Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ ઓહનિજજુત્તિ-(૪૭0) કરે અને માત્ર પડિલેહણ કર્યા કરે તો તે આત્મા સંપૂર્ણ આરાધક થઈ શકતો નથી માત્ર દેશથી જ આરાધક થાય. માટે બધાંજ અનુષ્ઠાનો આચરવાં જોઈએ. [૪૭-૪૭૬સર્વ આરાધક કોને કહેવા?પાંચે ઈન્દ્રિયોથી ગુપ્ત, મન વચન અને કાયાના યોગોથી યુક્ત, બાર પ્રકારના તપોનું આચરણ, ઈન્દ્રિય અને મનનો કાબુ, સત્તર પ્રકારના સંયમનું પાલન કરનાર સંપૂર્ણ આરાધક થાય છે. પાંચે ઈન્દ્રિયોથી ગુપ્ત - એટલે પાંચે ઈન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ મેળવવાની ઈચ્છા નહિ કરવી, તથા પ્રાપ્ત થયેલાં વિષયો પ્રત્યે સારા હોય-અનુકુળ હોય તેમાં રાગ નહિ કરવો, ખરાબ-પ્રતિકુળ હોય તેમાં દ્વેષ નહિ કરવો. મન, વચન અને કાયાના યોગોથી યુક્ત - એટલે મન, વચન અને કાયાને અશુભ કર્મબંધ થાય એવા વ્યાપારથી રોકવા અને શુભ કર્મબંધ થાય તેમાં પ્રવૃત્ત કરવા. મનથી સારા વિચારો કરવા, વચનથી સારાં નિરવદ્ય વચન બોલવા અને કાયાને સંયમના યોગોમાં રોકી રાખવી. ખરાબ વિચારો વગેરે આવે તો તેને રોકીને સારા વિચારોમાં મન વગેરેને લઈ જવું. ત૫ - છ બાહ્ય અને છે અત્યંતર, એમ બાર પ્રકારનો તપ રાખવો. નિયમ - એટલે ઈન્દ્રિયો અને મનને કાબુમાં રાખવા. તથા ક્રોધ માન માયા અને લોભ ન કરવો. સંયમ- સત્તર પ્રકારે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય સંયમ આ જીવોની વિરાધના ન થાય તેમ વર્તવું. અજીવસંયમ - લાકડું વસ્ત્ર, પુસ્તક આદિ ઉપર લીલફુલ-નિગોદ વગેરે લાગેલી હોય તો તે ગ્રહણ ન કરવું. પ્રેક્ષાસંયમ વસ્તુ જોઈ પૂંજી પ્રમાર્જીને લેવી મૂકવી, તથા ચાલવું, બેસવું, શરીર ફેરવવું વગેરે કાર્ય કરતાં જોવું, પ્રમાર્જ, પ્રત્યેક કાર્ય કરતાં ચક્ષુ, આદિથી પડિલેહણા કરવી. ઉપેક્ષાસંયમ - બે પ્રકારે સાધુ સંબંધી, ગૃહસ્થી સંબંધી. સાધુ સંયમમાં બરાબર વર્તતો ન હોય તો તેને સંયમમાં પ્રવર્તાવવા પ્રેરણા કરવી, ગૃહસ્થને પાપકારી વ્યાપારમાં પ્રેરણા ન કરવી. આ ' રીતે આરાધના કરનાર સંપૂર્ણ આરાધક થઈ શકે છે. [૪૭૭-૪૯૭સવારે પડિલેહણ કરી પછી સ્વાધ્યાય કરવો, પાદન પોરિસી થાય ત્યારે પાત્રાની પડિલેહણા કરવી જોઈએ. પછી સાંજે પાદોન પોરિસ-ચરમ પોરિસીમાં બીજી વાર પડિલેહણાં કરવી. પોરિસીકાળ નિશ્ચયથી અને વ્યવહારથી બે પ્રકારે છેમહિનો પોરિસી ચરમપોરિસી પગલાંગળ પગલાં આગળ આષાડ સુદ 15 2-0 2-6 શ્રાવણ સુદ 15 2-4 2-10 ભાદરવા સુદ 15 3-4 આસો સુદ 15 3-0 3-8 કારતક સુદ 15 3-4 4-0 માગસર સુદ 15 3-8 પોષ સુદ ૧પ 4-10 મહા સુદ 15 3-8 ૪ફાગણ સુદ 15 3-4 4-0. 2-8 4-6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63