને આપે કે તે તો આચાર્યું આપનારને અને લેનારને બંનેને ઠપકો આપવો. તથા એક કલ્યાણક પ્રાયશ્ચિત આપવું. ધીરપુરુષોએ આ પ્રમાણે સંયમવૃદ્ધિને માટે ગ્રાસ એષણા કહી, નિગ્રંથોને આ રીતે વિધિપાલન કરતાં અનેક ભવ, સંચિત કમો ખપે છે. ૯૨૪-૯૪૨પરિષ્ઠાપના બે પ્રકારે -જાત, અજાત. જાત - એટલે પ્રાણાતિપાતાદિ દોષોથી યુક્ત, અથવા આધાકમાદિ દોષવાળું, અથવા લોભથી લીધેલું તથા અભિયોગકૃત, વશીકરણકૃત, મંત્ર, ચૂર્ણ આદિ મિશ્રત અને વિષમિશ્રિત આહારો પણ અશુદ્ધ હોઈ પરઠવવામાં જાત પ્રકારના છે. અાત - એટલે શુધ્ધ આહાર. જાતપારિષ્ઠાપનિક - મૂલ ગુણે. કરી અશુદ્ધ જીવહિંસાદિ દોષવાળો આહાર, એકાંત સ્થળમાં, જ્યાં લોકોનું જવું આવવું ન હોય, તેવી સરખી જમીન ઉપર જ્યાં પ્રાઘુર્ણક આદિ સુખ પૂર્વક જોઈ શકે, ત્યાં એક ઢગલી કરીને પરઠવવો. મૂચ્છ કે લોભથી ગ્રહણ કરેલો અથવા ઉત્તરગુણે કરી અશુદ્ધ આધાકમિ વગેરે દોષવાળો હોય, તો તે આહારને બે ઢગલી કરી પરઠવવો. અભિયોગાદિ કે મંત્ર. તંત્રવાળો હોય તો તેવા આહારને રાખમાં એકમેક કરીને પરઠવવો. ત્રણ વાર વોસિરે વોસિરે વોસિરે કહેવું. અજાતા પારિષ્ઠાપનિકા - શુદ્ધ આહાર વધેલો હોય તેની પારિષ્ઠાપનિક અજાત કહેવાય છે, તે આહારને સાધુઓને ખબર પડે તે રીતે ત્રણ ઢગલી કરી પરઠવવો. ત્રણ વાર વોસિરે વોસિરે વોસિરે કહેવું. આ પ્રમાણે વિધિપૂર્વક પરઠવતા સાધુ કર્મથી મૂકાય છે. શુદ્ધ અને વિધિ પૂર્વક લાવેલો આહાર શી રીતે વધે ? જે ક્ષેત્રમાં રહેલા હોય ત્યાં આચાર્ય ગ્લાન આદિને પ્રાયોગ્ય દ્રવ્ય દુર્લભ હોવાથી બહાર બીજે ગામ ગોચરી ગયેલા બધા સાધુઓને પ્રાયોગ્ય દ્રવ્ય મળી જતાં તેઓ ગ્રહણ કરે, અથવા ગૃહસ્થ વધુ વહોરાવી દે તેથી વધે. આથી શુદ્ધ એવો પણ આહાર પરઠવવો પડે. આવા શુદ્ધ આહારની ત્રણ ઢગલી કરે, જેથી જરૂરીઆતવાળા સાધુ સમજીને ગ્રહણ કરી શકે. [૯૪૩-૯૪૯]આચાર્યને પ્રાયોગ્ય ગ્રહણ કરવાથી ગુરુને સૂત્ર અને અર્થ સ્થિર થાય છે, મનોજ્ઞ આહારથી સૂત્ર અને અર્થનું સુખ પૂર્વક ચિંતવન કરી શકે છે. આથી આચાર્યનો વિનય થાય છે. ગુરુની પૂજા થાય છે. નવદીક્ષિતને આચાર્ય પ્રતિ બહુમાન થાય છે, પ્રાયોગ્ય આપનાર ગૃહસ્થને શ્રદ્ધાની વૃદ્ધિ થાય છે. આચાર્યની બુદ્ધિ અને બલ વૃધ્ધિ પામે છે. આથી શિષ્યને ઘણી નિર્જરા થાય છે. આ કારણેથી પ્રયોગ્ય ગ્રહણ કરવાથી આચાર્યની અનુકંપા-ભક્તિ થાય છે. આચાર્યની અનુકંપાથી ગચ્છની અનુકંપા થાય છે. ગચ્છની અનુકંપાથઈ તીર્થની અનુકંપા થાય છે. માટે પ્રાયોગ્ય ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63