Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ પર ઓહનિજજુત્તિ-(પ૩૨). થાય. કદાચ કોઈ સ્ત્રી નપુંસક આદિ બલાત્કારે ગ્રહણ કરે. તિયચના આપાતમાં દોષો મારકણાં હોય તો શીંગડું આદિ મારે કરડી, જાય. હિંસક હોય તો ભક્ષણ કરી જાય. ગધેડી આદિ હોય તો મૈથુનની શંકા થઈ આવે. સંલોકમાં દોષો. તીયચના સંલોકમાં કોઈ દોષ થતાં નથી. મનુષ્યના સંલોકમાં ઉડાહ આદિ દોષો થાય. સ્ત્રી આદિનાં સંલોકમાં મૂચા કે અનુરાગ થાય. માટે સ્ત્રી આદિનો સંલોક હોય ત્યાં સ્થડિલ ન જવું. આપાત. અને સંલોકના દોષો થાય એમ ન હોય ત્યાં સ્થડિલ જવું સાધ્વીજીઓનો આપાત હોય. પણ સંલોક ન હોય, ત્યાં સ્થડલ જવું જોઈએ. સ્થગિલ જવા માટે સંજ્ઞા - કાલસંજ્ઞા -ત્રીજી પોરિસીમાં ઈંડિલ જવું તે. અકાલસંશાત્રીજી પોરિસી સિવાયના વખતે ચંડિલ જવું તે. અથવા ગોચરી કર્યા પછી ચંડિલ જવું તે કાલસંજ્ઞા અથવા અર્થ પોરિસી પછી સ્વડિલ જવું તે કાલસંશા. ચોમાસા સિવાય ના કાળમાં ડગલ (ઈટ આદિનો ટુકડો) લઈ તેનાથી સાફ કરી ત્રણ વાર પાણી થી આચમન-સાફ કરવું. સાપ, વિંછી આદિનો દર ન હોય, કીડા, જીવજંતુ કે વનસ્પતિ ન હોય, તથા પ્રાસુક સમ-સરખી ભૂમિમાં છાંયો હોય ત્યાં સ્થડિલે જવું. પ્રાસુક ભૂમિ ઉત્કૃષ્ટથી બાર યોજનની, જઘન્યથી એક હાથ લાંબી પહોળી, આગાઢ કારણે જઘન્યથી ચાર આંગળ લાંબી પહોળી અને દશ દોષોથી રહિત જગ્યામાં ઉપયોગ કરવો. આત્મ ઉપઘાત - બગીચા આદિમાં જતાં. પ્રવચન ઉપઘાત - ખરાબ સ્થાન વિણ આદિ હોય ત્યાં જતાં. સંયમ ઉપઘાત - અગ્નિ, વનસ્પતિ આદિ હોય જ્યાં જવાથઈ ષજીવનિકાયની વિરાધના થાય. વિષમજગ્યાએ જતાં પડી જવાયતેથી આત્મ વિરાધના, માત્રા આદિનો રેલો ઉતરે તેમાં ત્રસ આદિ જીવોની વિરાધના થાય તેથી સંયમ વિરાધના. પોલાણવાળી જગ્યાએ જતાં, તેમાં વીંછી આદિ હોય તે કરડી જાય તેથી આત્મ વિરાધના પોલાણમાં પાણી આદિ જતાં ત્રસ આદિ જીવોની વિરાધના થાય, તેથી સંયમ વિરાધના. મકાનોની નજીકમાં જાય, તો સંયમ વિરાધના અને આત્મવિરાધના. બીલવાળી જગ્યામાં જાય તો સંયમવિરાધના અને આત્મવિરાધના. બીજ, ત્રસાદિ જેવો હોય ત્યાં જાય તો સંયમ વિરાધના અને આત્મવિરાધના. સચિત્તભૂમિમાં જય તો સંયમવિરાધના અને આત્મવિરાધના. એક હાથથી ઓછી અચિત્ત ભૂમિમાં જાય તો સંયમ વિરાધના, આત્મવિરાધના. આ દશના એકાદિ સાંયોગિક ભાંગા 1024 થાયછે. [પ૩૩-૫9અવખંભ - લીઘેલી ભીંત થાંભલાદિને ટેકો ન દેવો. ત્યાં નિરંતર ત્રણ જીવો રહેલા હોય છે. પંજીને પણ ટેકો ન દેવો. ટેકો દેવાની જરૂર પડે તો લાદિઆદિ લગાવેલી ભીંત વગેરે હોય ત્યાં પુંજીને ટેકો દેવો, સામાન્ય જીવોનો મદન આદિ થાય તો સંયમ વિરાધના થાય અને વિછી વગેરે હોય તો આત્મ વિરાધના થાય. [૫૩૮-૫૪૭માર્ગ - રસ્તામાં ચાલતાં ચાર હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું. કેમકે ચાર હાથની અંદર દૃષ્ટિ રાખી હોય તો જીવાદિ જતાં એકદમ પગ મૂકાતો રોકી શકાય નહિ, ચાર હાથથી દૂર નજર રાખી હોય, તો નજીક રહેલા જીવોની રક્ષા થઈ શકે નહિ જોયા વગર ચાલે તો રસ્તામાં ખાડો આદિ આવે, તો પડી જવાય, તેથી પગમાં કાંટા આદિ વાગે કે પગ ઉતરી જાય, તથા જીવોની વિરાધના આદિ થાય, પાત્ર ભાંગે લોકોપવાદ થાય આદિ સંયમ તથા આત્મ વિરાધના થાય. માટે ચાર હાથ પ્રમાણ ભૂમિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63