Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ માથા-૩૧૮ 43 સંથારાની જગ્યા વહેંચી આપે. જો આવતાં રાત્રિ પડી ગઈ હોય તો કાલગ્રહણ ન કરે, પણ નિયુક્તિ સંગ્રહણી આદિની ગાથાઓ ધીમા સ્વરે ગણે. પહેલી પોરિસી કરીને ગુરુ પાસે જઈ ત્રણ વખત સામાયિકના પાઠના ઉચ્ચારણ પૂર્વક સંથારા પોરિસી ભણાવે. પછી માત્રા આદિની શંકા ટાળીને સંથારા ઉપર ઉત્તરપટો પાથરી, આખું શરીર પડિલેહી ગુરુ મહારાજ પાસે સંથારાની આજ્ઞા માગી, હાથનું ઓસીકું કરી, પગ ઉંચા રાખી સૂવે. પગ ઉંચા રાખી ન શકે તો પગ સંથારા ઉપર રાખીને સૂઈ જાય. પગ લાંબા ટુંકા કરતાં કે પડખું ફેરવતાં કાય-પ્રમાર્જન કરે. રાત્રે માત્રા આદિના કારણે ઉઠે તો, ઉઠીને પહેલા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનો ઉપયોગ કરે. દ્રવ્યથી હું કોણ છું? દીક્ષિત છું કે અધક્ષિત ? ક્ષેત્રથી નીચે છું કે માળ ઉપર ? કાલથી રાત્રિ છે કે દિવસ ? ભાવથી કાયિકાદિની શંકા છે કે કેમ ? આંખમાં ઉંધ હોય તો શ્વાસને રૂંધે, ઊંઘ ઉડી જાય એટલે સંથારામાં ઉભો થઈ પ્રમાર્જના કરતાં દ્વાર પાસે આવે . બહાર ચોર આદિનો ભય હોય તો એક સાધુને ઉઠાડે, તે દ્વાર પાસે ઊભો રહે અને પોતે કાયિકાદિશંકા ટાળી, આવે. કુતરા આદિ જાનવરનો ભય હોય તો બે સાધુને ઉઠાડે, એક સાધુ દ્વાર પાસે ઉભો રહે પોતે કાયિકાદિ વોસિરાવે, ત્રીજો રક્ષણ કરે. પછી પાછા આવી ઈરિયાવાહી કરી પોતે સૂક્ષ્મઆનપ્રાણ લબ્ધિ હોય તો ચૌદપૂર્વ ગણી જાય. લબ્ધિયુક્ત ન હોય, તો ઘટતાં ઘટતાં સ્વાધ્યાય કરતા યાવત્ છેવટે જઘન્યથી ત્રણગાથા ગણીને પાછો સૂઈ જાય. આ પ્રમાણે વિધિ કરવાથી નિદ્રાના પ્રમાદનો દોષ દૂર થઈ જાય છે. ઉત્સર્ગથી શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યા વગર સૂવે. ઠંડી આદિ લાગતી હોય તો એક બે કે ત્રણ કપડાં ઓઢે તેનાથી પણ ઠંડી દૂર ન થાય તો બહાર જઈ કાઉસ્સગ્ન કરે, પછી અંદર આવે, છતાં ઠંડી લાગતી હોય તો બધાં કપડાં કાઢી નાખે. પછી એક એક વસ્ત્ર ઓઢે, આ માટે ગધેડાનું વ્રત જાણવું.અપવાદ જેમ સમાધિ રહે તેમ કરવું [319-331 સંશી - આ પ્રમાણે વિહાર કરતાં વચમાં કોઈ ગામ આવે. તે ગામ સાધુઓના વિહારવાનું હોય અથવા સાધુઓના વિહાર વિનાનું હોય, તેમાં શ્રાવકોના ઘર હોય પણ ખરાં અથવા ન પણ હોય. જો તે ગામ સંવિજ્ઞ સાધુઓના વિહારવાળું હોય તો ગામમાં પ્રવેશ કરે. પાર્થસ્થ આદિનું હોય તો પ્રવેશ ન કરે. જિનચૈત્ય હોય તો દર્શન કરવા જાય. ગામમાં સાંભોગિક સાધુ હોય તો, તે આવેલા માટે ગોચરી પાણી લાવી આપે. કદાચ કોઈ શ્રાવક નવા આવેલા સાધુને ગોચરી માટે ખૂબ આગ્રહ કરે, તો ત્યાં રહેલા એક સાધુની સાથે નવા આવેલા સાધુને મોકલે. ઉપાશ્રય નાનો હોય તો નવા આવેલા સાધુ બીજા સ્થાનમાં ઉતરે ત્યાં ગામમાં રહેલા સાધુ તેમને ગોચરી લાવી આપે. સાંભોગિક સાધુ ન હોય તો આવેલા સાધુ ગોચરી લાવી આચાર્ય આદિને પ્રાયોગ્ય આપી બાકીનું બીજા વાપરે. [332-336 સાધર્મિક- આહાર આદિનું કામ પતાવી તથા ઠલ્લા માત્રાની શંકા ટાળીને સાંજના સમયે સાધર્મિક સાધુ પાસે જાય, કેમકે સાંજે જવાથી ત્યાં રહેલા સાધુઓને ભિક્ષા આદિ કાર્ય માટે આકુલપણું ન થાય. સાધુ આવેલ જોઈને ત્યાં રહેલા સાધુ ઉભા થઈ જાય અને સામા જઈ દાંડો પાત્રાદિ લઈ લે. તે ન આપે તો ખેંચતાણ ના કરવી. તેમ કરતાં કદાચ પાત્રનો વિનાશ થાય. જે ગામમાં રહેલા છે તે ગામ નાનું હોય, ભિક્ષા મળી શકે એમ ન હોય, તથા બપોરે જવામાં રસ્તામાં ચોર આદિનો ભય હોય, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63