Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ ગાથા-૫૮૨ પપ પ્રત્યેક વનસ્પતિ. મિશ્ર - ચીમળાએલાં ફળ, પત્ર, પુષ્પ આદિ, ચાળ્યા વિનાનો લોટ, ખાંડેલી ડાંગર આદિ, અચિત્ત - શસ્ત્ર આદિ થી પરિણત થયેલ વનસ્પતિ, અચિત્ત વનસ્પતિનો ઉપયોગ - સંથારો, કપડાં, ઔષધ આદિમાં ઉપયોગ થાય છે. [૫૮૨-૫૮૭]બેઈન્દ્રિયપિંડ, તેઈન્દ્રિયપિંડ, ચઉરિદ્રિયપિંડ. આ બધા એક સાથે પોત પોતાના સમૂહરૂપ હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારે હોય છે. બેઈન્દ્રિય ચંદનક, શંખ છીપ આદિ ઔષદ વગેરે કાર્યોમાં. તેઈક્રિય - ઉઘેહીની માટી આદિ. ચઉરિજિય- શરીર આરોગ્ય માટે ઊલ્ટી વગેરે કાર્યમાં માખીની અધાર વગેરે. પંચેન્દ્રિયપિંડ - ચાર પ્રકારે નારકી, તીર્થંચ, મનુષ્ય, દેવતાં. નારકીનો - વ્યવહાર કોઈ રીતે થઈ શકતો નથી. તીય પંચેન્દ્રિયનો ઉપયોગ - ચામડું, હાડકાં, વાળ, દાંત, નખ, રોમ, શીંગડા, વિષ્ટા મુત્ર આદિનો કારણ પ્રસંગે ઉપયોગ, કરાય છે. તથા વસ્ત્ર, દૂધ, દહીં, ધી આદિનો ઉપયોગ કરાય છે. મનુષ્યનો ઉપયોગ - સચિત્ત મનુષ્યનો ઉપયોગ દીક્ષા આપવામાં તથા માર્ગ પૂછવા માટે થાય છે. અચિત્ત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તન આદિ કરવા માટે કામ પડે, તથા ઘસીને ઉપદ્રવ શાંત કરવા માટે મિશ્ર મનુષ્યનો ઉપયોગ. રસ્તો આદિ પૂછવા માટે દેવનો ઉપયોગ * તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યું આદિ પૂછવા માટે તથા શુભાશુભ પૂછવા માટે કે સંઘ સંબંધી કોઈ કાર્ય માટે દેવનો ઉપયોગ કરે. આ પ્રમાણે ચિત્ત-અચિત્ત-મિશ્ર. નવ પ્રકારના પિંડોની હકીકત થઈ. [588-644] લેપપિંડ - પૃથ્વીકાયથી મનુષ્ય સુધી આ નવેના સંયોગથી ઉત્પન્ન થયેલો લેપ પિંડ હોય છે કેવી રીતે ? ગાડાના અક્ષમાં પૃથ્વીની રજ લાગેલ હોય તેથી પૃથ્વીકાય. ગાડું નદી ઉતરતાં પાણી લાગેલું હોય તેથી અપૂકાય. ગાડાનું લોઢું ઘસાતા અગ્નિ ઉત્પન્ન થાય તેથી તેઉકાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુકાય છે તેથી વાયુકાય અક્ષ લાકડાનો હોય તેથી વનસ્પતિકાય. મળી માં સંપાતિમાં જીવ પડ્યા હોય તેથી બેઈન્દ્રિય. તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અને દોરડું ઘસાય છે તેથી પંચેન્દ્રિય. આ લેપનું ગ્રહણ પાત્રાદિ રંગવા માટે કરાય છે. લેપ યતના પૂર્વક પ્રહણ કરવો. ગાડા પાસે જઈ તેના માલિકને પૂછીને લેપ ગ્રહણ કરવો. શય્યાતરના ગાડાનો લેપ ગ્રહણ કરવામાં શય્યાતર પિંડનો દોષ લાગતો નથી. લેપની છેટેથી સુંધીને પરીક્ષા કરવી. મીઠો હોય તો પ્રહણ કરવો. લેપ લેવા જતાં ગુરુ મહારાજને વંદન કરી પૂછીને જવું પ્રથમ નવા પાત્રાને લેપ કરવો પછી જુનાં પાત્રાને લેપ કરવો જુના પાત્રો ઉખડી ગયાં હોય તો તે ગુરુ મહારાજને બતાવીને પછી લેપ કરવો, પૂછવાનું કારણ એ છે કે કોઈ નવા સાધુ સૂત્ર અર્થ ગ્રહણ કરવા માટે આવવાના હોય તો પાત્રાને લેપ કરવાનો નિષેધ કરી શકે અથવા તો કોઈ માયાવી હોય તો તેની વારણા કરી શકાય. સવારમાં લેપ લગાવી પાત્રને સૂકાવા દેવું શક્તિ હોય તો ઉપવાસ કરીને લેપ કરવો. ઉપવાસની શક્તિ ન હોય તો લેપ કરેલું પાત્ર બીજાને સાચવવા સોંપીને વાપરવા જાય. બીજાને ન સોંપે અને એમને એમ મૂકીને જાય તો સંપતિમ જીવોની વિરાધના થાય. લેપની પોટલી બનાવી પાતરાને રંગે. પછી આંગળી વડે સુંવાળા બનાવે. લેપ બે ત્રણ કે પાંચ વાર લગાવવો. પાત્રાનો લેપ વિભૂષા માટે ન કરે પણ સંયમને માટે કરે. વધેલો લેપ રૂ વગેરે સાથે રાખવામાં મસળીને પાઠવી દેવો. લેપ બે પ્રકારના છે એક યુક્તિ લેપ, બીજો ખંજન લેપ. અનેક વસ્તુ મેળવીને થતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63