________________ ગાથા -469 વેદિકા દોષ વવો. ઉદ્ધવેદિકા-ઢીંચણ ઉપર હાથ રાખવા. અધોવેદિકા-ઢીંચણની નીચે હાથ રાખવા. તિર્યક વેદિકા-સંડાસાની વચમાં હાથ રાખવા. દ્વિધાતો વેદિકા-બે હાથની વચમાં પગ રાખવા. એગતો વેદિકા-એક હાથ બે પગની અંદર બીજો હાથ બહાર રાખવો. વસ્ત્ર અને શરીર બરાબર સીધું રાખવું. વસ્ત્ર લાંબું ન રાખવું. વસ્ત્રને લટકતું ન રાખવું. વસ્ત્રના બરાબર ત્રણ ભાગ કરવાએક પછી એક વસ્ત્રની પડિલેહણ કરવી. એક સાથે વધારે વસ્ત્ર ન જેવા. બરાબર ઉપયોગ પૂર્વક વસ્ત્રની પડિલેહણા. કરવી. અખોડા ખોડાની ગણતરી બરાબર રાખવી. સવારે પડિલેહણાનો સમય - અરૂણોદય-પ્રભા ફાટે ત્યારે પડિલેહણા કરવી. અરૂણોદય-પ્રભા ફાટે ત્યારે આવશ્યક-પ્રતિકમણ કરી પછી પડિલેહણા કરવી એક બીજાના મુખ જોઈ શકાય, ત્યારે પડિલેહણા કરવી. હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણા કરવી. સિદ્ધાંતવાદી કહે છે કે આ બધા આદેશો બરાબર નથી. કેમકે ઉપાશ્રયમાં અંધારૂ હોય, તો સૂર્ય ઉગ્યો હોય તો પણ હાથની રેખા ન દેખાય, બાકીના ત્રણમા તો અંધારૂ હોય છે. ઉત્સર્ગ રીતે પ્રતિક્રમણ પૂરું થયા પછી મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા રજોહરણ ઉપરના વસ્ત્ર, ચોલપટ્ટો ત્રણકપડાં સંથારો અને ઉતરપટ્ટો આ દશથી પડિલેહણા પુરી થતાં સૂર્યોદય થાય. તે રીતે પડિલેહણ શરૂ કરવી. અપવાદ જેવો સમય તે રીતે પડિલેહણ કરે. પડિલેહણમાં વિપસિ કરવો નહિ. અપવાદે કરે. વિપયસ બે પ્રકારે પુરુષ વિષયસ અને ઉપધિ વિષય પુરૂષવિપર્ધાસ - મુખ્ય રીતે આચાર્ય આદિનીપડિલેહણ કરનાર અભિગ્રહવાળા. સાધુ પહોંચી વળે તેમ હોય, તો ગુરુને પૂછીને પોતાની અથવા ગ્લાન આદિની ઉષધિ પડિલેહે. જો અભિગ્રહવાળા ન હોય અને પોતાની ઉપાધિ પડિલેહે તો અનાચાર થાય. તથા પડિલેહણ કરતાં પરસ્પર મૈથુન સંબંધી કથા આદિ વાતો કરે, શ્રાવક આદિને પચ્ચકખાણ કરાવે, સાધુને પાઠ આપે અથવા પોતે પાઠ ગ્રહણ કરે, તો પણ અનાચાર થાય. છકાય જીવની વિરાધના કર્યાનો દોષ લાગે. કોઈ વાર સાધુ કુંભાર આદિની વસતિમાં ઉતર્યા હોય, ત્યાં પડિલેહણ કરતાં વાતચીત કરતાં ઉપયોગ નહિ રહેવાથી, પાણીનો ઘડો આદિ ફુટી જાય, તેથી તે પાણી, માટી, અગ્નિ, બી, કુંથુંવા આદિ ઉપર જાવ, તેથી તે જીવોની વિરાધના થાય, જ્યાં અગ્નિ ત્યાં વાયુ અવશ્ય હોય છે. આ રીતે છએ કાયજીવની વિરાધના થાય માટે ઉપયોગ પૂર્વક પડિલેહણા કરવી જોઈએ. ઉપધિ વિપસ- કોઈ ચોર આદિ આવેલા હોય, તો પહેલાં પાત્રાની પડિલેહણા કરી, પછી વસ્ત્રોની પડિલેહણા કરે. આ પ્રમાણે વિકાલે સાગારિક ગૃહસ્થ આવી જાય તો પણ, પડિલેહણમાં વિપયસિ કરે. પડિલેહણ તથા બીજા પણ જે જે અનુષ્ઠાનો ભગવંતે બતાવેલા છે. તે બધાં એક બીજાને બાધા ન પહોંચે તે રીતે બધાં અનુષ્ઠાન કરવાથી. દુઃખનો ક્ષય થાય છે. અર્થાતુ કર્મની નિર્જરા કરવામાં સમર્થ બને છે. શ્રી જિનેશ્વર ભગવંતે બતાવેલ યોગોમાંથી એક એક યોગની સમ્યક્ રીતે આરાધના કરતાં અનંતા આત્માઓ કેવળી બન્યા છે. એ પ્રમાણે પડિલેહણ કરતાં પણ અનંત આત્માઓ કેવળી થઈ મોક્ષે ગયા છે, આ પ્રમાણે સાંભળી શિષ્ય કહે છે કે પડિલેહણ કરતાં અનંતા આત્માઓ મોક્ષે ગયા છે, તો અમે ફક્ત પડિલેહણ કરીએ, બીજા અનુષ્ઠાનો શા માટે કરવા ? આ વાત બરાબર નથી. કેમકે બીજા અનુષ્ઠાનો ન 4 | For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org