Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ ગાથા -428 માટે યોગ્ય છે, તેમને ગોચરીએ મોકલવાં, કેમકે ગીતાર્થ હોવાથી તેઓ ગૃહસ્થને ત્યાં ગોચરી વગેરે કેટલાં પ્રમાણમાં છે.? ઈત્યાદિ વિવેક રાખીને ભિક્ષા ગ્રહણ કરે, પરિણામે વૃતાદિ દ્રવ્યોની નિરંતર પ્રાપ્તિએ કરીને ભાવની વૃદ્ધિ કરનારા થાય છે. સ્થાપના કૂળોમાં એક સંઘાટક જાય અને બીજા કુળોમાં બાલ, વૃદ્ધ, તપસ્વી આદિ જાય. શક્તિવાળા તરૂણ સાધુ હોય તે બીજા ગામમાં ગોચરીએ જાય. અહીં શંકા થાય કે - જે ગામમાં ગચ્છ રહ્યો છે તે ગામમાં પહેલાં તપાસ કરીને આવેલાં છે, તો પછી તરૂણ સાધુને બીજા ગામમાં ગોચરીએ મોકલવાનું શું પ્રયોજન? તો જણાવે છે કે બહારગામ મોકલવાનું કારણ એ છે કે 'ગામમાં રહેલા ગૃહસ્થોને એમ થાય કે 'આ સાધુઓ બહારગામ ગોચરીએ જાય છે, નવા સાધુ આવે ત્યારે આપણાં ત્યાં આવે છે, માટે બાલ, વૃદ્ધ આદીને ઘણું આપો. આ પ્રમાણે ગોચરીએ જતાં આચાર્ય આદિને પૂછીને નીકળવું જોઈએ. પૂછ્યા વિના જાય, તો નીચે પ્રમાણે દોષો થાય. રસ્તામાં ચોર આદિ હોય, તે ઉપાધિને કે પોતાને ઉપાડી જાય તો તેમને શોઘવામાં ઘણી મુશ્કેલી પડે. પ્રાઘુર્ણક આવ્યા હોય તેમને યોગ્ય કોઈ લાવવાનું હોય, તેની ખબર ન પડે. ગ્લાનને યોગ્ય અથવા આચાર્યને યોગ્ય કાંઈ લાવવાનું હોય તેની ખબર ન પડે. રસ્તામાં કૂતરા આદિનો ભય હોય તો તે કરડી જાય. કોઈ ગામમાં સ્ત્રી કે નપુંસકના દોષો હોય તેની ખબર ન પડે. કદાચ ભિક્ષાએ ગયાં ત્યાં મૂછ આવી જાય, તો ક્યાં તપાસ કરે? માટે જતી વખતે આચાર્યને કહે કે હું અમુક ગામમાં ગોચરીએ જાઉં છું, ત્યાં ગોચરી પુરી નહિ થાય તો ત્યાંથી અમુક બીજા ગામમાં જઈશ. આચાર્ય ન હોય તો, આચાર્યો જે કોઈને નીમેલા હોય. તેને કહીને જાય કદાચ નીકળતી વખતે કહેવું ભૂલી જાય અને થોડે દૂર ગયા પછી યાદ આવે. તો પાછો આવીને કહી જાય, પાછા આવીને કહી જવાનો સમય પહોંચતો ન હોય તો રસ્તામાં ઠલ્લે, માત્ર કે ગોચરી પાણી માટે નીકળેલા સાધુને કહે કે હું અમુક ગામ ગોચરીએ જાઉં છું, તમો આચાર્ય ભગવંતને કહી દેજે. જે ગામમાં ગોચરી ગયો છે તે ગામ કોઈ કારણસર દૂર હોય, નાનું હોય કે ખાલી થઈ ગયું હોય, તો કોઈની સાથે કહેવરાવે અને બીજા ગામમાં ગોચરીએ જાય. ચોર, આદિ સાધુને ઉપાડી જાય, તો સાધુ રસ્તામાં અક્ષરો લખતો જાય અથવા વસ્ત્ર ફાડીને તેનાં ટૂકડાં રસ્તામાં નાખતો જાય. જેથી તપાસ કરનારને ખબર પડી શકે કે 'આ રસ્તે સાધુને ઉપાડી ગયા લાગે છે ગોચરી આદિ માટે ગયેલા કોઈ સાધુને આવતાં ઘણી વાર લાગે તો વસતિમાં રહેલાં સાધુઓ નહિ આવેલાં સાધુ માટે વિશિષ્ટ વસ્તુ રાખીને બીજું વાપરી લે. ત્યાર પછી આહાર લઈને જે દિશામાં તે સાધુ ગયેલા હોય તે દિશામાં તપાસ કરવા જાય. નહિ આવેલો સાધુ કહ્યા વિના ગયેલા હોય, તો ચારે દિશામાં તપાસ કરે. રસ્તામાં કોઈ ચિલ ન મળે, તો ગામમાં જઈને પૂછે, છતાં ખબર ન પડે તો ગામમાં ભેગાં થયેલા લોકોને કહે કે અમારા સાધુ આ ગામમાં ભિક્ષા માટે આવ્યા હતા તેમના કાંઈ સમાચાર મળતાં નથી. આ રીતે કાંઈ સમાચાર ન મળે તો બીજા ગામમાં જઈને એ રીતે તપાસ કરે. બીજા ગામમાં ગોચરીએ જવાથી - આધાકમાદિ દોષોથી. બચાય છે, આહારાજિ વધુ મળે છે. અપમાન આદિ થાય નહિ. મોહ થાય નહિ. વિચારનું પાલન થાય છે. (પ્રશ્ન) વૃષભ-વૈયાચ્ચી સાધુને બહારગામ મોકલે. તેમાં આચાર્યે પોતાના આત્માનીજ અનુકંપા કરી એમ ન કહેવાય ? ના આચાર્ય વૃષભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63