________________ 46 હનિત્તિ (38) ગોચરીએ જાય ત્યારે દાન આપનાર આદિનાં કુળો બતાવે અથવા તો પ્રતિક્રમણ કર્યા પછી દાનાદિ કુલો કહે. પ્રતિકમણ કર્યા પછી આચાર્ય ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને બોલાવી સ્થાપનાદિ કુલો પૂછે ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો તે જણાવે. ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકોને પૂછ્યા સિવાય સાધુઓ સ્થાપનાદિ કુળોમાં જાય, તો સંયમ વિરાધના આત્મવિરાધના આદિ દોષો થાય. સ્થાપના કુલોમાં ગીતાર્થ સંઘાટકજાય આવી રીતે સ્થાપનાદિ કુળો સ્થાપવાનું કારણ એ છે કે આચાર્ય શ્લાન પ્રાદુર્ણક આદિને યોગ્ય ભિક્ષા મળી શકે. જો બધા જ સાધુઓ સ્થાપના કુળમાં ભિક્ષા લેવા જાય તો ગૃહસ્થોને કદર્થના થાય અને આચાર્ય આદિના પ્રાયોગ્ય દ્રવ્યનો ક્ષય થાય. જેથી જોઈએ ત્યારે વસ્તુ ન મળે. જેમ કોઈ માણસ પરાક્રમી શિકારી કૂતરાને છૂ છૂ કરી કરીને કૂતરાને દોડાવે. પણ ત્યાં કાંઈ ન જોતાં કૂતરો પાછો આવે વારંવાર એ પ્રમાણે કરવાથી કૂતરો કંટાળ્યો, પછી જ્યારે મોર દિને પકડાવાની જરૂર પડી ત્યારે કૂતરાને છૂ છૂ કરવાં છતાં કુતરો દોડ્યો નહિ અને કાર્ય કર્યું નહિ આ રીતે વારંવાર વિના કારણે સ્થાપનાદિ કુળોમાંથી આહાર વગેરે ગ્રહણ કરવાથી જ્યારે ગ્લાન, પ્રાદુર્ણક આદિ માટે જરૂર પડે છે ત્યારે આહારાદિ મળી શકતાં નથી કેમકે તેણે ઘણાં સાધુઓને ધૃતાદિ આપ્યાં હોવાથી વૃત આદિ ખલાસ થઈ જાય. પ્રાંત-વિરોધી ગૃહસ્થ હોય તો સાધુઓને ઘી વગેરે આપી દીધેલું હોવાથી સ્ત્રીને માર મારે અથવા મારી પણ નાખે અથવા તો ઠપકો આપે કે તે સાધુઓને ધૃતાદિ આપ્યું એટલે ખલાસ થઈ ગયું, ભદ્રક હોય તો નવું લાવે અથવા કરાવે. સ્થાપના કુળો રાખવાથી ગ્લાન, આચાર્ય બાળ, વૃદ્ધ, તપસ્વી પ્રાબ્ધિર્ણક આદિની યથાયોગ્ય ભક્તિ કરી શકાય છે, માટે સ્થાપના કુળો રાખવાં જોઈએ, ત્યાં અમુક ગીતાર્થ સિવાય બધા સાધુઓએ જવું નહિ. કહ્યું છે કે આચાર્યની અનુકંપા ભક્તિથી ગચ્છની અનુકંપા, ગચ્છની અનુકંપાથી તીર્થની પરંપરા ચાલે. આ સ્થાપનાદિ કુળોમાં થોડા થોડા દિવસના અંતરે કારણ વિના પણ જવું. કેમકે તેમને ખબર રહે કે અહીં સાધુ આદિ રહેલા છે. આ માટે ગાય અને બગીચાનું દ્રષ્ટાંત જાણવું. ગાયને દોહતા રહે અને બગીચામાંથી કુલ લેતા રહે તો રોજ દુધ, ફુલ મળતા રહે, ન લે તો ઉલટા સૂકાઈ જાય. ૩૮૮-૪૨૮દશ પ્રકારના સાધુ આચાર્યની વૈયાવચ્ચ-સેવા માટે અયોગ્ય છે. આળસુ, ઘસિર. ઉંધણસી. તપસ્વી. ક્રોધી. માની. માયી. લોભી, કુતૂહલી . પ્રતિબદ્ધ. આળસુ પ્રમાદી હોવાથી સમયાનુસાર ગોચરી જાય નહિ ઘસિર-બહુ ખાનારો હોવાથી પોતાનો જ આહાર પહેલાં પૂરો કરે, એટલામાં ભિક્ષાનો સમય પુરો થઈ જાય. ઉઘણસી-ઉંધ્યા કરે, ત્યાં ગોચરીના સમય પૂરો થઈ જાય. કદાચ વહેલો જાય, ત્યારે ભિક્ષાની વાર હોય, એટલે પાછો આવીને સૂઈ જાય એટલામાં ભિક્ષાનો સમય ઉંઘમાં ચાલ્યો જાય. તપસ્વી-ગોચરી જાય તો તપસ્વી હોવાથી વાર લાગે. તેથી આચાર્યને પરિતાપનાદિ થાય. તપસ્વી જો પહેલી આચાર્યની ગોચરી લાવે તો તપસ્વીને પરિતાપનાદિ થાય. ક્રોધી-ગોચરીને જાય ત્યાં કોદ કરે. માની-ગૃહસ્થ સત્કાર ન કરે એટલે તેને ત્યાં ગોચરી ન જાય. માયી-સારું સારું એકાંતમાં વાપરીને સુકંપાકું વસતિમાં લાવે. લોભી-જેટલું મળે તેટલું બધું વહોરી લે. કુતૂહલી-રસ્તામાં નટ આદિ રમતા હોય તો જોવા ઉભો રહે. પ્રતિબદ્ધ-સૂત્ર અર્થમાં એટલો બધો તલ્લીન રહે કે ગોચરી વેળા પુરી થઈ જાય. ઉપર જણાવ્યું તે સિવાયના જે ગીતાર્થ પ્રિયધર્મી સાધુ હોય તે આચાર્યની ભક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org