Book Title: Agam Deep 41A Ohanijjutti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ 40 ઓહેનિત્તિ -(24) માટે પવન રહિત આદિ પ્રદેશની અનુજ્ઞા. શય્યાતર કહે કે હું તો તમોને આટલું સ્થાન આપું છું, વધારે નહિ. ત્યારે સાધુએ કહેવું કે જે ભોજન આપે તે પાણી વગેરે પણ આપે છે. એવી રીતે અમોને વસતિ-સ્થાન આપતા તમોએ અંડિલ-માત્રાદિ ભૂમિ વગેરે પણ આપીજ છે. શય્યાતર પૂછે કે “તમે કેટલો સમય અહીં રહેશો?’ સાધુએ કહેવું જોઈએ કે જ્યાં સુધી અનુકૂળ હશે ત્યાં સુધી રહીશું. શય્યાતર પૂછે કે તમે કેટલા સાધુ અહીં રહેશો?' સાધુ કહે કે “સાગરની ઉપમાએ.” સમદ્રમાં કોઈ વખતે ઘણું પાણી હોય, કોઈ વખતે મયદિત પાણી હોય છે, તેમ ગચ્છમાં કોઈ વખતે વધારે સાધુ હોય, કોઈ વખતે પરિમિત સાધુ હોય. શય્યાતર પૂછે કે “તમે ક્યારે આવશો?” સાધુ કહે કે “અમારા બીજ સાધુ બીજે સ્થાને ક્ષેત્ર જેવા ગયેલા છે, તેથી વિચાર કરીને જો આ ક્ષેત્ર ઠીક લાગશે તો આવીશું, જો શય્યાતર એમ કહે કે તમારે આટલાજ ક્ષેત્રમાં અને આટલી સંખ્યામાં રહેવું. તો તે ક્ષેત્રમાં સાધુને માસ કલ્પ આદિ કરવા કહ્યું નહિ. જો બીજે વસતિ ન મળે. તો ત્યાં નિવાસ કરે. જે વસતિમાં પોતે રહેલા હોય તે વસતિ જો પરિમિત હોય અને ત્યાં બીજા સાધુઓ આવે તો તેમને વંદનાદિ કરવાં, ઉભા થવું. સન્માન કરવું, ભિક્ષા લાવી આપવી, ઈત્યાદિ વિધિ સાચવવી, પછી તે સાધુને કહેવું કે “અમોને આ વસતિ પરિમિત મળી છે, એટલે બીજા વધુ રહી શકે એમ નથી, માટે બીજી વસતિની તપાસ કરવી જોઈએ.’ [247-280] ક્ષેત્રની તપાસ કરી પાછા આવતાં બીજા રસ્તે થઈને આવવું, કેમકે કદાચ જે ક્ષેત્ર જોયું હતું, તેના કરતાં બીજું સારું ક્ષેત્ર હોય તો ખબર પડે. પાછા વળતાં પણ સૂત્રપોરિસી અર્થપોરિસી કરે નહિ. કેમકે જેટલા મોડા આવે તેટલો સમય આચાર્યને રોકાવું પડે, માસકલ્પથી જેટલું વધારે રોકાણ થાય તેટલો નિત્યવાસ ગણાય. આચાર્ય ભગવંત પાસે આવી, ઇરિયાવહિ કરી, અતિચાર આદિની આલોચના કરીને આચાર્યને ક્ષેત્રના ગુણો વગેરે કહે. આચાર્ય રાત્રે બધા સાધુઓને ભેગા કરી ક્ષેત્રની વાત કરે. બધાનો અભિપ્રાય લઈ પોતાને યોગ્ય લાગે તે ક્ષેત્ર તરફ વિહાર કરે. આચાર્યનો મત પ્રમાણ ગણાય, તે ક્ષેત્રમાંથી વિહાર કરતાં વિધિપૂર્વક શય્યાતરને જણાવે. અવિધિથી કહેવામાં અનેક દોષો રહેલા છે. શય્યાતરને કહ્યા સિવાય વિહાર કરે તો, શય્યાતરને થાય કે “આ ભિક્ષુઓ લોકધર્મને જાણતા નથી. જે પ્રત્યક્ષ એવા લોકધર્મને જાણતા નથી તે અદ્રષ્ટને કેવી રીતે જાણતા હોય?" આથી કદાચ જૈનધર્મને મૂકી દેબીજી વાર કોઈ સાધુને વસતિ આપે નહિ. કોઈ શ્રાવક આદિ આચાર્યને મળવા આવ્યા હોય અથવા દીક્ષા લેવા માટે આવ્યા હોય, તે શય્યાતરને પૂછે કે “આચાર્ય ક્યાં છે?” રોપાયમાન થયેલો શય્યાતર કહે કે “અમને શી ખબર? આવો જવાબ સાંભળી શ્રાવક આદિને થાય કે લોકવ્યવહારનું પણ જ્ઞાન નથી તો પછી પરલોકનું શું જ્ઞાન હશે ?" આથી દર્શનનો ત્યાગ કરે, ઈત્યાદિ દોષો ન થાય તે માટે વિધિપૂર્વક શય્યાતરને પૂછીને વિહાર કરે. નજીકના ગામમાં જવાનું હોય તો સૂત્ર પોરિસી, અર્થ પોરિસી કરીને વિહાર કરે. બહુ દૂર જવાનું હોય તો પાત્ર પડિલેહણા કર્યા સિવાય વહેલા નીકળે. બાળ, વૃદ્ધ આદિ પોતાથી ઉપડે તેટલી ઉપાધિ ઉપાડે, બાકીની ઉપધિ તરૂણ આદિ સમર્થ હોય તે ઉપાડે, કોઈ નિદ્રાળુ જેવા વહેલા ન નીકળે તો તેમને ભેગા થવા માટે જતાં સંકેત કરતાં જાય, વહેલા જતી વખતે અવાજ ન કરે, અવાજ કરે તો લોકો ઉંઘતા હોય તે જાગી જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63