________________ 64 હનિતિ -(859) પ્રમાણે કોળીયો મુખમાં મૂકવો. અથવા મોં વિકત ન થાય તેટલા પ્રમાણનો કોળીયો. ગુરુગુરુ મહારાજ જોઈ શકે એમ વાપરવું જો એમ ન વાપરે તો કદાચ કોઈ સાધુ ઘણું વાપરે, અથવા અપથ્ય વાપરે તો રોગ આદિ થાય, અથવા ગોચરીમાં નિષ્પ દ્રવ્ય મળ્યું હોય, તો તે ગુરુને બતાવ્યા સિવાય વાપરી લે. માટે ગુરુ મહારાજ જોઈ શકે તે રીતે આહાર વાપરવો. ભાવ- જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના સારી રીતે થઈ શકે તે માટે વાપરવું. પણ વર્ણ, બલ, રૂ૫, આદિ માટે આહાર ન વાપરવો. જે સાધુ ગુરુને બતાવીને, વિધિપૂર્વક વાપરે છે. તે સાધુ ગવેષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણાથી શુદ્ધ વાપરે છે. [૮૬૦આ રીતે એક સાધુને વાપરવાનો વિધિ સંક્ષેપથી કહ્યો. તેજ રીતે અનેક સાધુને વાપરવાનો વિધિ સમજી લેવા. પરંતુ અને સાધુએ માંડલીબદ્ધ વાપરવું. [૮૬૧]માંડલી કરવાનાં કારણો-અતિગ્લાન, બાળ, વૃદ્ધ, શૈક્ષ, પ્રાદુર્ણક અલબ્ધિવાન કે અસમર્થના કારણે માંડલી અલગ કરવી. [૮૬૨-૮૬૮]ભિક્ષાએ ગયેલા સાધુઓને આવવાનો સમય થાય એટલે વસતિપાલકે નંદપાત્ર, પડિલેહણ કરીને તૈયાર રાખે, સાધુ આવીને તેમાં પાણી નાખે. પછી પાણી સ્વચ્છ થઈ જાય એટલે બીજા પાત્રમાં ગાળી લેવાય. ગચ્છમાં સાધુઓ હોય તે પ્રમાણે પાત્ર રાખવું. ગચ્છ મોટો હોય તો બે ત્રણ કે પાંચ નંદીપાત્ર રાખે. વસતિપાલક નંદીપાત્ર રાખવા સમર્થ ન હોય, અથવા નંદીપાત્ર ન હોય, તો સાધુ પોતાના પાત્રમાં ચાર આંગળ ઓછું પાણી લાવે, જેથી એક બીજામાં નાંખીને પાણી સ્વચ્છ કરી શકાય. પાણીમાં કીડી, મંકોડા કચરો આદિ હોય તો પાણી ગાળતાં. જયણાપૂર્વક કીડી આદિને દૂર કરે. ગૃહસ્થ આગળ પાણી સુખેથી વાપરી શકાય. આચાર્ય આદિના ઉપયોગમાં આવી શકે. જીવદયા પળાય વગેરે કારણે પણ પાણી ગાળવું જોઈએ. સાધુઓએ માંડલીમાં યથાસ્થાને બેસીને બધા સાધુઓ આવી ન જાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો. કોઈ અસહિષ્ણુ હોય તો તેને પહેલાં વાપરવાં આપી દે. [૮૬૯-૮૭૫]ગીતાર્થ, રત્નાધિક અને અલુબ્ધ એવાં મંડલીસ્થવિર આચાર્યની રજા લઈને માંડલીમાં આવે. ગીતાર્થ રત્નાધિક અને અલુબ્ધ આ ત્રણ ના. આઠ ભેદ છે. ગીતાર્થ, રત્નાધિક, અલુબ્ધ., ગીતાર્થ, રત્નાધિક, લુબ્ધ., ગીતાર્થ, લઘુપય. અલુબ્ધ., ગીતાર્થ, લઘુપયિ, અલુબ્ધ., અગીતાર્થ, રત્નાધિક, અલુબ્ધ., અગીતાર્થ રત્નાધિક, લુબ્ધ., અગીતાર્થ રત્નાધિક, લુબ્ધ., અગીતાર્થ લઘુપયય, અલુબ્ધ., અગીતાર્થ, લઘુપયય, લુબ્ધ. આમાં 2-4-6-8 ભાંગા દુષ્ટ છે. પ-૭ અપવાદે શુધ્ધ, 1-3 શુધ્ધ છે. શુદ્ધ મંડલીસ્થવિર બધા સાધુઓને આહાર આદિ વહેંચી આપે. રત્નાધિકસાધુ પૂવૉભિમુખ બેસે, બાકીના સાધુ યથાયોગ્ય પયય પ્રમાણે માંડલીબદ્ધ બેસે. ગોચરી વાપરતી વખતે દરેક સાધુઓ સાથે રાખની કુંડી રાખે. કેમકે વાપરતાં કદાચ કાંટો, ઠળીયો આદિ આવે તો કુંડીમાં નાખી શકાય. વાપરતા હોય ત્યારે, ગૃહસ્થ આદિ અંદર ન આવી જાય તે માટે એક સાધુ (ઉપવાસી હોય, કે જલ્દી વાપરી લીધુ હોય તે) ખબર રાખવા નાકા ઉપર બેસે. [૮૭-૮૮૩]આહાર વાપરવાની વિધિ. પ્રથમ સ્નિગ્ધ અને મધુર આહાર વાપરવો. કેમ કે તેથી બુદ્ધિ અને બળ વધે છે. તથા પિત્ત શમી જાય છે. બળ-શક્તિ હોય, તો વૈયાવચ્ચ સારી રીતે કરી શકાય. વળી સ્નિગ્ધ આહાર છેલ્લો વાપરવાને રાખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org