Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 57
________________ માથા - 1074 અથવા ઓદન સુપથી ભરેલું બે ગાઉ ચાલીને આવેલો સાધુ વાપરી શકે તેટલા પ્રમાણનું. (માત્રકપાત્ર પ્રહણની વિધિપનિયુક્તિકમ 1071 થી ૧૦૭૪માં છે). [૧૦૭પ-૧૦૭૬ચોલપટ્ટો - સ્થવિર માટે કોમળ, બે હાથ લંબાઈનો, યુવાન માટે સ્કૂલ ચાર હાથનો ગુલ્વેન્દ્રિય વગેરે ઢાંકવા માટે. જેથી સાધુનું ચારિત્ર સચવાય. [૧૦૭૭-૧૦૭૮]સંથારો- ઉત્તરપટ્ટો - જીવ અને ધૂળથી રક્ષણ કરવા માટે અઢી હાથ લાંબો અને એક હાથ ચાર આંગળ પહોળો રાખવો. નીચે સંથારિયું પાથરી ઉપર ઉત્તરપટ્ટો પાથરવો. સંથારો ઊનનો અને ઉત્તરપટ્ટો સુતરાઉ રાખવો. [૧૦૭૯]નિષદ્યા - જીવ રક્ષા માટે. એક હાથ પહોળું અને રજોહરણ જેટલું લાંબુ. બે નિષદ્યા રાખવા એક અત્યંતર અને બીજું બાહ્ય. [૧૦૮૦ઔપગ્રહિક ઉપાધિ વષકલ્પ અને પડેલાં આત્મરક્ષા તથા સંયમરક્ષા માટે જેઓ ગોચરી આદિ માટે બહાર જતાં હોય તેમણે ચોમાસામાં બે ગુણા રાખવા. કેમકે જો એક રાખે તો તે ભીના થયેલા ઓઢી રાખવાથી પેટના શૂલ વગેરેથી કદાચ મરી જાય, તથા અતિમલીન કપડાં ઓઢ્યા હોય અને ઉપર પાણી પડે તો અપૂકાય જીવોની. વિરાધના થાય, વળી બાકીની ઉપાધિ તો એક એક જ રાખવી. [૧૦૮૧]કપડાં શરીર પ્રમાણ કરતાં લાંબાં કે ટુંકા જેવાં મળે તેવા ગ્રહણ કરવાં, પણ લાંબા હોય તો ફાડવા નહિ અને ટૂંકા હોય તો સાંધો કરવો નહિ. [૧૦૮૨-૧૦૮૩]ઔપગ્રહિક ઉપધિમાં દરેક સાધુને દાંડો યષ્ટિ અને વિયષ્ટિ રાખવી તથા ચર્મ, ચર્મકોશ, ચપ્પ, અસ્ત્રો, યોગપટ્ટક અને પડદો વગેરે ગુરુ-આચાર્યને જ ઔપગ્રહિક ઉપધિમાં હોય છે, સાધુને નહિ. આ પ્રમાણે સાધુને ઓઘ ઉપરાંત તપ સંયમને ઉપકારક એવી ઉપાનહ વગેરે બીજી ઔપગ્રહિક ઉપધિ જાણવી. [૧૦૮૪-૧૦૯૫]શાસ્ત્રમાં દડ પાંચ પ્રકારના છે. : યષ્ટિ - શરીર પ્રમાણ પડદો બાંધવા માટે, વિષ્ટિ - શરીર પ્રમાણ કરતાં ચાર આંગળ જૂન-નાસિકા સુધી. ઉપાશ્રય દ્વારની આડે રાખવા માટે હોય છે. દંડ- ખભા સુધીનો ઋતુબદ્ધકાળમાં ઉપાશ્રયની બહાર ભિક્ષા ભમતાં હાથમાં રાખવા માટે. વિદેડ- કાખ પ્રમાણ વષકાળમાં ભિક્ષા. ભમતો ગ્રહણ કરાય છે. નાલિકા - પાણીની ઊંડાઈ માપવા માટે શરીર પ્રમાણથી ચાર આંગળ અધિક. થષ્ટિના લક્ષણો - એક પર્વની યષ્ટિ હોય તો પ્રશંસાવાળી, બે પર્વની યષ્ટિ હોય તો કલહકારી, ત્રણ પર્વની યષ્ટિ હોય તો લાભકારી, ચાર પર્વની યષ્ટિ હોય તો મૃત્યુકારી. પાંચ પર્વની યષ્ટિ હોય તો શાંતિકારી, રસ્તામાં કલહ નિવારનારી. છ પર્વની યષ્ટિ હોય. તો કષ્ટકારી., સાત પર્વની યષ્ટિ હોય તો નિરોગી રહે, આઠ પર્વની યષ્ટિ હોય તો સંપત્તિ દૂર કરે., નવ પર્વની યષ્ટિ હોય તો જશ કરનારી, દશ પર્વની યષ્ટિ હોય તો સર્વ રીતે સંપદા કરે. નીચેથી ચાર આંગળ જાડી, ઉપર પકડવાનો ભાગ આઠ આગળ ઊંચાઈનો રાખવો, દુષ્ટ પશુ, કૂતરા, કાદવ, તથા વિષમ સ્થાનથી રક્ષા માટે વષ્ટિ રાખવામાં આવે છે. તથા તે તપ અને સંયમને પણ વધારે છે. કેવી રીતે? મોક્ષ પ્રાપ્ત કરવા જ્ઞાન મેળવાય છે. જ્ઞાન માટે શરીર, શરીરના રક્ષણ માટે યષ્ટિ આદિ ઉપકરણો છે. પાત્ર આદિ જે જ્ઞાનાદિના ઉપકાર માટે થાય, તે ઉપકરણ કહેવાય અને જે જ્ઞાન આદિના ઉપકાર માટે ન થાય તે સર્વ અધિકરણ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63